________________
સમ-સમાધાન આવે છે તેને પરિષહ કહેવામાં આવે છે. ઉપસર્ગ શબ્દ ઉપ સાથે સૃજ ધાતુથી બનેલે છે. જે ને ધર્મથી પતિત થવાનું કારણ બને તેને ઉપસર્ગ કહે છે. અથવા તે જે, જીવને બાધા-પીડાથી સંયુક્ત કરે તેને ઉપસર્ગ કહે છે. તે દેવ વગેરેના ભેદથી અનેક પ્રકારના હોય છે.
પરિષહ મુખ્યરૂપે સ્વાભાવિક તથા ઉપસર્ગ દેવકૃત હોય છે. પરિષહ અને ઉપસર્ગમાં સૂકંમરૂપે આ જ અંતર છે. પીડા ઉત્પન્ન થવાને કારણે પરિષહાને ઉપસર્ગ પણ કહી શકાય છે. આ પ્રમાણે ગણવાથી એક અર્થવાળ પણ હોઈ શકે છે.
પ્રશ્ન-૧૬૩૨ ઃ અવધિજ્ઞાનના આ ચાર ભેદોમાં શું અંતર છે? પ્રતિપતિ, અપ્રતિપાતિ, અવસ્થિત અને અનવસ્થિત ?
ઉત્તર : જે અવધિ દીપક બુઝાતાથી જેમ એક સાથે નષ્ટ થઈ જાય તેને પ્રતિપાતિ કહે છે. જે અવધિજ્ઞાન કેવળજ્ઞાન થતાં સુધી અથવા જીવન-પર્યત રહે તેને અપ્રતિપાતિ કહેવામાં આવે છે. અપ્રતિપાતિમાં વૃદ્ધિ પણ થઈ શકે છે. જેમાં હાનિ કે વૃદ્ધિ ન હોય તેને અવસ્થિત અવધિ કહે છે. તેનાથી વિરૂદ્ધ જેમાં હાનિ કે વૃદ્ધિ થાય છે તેને અનવસ્થિત અવધિ જ્ઞાન કહે છે.
પ્રશ્ન-૧૬૩૩; અણુવ્રત કે મહાવ્રત ધારણ કરવાથી માત્ર શુભ ભાવનાને જ લાભ મળે છે કે નિજરનો પણ લાભ મળે છે? જે પ્રથમ ગુણસ્થાનવતી જીવ પ્રશસ્ત ઉદીરણ કરે તે શું તેને સકામ નિર્જરા ન થાય?
ઉત્તર : અણુવ્રત અથવા મહાવ્રત ધારણ કરવાથી માત્ર શુભ ભાવનાને જ લાભ મળે છે, એટલું જ નહિ પણ નિર્જરા ય લાભ મળે છે. ગુણસ્થાનવની નજીકના ભવિષ્યમાં સમકિત પ્રાપ્ત કરનાર જીવોને છોડીને બાકીના પહેલા ગુણસ્થાનકવાળા જીવોને મેક્ષના હેતુરૂપ એવી સકામ નિર્જરા થવાનો સંભવ જ નથી. જે પહેલા ગુણસ્થાનમાં અન્ય જીવોને સામનિર્જરા થાય તે અભવ્ય તથા અનાદિ મિથ્યાત્વી ભવ્ય જે અનંતવાર વિશુદ્ધ ચારિત્રની ક્રિયા કરીને નવ રૈવેયક સુધી ગયા છે–તેઓ પણ મોક્ષના અધિકારી બની જાત, પરંતુ બનતા નથી. તેથી સ્પષ્ટ છે કે તે જીની મિથ્યાત્વ યુક્ત ક્રિયા મોક્ષ પ્રાપ્તિમાં કારણભૂત નથી.
પ્રશ્ન-૧૬૩૪: જો સાધુ મીલના કપડાં પહેરે તે શું તેમને ચરબીની ક્રિયા લાગે છે?
ઉત્તર ઃ ભગવાનની આજ્ઞા પ્રમાણે અનુકૂળ વસ્ત્ર લેનાર સાધુને, મીલને વસ્ત્ર લેવા છતાં પણ મીલ, ચરબી, વગેરેની ક્રિયા લાગતી નથી. કારણ કે સાધુ ત્રણ કરણને ત્રણ
ગથી પાપના ત્યાગી હોય છે. તેથી તેઓ પ્રાસુક, એષણીય, મર્યાદાનુંસાર વસ્ત્ર મળે તે જ લે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org