________________
૩
ભાગ ત્રીજો
ઉત્તર : મેહનીય કર્મની ઉપશાંતિથી થતું જાતિસ્મરણ જ્ઞાન જ્ઞાનરૂપ છે. અનુપશાંતિથી થતું જાતિ સ્મરણજ્ઞાન અજ્ઞાનરૂપ છે. જો કે સમ્યગૃષ્ટિનું જ્ઞાન જ સમ્યગજ્ઞાન મનાય છે. તેથી અહિંયા સમ્યગૂજ્ઞાન ઉત્પન્ન થયું, એ બતાવવાને માટે મોહનીયની ઉપશાંતિ બતાવી છે.
પ્રશ્ન-૧૨૮: જીવનમાં જેણે નોંધપાત્ર પાપ નથી કર્યું તથા ધર્મકરણી પણ નથી કરી એવી સામાન્ય વ્યક્તિના મરણ સમયે ક્ષણિક શુભ અધ્યવસાય આવે તો તે મનુષ્ય શુભ ગતિ પ્રાપ્ત કરી શકે છે?
ઉત્તર : જે કોઈએ પરભવનું આયુષ્ય બાંધ્યું ન હોય અને મૃત્યુ પ્રસંગે શુભ અધ્યવસાય આવે તે તે સમયે શુભ આયુષ્યને બંધ કરીને તે જીવ શુભગતિમાં જઈ શકે છે.
પ્રશ્ન-૧૬ર૯ : દેવ નારકીનું અનુગામિક અવધિજ્ઞાન મધ્યગત છે કે અન્ત:ગત છે?
ઉત્તર : તે અવધિજ્ઞાન “મધ્યગત” સમજવું.
પ્રશ્ન-૧૬૩૦ : આત્મા પ્રત્યેક પળે કમપ્રદેશેને બંધ કરે છે, તો તે કર્મના દળીયા સ્વરૂપે આઠ કર્મોના આઠ મેટા વિભાગમાં વિભાજિત થતાં હશે? કૃપા કરીને ફરમાવે કે પ્રદેશની અપેક્ષાએ થા કર્મને ઓછાવત્તા અંશ હોય છે?
ઉત્તર : જ્યારે જીવ આયુષ્ય કર્મ સિવાય બાકીના સાત કર્મોને બંધ કરે છે, તે સૌથી ઓછા તથા બરાબર કર્મના દળીયાં નામકર્મ તથા ગેવકર્મના હોય છે. તેમાં વિશેષ અધિક તથા પરસ્પર સરખા ત્રણ ભાગ, જ્ઞાનાવરણીય, દર્શનાવરણ તથા અંતરાય કર્મના હોય છે. તેનાથી વધારે કર્મ દળીયાં મેહનીય કર્મના તથા સૌથી વધારે કર્મના દળીયા વેદનીય કર્મના હોય છે. તથા જ્યારે જીવ આઠ કર્મ બાંધે છે, તે બાંધેલા કર્મના આઠ ભાગ થાય છે. તેમાંથી સૌથી છેડે ભાગ આયુષ્ય કર્મને હોય છે. તેનાથી વધારે તથા બરાબર ભાગ નામકર્મ તથા ગોત્રકર્મને હેય છે. તેનાથી વિશેષ અધિક તથા પરસ્પર સરખે ભાગ જ્ઞાનાવરણીય, દશનાવરણીય તથા અંતરાય કર્મનો હોય છે. તેનાથી વધારે કર્મના રળીયા મોહનીયકર્મના હોય છે. તથા કર્મ–દળને સૌથી વધારે ભાગ વેદનીયને. હોય છે.
પ્રશ્ન-૧૬૩૧ : પરિષહ તથા ઉપસર્ગમાં શું અંતર છે?
ઉત્તર : સાધુ સાધ્વીઓ ઉપર વિન આવતા પણ સંયમમાં સ્થિર રહેવા માટે તથા કર્મોની નિર્જરા કરવા માટે જે શારીરિક તથા માનસિક કષ્ટ સહન કરવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org