________________
ભાગ ત્રીજો વિચારોના કારણે તેને લાભ પણ વધારે થવા સંભવ છે. અંતરંગ ભાના લોભને તે જ્ઞાની જ જાણી શકે છે.
પ્રશ્ન ૧૬૧૬:- મનુષ્યના આખા શરીરમાં આત્માના પ્રદેશ ફેલાયેલા છે. તો તે પ્રદેશ જયાં જે પ્રમાણે છે તે જ પ્રમાણે રહે છે કે પગના આત્મ પ્રદેશ માથામાં, તથા માથાના આત્મપ્રદેશ હાથમાં જઈ–આવી શકે છે? તે આત્મ પ્રદેશ ચલનશીલ છે કે સ્થિર ?
ઉત્તર - જીવના આઠ મધ્યપ્રદેશ સિવાય બીજા પ્રદેશ ઊંચાનીચા થયા કરે છે. તે પ્રદેશની ચાલવાની ગતિ યોગરૂંધન પછી રોકાઈ જાય છે. રોગ નિર્ધન પછી કઈ પ્રદેશ અહિં–તહિં હોતું નથી.
પ્રશ્ન ૧૬૧૭ - ૧૮,૦૦૦ શીલાંગરથની ગાથાઓ છે, તેમાં મુખ્ય ગાથાને અર્થ સંધિ સહિત સ્પષ્ટ જણાવશે? એક ગાથાથી બીજી ગાથાને સંબંધ કઈ રીતે બેસે છે?
ઉત્તર:- મુખ્ય ગાથા તથા અર્થ આ પ્રમાણે છે.
ને જે #તિ મળતા, બિકિન્નાદાસજીળા રંટી पुढवीकायारंभं खतिजुआ ते मुणि बेदे ॥१॥
અર્થ :- ખંતિ (ક્ષમા) ગુણથી યુક્ત તેન્દ્રિયના વિષયમાં આસક્ત ન થનાર, આહાર સંજ્ઞાને ત્યાગ કરનાર એ મુનિએ મનથી પણ પૃથ્વીકાયને આરંભ કરતાં નથી, તે મુનિઓને હું વંદન કરું છું. ગાથાને આ અર્થ છે. હવે આગળનું વિવેચન આ પ્રમાણે સમજવું. દસ પ્રકારને શ્રમણધર્મ કહ્યો છે. (૧) ખંત્તિ (૨) મુત્તિ (૩) અજવ (૪) મદ્દવ (૫) લાઘવ (૬) સરચ (૭) સંયમ (૮) તવ (૯) ચિયાય (ત્યાગ) (૧૦) બંભર્ચર
આ દસમાંથી “ખંતિ થી લઈને ઉપર્યુક્ત એક ગાથા કહી છે, એ જ પ્રમાણે ખંતિની જગ્યાએ “મુત્તિ” વગેરે મુકવાથી દસ ગાથાઓ બની જશે. તે સમયે
ખંતિ, જુવાના” સ્થાને “મુત્તિ જુવા”, “અજજવ જુવા” વગેરે પદ બનતા જશે. પૃથ્વીકાયના આરંભના ત્યાગની આ દસ ગાથાઓ થઈ. પછી તેની જગ્યાએ આઉકાયારંભ, તેઉકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય, અજીવકાર્યારંભ એ દસને મુકવાથી પ્રત્યેક પદની અપેક્ષાએ દસ દસ ગાથાઓ થશે. આ રીતે સે (૧૦૦) ગાથાએ શ્રોતેન્દ્રિયની અપેક્ષાએ થઈ. તેને ચક્ષુ ઈન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસેન્દ્રિય વગેરે પાંચ ઈન્દ્રિઓથી ગુણાકાર કરતાં પ૦૦ ગાથાઓ બની જાય છે. આ બધાની સાથે આહાર સંજ્ઞાનું કથન છે. તેથી ૫૦૦ ગાથાઓની આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org