SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭ ભાગ ત્રીજો ખરીદનારને ઓછા પાપનું કારણ બને છે. એ જ પ્રમાણે આહારની બાબતમાં પણ સમજવું. પ્રન-૧૬૦૯: શ્રી બ્રાહુ મીજી તથા સુંદરીજીએ ભગવાન રાષભદેવની પાસે દીક્ષા ક્યારે લીધી? તથા તેઓ બને બાહુબળીજીને સમજાવવા ક્યારે ગઈ હતી? તેમની દીક્ષા તથા બાહુબલિની દીક્ષામાં કેટલું અંતર છે? ઉત્તર : “ધમ વણો ” આ જંબુદ્વીપ પનતિના પાઠથી તો એમ સ્પષ્ટ થાય છે કે બ્રાની સુંદરીની દીક્ષા ભગવાન ઋષભદેવને કેવળજ્ઞાન થતાં જ થઈ ગઈ હતી. ત્યારે જ તેઓ મહાસતીઓમાં મુખ્ય બની. ભગવાનને કેવળજ્ઞાન થયા પછી ભરતેશ્વર ખંડ સાધવા ગયા હતા. ખંડ સાધીને ૬૦ હજાર વર્ષ પછી પાછા આવ્યા. ત્યારબાદ બાહુબલિજીની દીક્ષા થઈ. કથાકારોનું આ કથન આગમના મૂળ પાઠ સાથે મેળ ખાતું નથી, કારણ કે સુંદરજીની દીક્ષા ભરતરાજા ખંડ સાધીને આવ્યા પછી જ થઈ હતી. પ્રશ્ન-૧૬૧૦ઃ પહેલી નરકને જે આંતરો (પથો) છે તે બાબતમાં કેઈની માન્યતા એવી છે કે એક ઉપરને તથા એક નીચેનો પાથ ખાલી છે. સ્વર્ગીય મુનિ શ્રી ઇન્દ્રવજી મહારાજ સાહેબે ફરમાવ્યું હતું કે ઉપરના બંને આંતરા ખાલી છે. આ વિષયમાં મુનિશ્રીએ શાસ્ત્રનું એક પ્રમાણ પણ બનાવ્યું હતું. સ્મૃતિષથી તે યાદ રહ્યું નથી. આ વિષયમાં આપશ્રીની શી ધારણું છે? ઉત્તરઃ ઉપરના બંને આંતરા ખાલી છે, આ વિષયમાં શ્રી ઈદ્રમલજી મ. સા.નું કહેવું બરાબર છે. આ વિષયમાં પ્રમાણ ભગવતી સૂત્ર શ–૨ ઉ. ૮ તથા શ. ૧૬ ઉ. ૯માં અમરેન્દ્ર તથા બલે-દ્રની સુધર્મા સભા સમ ભૂમિથી ચાલીસ હજાર યોજન નીચે બતાવી છે ૪૦,૦૦૦ હજારનો હિસાબ પાથડાના જનમાં હોય છે તેથી ત્રીજા આંતરોમાં અસુર કુમાર છે. આગળનાં નવ આંતરામાં નાગકુમાર વગેરે અવશેષનિકાય સમજી લેવા. પ્રશ્ન ૧૯૧૧ : જીવને એક સ્થાનેથી આવીને બીજા સ્થાને જવામાં ઊત્કૃષ્ટ ચાર સમય લાગે છે, તો તે કેવી રીતે ? ઉત્તર :- ત્રસ જીવ મરીને બસ કે સ્થાવરમાં જન્મ લે. અથવા સ્થાવર જીવ ત્રમાં જન્મ લે, તે ઉત્કૃષ્ટ ત્રણ સમય લાગે છે. સ્થાવર મરીને સ્થાવરમાં જાય તે ઉત્કૃષ્ટ ચાર સમય લાગે છે. આ બાબત નીચે પ્રમાણે સમજવી. પ્રથમ સમયમાં તે નીચા લેકની સનાડી વગર સીધા જવાવાળા સ્થાવર નાડીના જીવ મરીને નીચા લોકની ત્રસનાડીની સીધાણવાળી સ્થાવર નાડીમાં આવે છે. બીજા સમયે નીચા લેકની વસ નાડીમાં આવે છે. ત્રીજા સમયમાં ઊંચા લેકની ત્રસનાડીમાં જાય છે. તથા ચોથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004858
Book TitleSamarth Samadhan Part 3
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy