________________
ભાગ ત્રીજો
૪૧ પ્રશ્ય-૧૫૮૫ નારકીને જન્મથી જ ત્રણ તાન હોય છે, પરંતુ મનુષ્યને બે જ જ્ઞાન હેય છે. તેથી નારકીના જીનું મુખ્ય શું વધારે સમજવું?
ઉત્તર – જેવી રીતે ચકલી, કાગડે, કબુતર વગેરે કોઈની મદદ વગર આકાશમાં ઉડી શકે છે, પરંતુ મનુષ્ય ઉડી શકતા નથી, તે શું ચકલીને મનુષ્ય કરતાં વધારે પુણ્યશાળી કહી શકાય? એજ પ્રમાણે નારકીઓને ભવપ્રત્યયિક અવધિજ્ઞાન હોય છે, પરંતુ માત્ર ભવ પ્રત્યચિક અવધિજ્ઞાનથી તેને મનુષ્ય કરતાં વધારે પુણ્યશાળી ન કહી શકાય,
પ્રશ્ન-૧૫૮૬ઃ અસંખ્યાત દ્વીપ સમુદ્ર જોઈ શકે એવું અવધિજ્ઞાન કથા તિર્યંચ પંચેન્દ્રિયને થયું ?
ઉત્તર :- અસંખ્યાત દ્વીપ સમુદ્ર જોઈ શકે એટલું અવધિજ્ઞાન તિર્યંચને હોય એવું પન્નવણા સૂત્રમાં બતાવ્યું છે. પરંતુ એવું અવધિજ્ઞાન કોને થયું એવું નામનિર્દેશરૂપે જોવામાં આવ્યું નથી. આવું જ્ઞાન અનેક તિર્યમાં હોય છે.
પ્રશ્ન-૧૫૮૭ઃ અત્યંતર તથા બાહ્ય અવધિજ્ઞાન કોને કહે છે?
ઉત્તર – અવધિજ્ઞાનવાળે જે જીવ ચારેય તરફથી ધ્યાનપૂર્વક અવધિજ્ઞાનથી દેખતે હોય, વચમાં ત્રુટક (અંતર) ન હોય તેને “અત્યંતર અવધિ” કહે છે. જે જીવ ચારે તરફથી ન દેખતે હોય, અથવા જરૂખાની જાળીમાંથી નીકળેલ દીપકના પ્રકાશની જેમ ત્રુટક અવધિજ્ઞાન હોય તેને “બાહા અવધિજ્ઞાન” કહે છે.
પ્રશ્ન-૧૫૮૮ : નારકી, તિથી, નવ પ્રવેયક વગેરેનું અવધિજ્ઞાન કયા પ્રકારનું છે ?
ઉત્તર – નારકીના જ અવધિજ્ઞાનથી જે ક્ષેત્ર જુએ છે, તે સિપાઈ જેવું હોય છે. ઉપરથી સાંકડું અને નીચે પહોળું એવા આકારનું તેનું અવધિજ્ઞાન હોય છે. તેઓ નરક ઉપર વિશેષ અવકન કરી શકતા નથી) જ્યોતિષી દેવ જે ક્ષેત્ર અવધિજ્ઞાનથી જુએ છે તે ઝાલર જેવું હોય છે. લંબાઈ-પહોળાઈ વધારે અને ઉંચાઈ (જાડાઈ) ઓછી હોય છે.
નવ પ્રવેયક વાસી દેનું અવધિજ્ઞાન પુષ્પની પાંખડી સમાન હોય છે. નીચે બહુ પહોળી, પછી કમશ સાંકડી, પછી પહોળી, પછી સાંકડી હોય છે.
પ્રશ્ન-૧૫૮૯ : નવ વેયક દેવો નીચે સાતમી નરક સુધી દે છે. તો એટલું જ ઉપર કેમ નથી દેખી શકતા ! (પન્નવણુ પૃષ્ઠ ૧૨૬૬)
ઉત્તર – વૈમાનિક દેવોમાં અવધિજ્ઞાનને સ્વભાવ જ એ છે કે તેઓ પિતાના વિમાનની ધ્વજા સુધી જ જોઈ શકે છે. જે તેનાથી વધારે ઉપર જોઈ શકે તે તેમને ખેદ થાય, કારણકે ઉપરના ભાગમાં તેમનાથી અધિક ઋદ્ધિવાળા દે હોય છે. તેથી સ. સ. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org