________________
૪૦
સમર્થ–સમાધાન જે તેઓ ત્યાં ન મળે તે તેમાંથી મૂઢા હાથનું પુતળું કાઢીને આગળ જ્યાં તેઓ હોય ત્યાં જાય છે. આ બન્ને પુદ્ગલો આહારક સેગમાં જ સમજવા.
પ્રશ્ન-૧પ૮૦ : એકેન્દ્રિયથી માંડીને અસંજ્ઞી પંચેન્દ્રિય સુધી મન નથી, તે પછી તેમનામાં લેશ્યા કેમ હોય છે? આ પ્રશ્ન પન્નવણું સૂત્ર પૃષ્ઠ-૮૫૪ સાથે સંબંધિત છે.
ઉત્તર – એકેન્દ્રિયથી લઈને અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવને મન તે નથી હતું, પરંતુ અધ્યવસાય હોય છે એવું ભગવતી સૂત્રના ૨૪મા શતકથી સ્પષ્ટ છે. એજ પ્રમાણે તેમનામાં લેશ્યા પણ હોય છે. એક પ્રકારના આત્માના પરિણામને “લેશ્યા” કહે છે. તેથી તેમનામાં લેશ્યા હોય એ સ્વાભાવિક છે.
પ્રકને-૧૫૮૧ઃ યુગલિયાઓની અવગાહના દેવકુરૂમાં ત્રણ ગાઉ, ઉત્તર કુરૂમાં બે ગાઉ, હરિયાસ, હેમવય, અંતરદ્વીપ તથા મહાવિદેહમાં અનુક્રમે એક ગાઉ, આઠ સે તથા પાંચસે ધનુષ્યની હેય છે કે તેથી વધારે હોય છે? (પન્નવણું સૂત્ર પૃ. ૯૩ર)
ઉત્તર – દેવકુ, ઉત્તરકુરુની અવગાહના ત્રણ ગાઉ, હરિયાસ, સમ્યફવાસની બે ગાઉ અને હેમવય, હીરણ્યવયની અવગાહના ૧ ગાઉની છે.
. પ્રશ્ન૧૫૮૨ દેવ અને નારકીઓને પચ્ચખાણ કેમ હોતા નથી? કે જ્યારે તેમાંના કેટલાક આરાધક તેમજ સમ્યગ્દષ્ટિ પણ હોય છે?
ઉત્તર:- દેવ તથા નારકીઓને બીજા અપ્રત્યાખ્યાન કષાયને ક્ષયે પશમ નથી હેતે, તેથી તેમને પ્રત્યાખ્યાન નથી.
પ્રશ્ન-૧૫૮૩ઃ “અંતે કંડાકોડી સાગરોપમ” ને શે આશય છે?
ઉત્તર – એક કોડ સાગરોપમને એક કોડે ગુણવાથી કોડાજોડ સાગરોપમ થાય છે. જે બંધ તેનાથી પણ ઓછા હોય છે તેને અંતઃકોડાડી સાગરોપમ” કહે છે.
પ્રશ્ન-૧૫૮૪: એકેન્દ્રિય તથા બેઇન્દ્રિયને ધ્રાણેન્દ્રિય નથી, તો તેઓ શ્વાસ કેવી રીતે લે છે? તથા એકેન્દ્રિયને મેં (મુખ) નથી તે તેઓ આહાર શેનાથી કરે છે?
ઉત્તર :- જેવી રીતે હાથવાળો જીવ હાથથી આહાર વગેરે લઈને મોંમાં મૂકે છે, પરંતુ હાથ વગરનો જીવ માંથી આહાર લઈ લે છે, પગવાળા જીવો પગથી ચાલે છે. પરંતુ પગ વગરના જીવો પેટથી ચાલે છે. આંખેવાળા આંખોથી જોઈને કઈ ચીજની પાસે જાય છે, પરંતુ નેત્ર વગરની કીડીઓ વગેરે ગંધથી જ તે ચીજનો અનુભવ કરીને તેની પાસે જાય છે. એ જ પ્રમાણે એકેન્દ્રિય જીવ શરીર વડે જ આહાર ગ્રહણ કરે છે. કવલ આહાર નહિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org