SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ સમર્થ-સમાધાન લાગે છે. હવે સર્પ–સર્પિણીની બાબત રહી, તે પ્રથમ તે એ વેદ છે કે પુરુષવેદ છે, આ બાબતની ખબર પડવી મુકેલ છે તથા તેઓના ગુપ્ત અંગે અત્યંત ગુપ્ત હોવાથી તથા તેનાથી ડરવાથી તેમના પર વિકાર ઉત્પન્ન થવાની સંભાવના બહુ ઓછી રહે છે તેથી તેમને સંઘટ લાગવાનું ખાસ કારણ તે છે જ નહીં. વ્યવહારથી માને તે વાત જુદી છે. પ્રશ્ન-૧૫૭ર : વક્તાની તથા વૃદ્ધની ભાષાને અભિન્ન કેવી રીતે કહેવી? આ અભિન્ન ભાષા અસંખ્યાતી અવગાહના વગણુમાં જઈને ભેદને પ્રાપ્ત કરે છે અને સંખ્યાતા જન જઈને નાશને પ્રાપ્ત થાય છે. આ કેવી રીતે સમજવું? (પન્નવણું પ્રશ્ન-૬૭૫) ઉત્તર : વકતા બે પ્રકારના હોય છે (૧) મંદ પ્રયત્નવાળા (૨) તીવ્ર પ્રયત્નવાળા. તેમાં જે મંદ પ્રયત્નવાળા વકતા, વ્યાધિ, ઘડપણ, અનાદર, અનુત્સાહ વગેરે કારણે મંદ પ્રયત્નથી–જે ભાષાના દ્રવ્ય જેવા હોય છે તેવા જ ખંડિત થયા વગર ભાષા પણે પરિણમન કરીને છેડે છે. તે દ્રવ્ય અસંખ્યાતી ભાષા–વર્ગણાનું ઉલ્લંઘન કરીને ભાષા, દ્રવ્યરૂપથી ભેદને પ્રાપ્ત કરે છે. પછી સંખ્યાત યોજન જઈને નાશ પામે છે. , તીવ્ર પ્રયત્ન કરનાર વક્તા ભાષા દ્રવ્યોને ભેદ (ખંડ) કરીને છેડે છે. તે ભેટાયેલા ભાષા-દ્રવ્ય સન્મ અને અધિક હોવાથી ઘણું દ્રવ્યોને પાછા ખેંચે છે. (પોતાના જેવા બનાવે છે.) અને તેને અનંતગુણ વૃદ્ધિ પ્રાપ્ત કરીને એ દિશાઓમાં ફેલાઈને લેકાંતનો સ્પર્શ કરે છે. પ્રશ્ન-૧૫૭૩ : દારિક શરીરવાળા ક્ષેત્રથી અસંખ્યાતા લોકમાં ભરાઈ જાય તે કેવી રીતે કહ્યું કે જ્યારે તમામ જીવોને દારિક શરીર બંધાયેલું આ લોકમાં છે ? (પનવણું સુત્ર પૃ. ૬૮૮) ઉત્તર – જેમ એક મકાનમાં દીપમાલા વગેરે પ્રસંગે વિજળીની અનેક દીપમાળા થાય છે. જે એ બધાને પ્રકાશ હરકત રહિત સંલગ્નરૂપે ભિન્ન ભિન કરવામાં આવે તે તે પ્રકાશની મર્યાદા અનેકગણું થઈ જાય. એજ પ્રમાણે લેકમાં સુક્ષમ એકેન્દ્રિય આદિ અનેક જીવોની અવગાહના પરસ્પર સંમિલિત રૂપથી આવેલી છે. જે તે અવગાહનાને અલગ કરે તે અસંખ્યાતે લોક ભરાઈ જાય એવું કેવળજ્ઞાનથી માલુમ પડે છે. પ્રશ્ન ૧પ૭૪: નારકીમાં માત્ર ત્રણ અશુભલેશ્યાઓ હોય છે. તે તેમના મનના પરિણામ હંમેશા ખરાબ રહે છે. અને તેઓને કમ બંધાતા જ રહે છે. તો તેમને પુન્ય કે નિર્જરા થાય કે નહિ? (પન્નવણું સૂત્ર પૂ. ૭૧૨-૭૧૩) ઉત્તર-નારક જીવમાં દ્રવ્યલેશ્યા તે ત્રણ અશુભ જ હોય છે. પરંતુ ભાવલેશ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004858
Book TitleSamarth Samadhan Part 3
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy