________________
૩૩
ભાગ ત્રીજો
ઉત્તર : શુભભાવથી તે પુણ્ય પ્રકૃતિને બંધ થાય છે અને શુદ્ધ ભાવથી મુખ્યત્વે કર્મની નિર્જરા થાય છે. એવું સમજવું.
પ્રશ્ન-૧૫૬૩; “મંત્ર મહામણિ વિજયભાલના મેટત કઠિન મુક કલના જીવનના દિવસે આપણને ગણીને મળ્યાં નથી. તથા મરવાની તિથિ-ઘડી પણ લલાટ પર લખી નથી. જન્મેલાનું મૃત્યુ અવશ્ય છે, છતાં પણ મેત ટાળી શકાય છે, ઉંમર વધી શકે છે તો તે કેવી રીતે સમજવું ?
ઉત્તર ; નમસ્કારમંત્રના સ્મરણથી તથા મહાપુરૂષના ગુણાનુવાદ કરવાથી શુભ વિચાર ઉત્પન્ન થાય છે. તથા અશુભ કર્મ ઉપદ્રવ વગેરે ટાળી શકાય છે એ વાત તે બરાબર છે, પરંતુ બંધાયેલું આયુષ્ય કર્મ તે ટળી શકતું જ નથી તથા આયુષ્યની વૃદ્ધિ પણ થતી નથી.
પ્રશ્ન-૧૫૬૪ ; અઢાર પાપની આલોચનામાં અર્થે અનર્થે ધર્માથે કામ વિષે વગેરે કહેવામાં આવે છે, તો ધમ અર્થે પાપ કયા પ્રકારે થાય છે?
ઉત્તર : ધર્મ માનીને ધૂપ, દીપ, અજ્ઞ-હોમાદિ કરે છે, મંદિર, મૂતિ વગેરે બનાવે છે. ફળ-ફૂલ જળ વગેરે ચડાવે છે. પશુઓનું બલિદાન આપે છે. વગેરે હિંસા, ધમને માટે કરે છે એમ સમજવું.
પ્રશ્ન-૧૫૬૫ : વર્તમાન સમયમાં સીમંધર સ્વામી વગેરેના આજ્ઞાનુવતી સાધુ-સાધ્વીઓ વિચરી રહ્યાં છે તે મહાવિદેહક્ષેત્રવાળા શ્રમણ-શ્રમણી મુખવચિકા (મુહપત્તિ) રાખે છે કે નહિ ?
ઉત્તર : શ્રી શ્રીમંધર સ્વામીના સાધુ-સાધ્વી મુખવસ્ત્રિકા રાખે જ છે.
પ્રશ્ન-૧૫૬૬; પ્રથમ દેવલોમાં ૧૩ પ્રતર તથા પ્રથમ નારકીમાં ૧૩ પાથડા છે. જેનું વર્ણન પન્નવણું સૂત્રના આયુષ્ય પદમાં પૃથક પૃથક આપ્યું છે. તેમને ઉપર નીચે સમજવા કે એક સીધી લાઈનમાં સમજવા ?
ઉત્તર : પહેલા બીજા દેવલેકના ૧૩ પ્રતર તથા પહેલી નરકના જે ૧૩ પાથડા છે તેને ઉપર નીચે સમજવા, સીધા નહિ. અહિંયાથી ઉપર કે નીચેની તરફ જનારને અનુક્રમે પહેલું બીજું યાવત્ તેરમું પ્રતર અથવા પાથડા આવે છે.
પ્રશ્ન-૧૫૬૭ અઢી દ્વીપની બહાર વરસાદ થતું નથી. તો ત્યાં વનસ્પતિ કેવી રીતે ઉગે છે? તથા તિય શેને આહાર કરે છે?
ઉત્તર : અઢી કપની બહાર અનેક જગ્યાએ પૃથ્વીમાંથી પાણી નીકળે છે. તથા કેટલીક જગ્યાએ ભૂમિની સરસતાથી વનસ્પતિ ઉત્પન્ન થાય છે. તેથી તિર્યચેના આહારમાં કોઈ મુશ્કેલી હોય તેમ જણાતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org