________________
૩૨
સમર્થ-સમાધાન ઉત્તર : અર્થ—અન્યમતના સાધુઓ તેમને હરિહરાદિ દેવ તથા જેઓ ભગવાનના સાધુ હતા, છતાં જેની વિચારધારા અન્યમતની થઈ ગઈ હતી, એવા ચૈત્ય (સાધુ) ને વંદણ ન કરે. પરંતુ આગળ કહે છે કે છ આગારોથી વંદના કરવી પડે તે વાત જુદી છે. (૧) રાજાના હુકમથી (૨) દેવના કહેવાથી (૩) કઈ બળવાનના કહેવાથી (૪) કુટુંબ જ્ઞાતિવાળાના કહેવાથી (૫) માતા-પિતાદિના કહેવાથી (૬) આજીવિકાને માટે.
પ્રશ્ન-૧૫૫૭ : રામચંદ્રજી, લક્ષ્મણજી વગેરે શાકાહારી હતા કે માંસાહારી ?
ઉત્તર ; વિષષ્ઠી લાકા પુરૂષ ચરિત્ર, રામચરિત્ર વગેરે જેવાથી એ સુસ્પષ્ટ છે કે તેઓ શાકાહારી હતા પણ માંસાહારી ન હ.
પ્રશ્ન ૧૫૫૮ : મહાલક્ષમીદેવીને કોના સમયમાં જન્મ થયો હતો? તથા તે કઈ ગતિમાં ગઈ?
ઉત્તર : એમ તે શિખર પર્વતના પુંડરિક સરોવરની સ્વામિની લક્ષ્મીદેવી છે. પરંતુ લોકે તો મુખ્યત્વે ધનને લક્ષ્મીદેવી કહે છે.
પ્રશ્ન-૧૫૫૯; શ્રી હનુમાનજી મોક્ષમાં ગયા કે દેવલોકમાં?
ઉત્તર : શ્રી હનુમાનજી મોક્ષમાં ગયા છે. આ વાત રામચરિત્ર, વિષષ્ઠી ક્લાખાપુરૂષ ચરિત્રથી પ્રમાણિત છે.
પ્રશ્ન-૧૫૬૦ : શ્રી સીમંધર સ્વામી, યુગમંદિર સ્વામી વગેરે જે વીસ વિહરમાન છે, તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં વિચારે છે કે મેક્ષમાં ગયા છે?
ઉત્તર : વીસેય વિહરમાન તીર્થંકર મહાવિદેહમાં વિચરે છે. તેમની ઉંમર ઘણી લાંબી છે. તેથી તેઓ ઘણાં કાળ પછી મોક્ષમાં પધારશે.
પ્રશ્ન-૧૫૬૧૦ સિદ્ધ થવાના પંદર ભેદ બતાવ્યા છે. અહિંયા “નિર્ગળ્યલિંગ સિદ્ધા' એવું કાંઈ આવ્યું નથી. તથા દિગંબર માન્યતાવાળાનું કથન છે, કે “મોક્ષ એક માત્ર નિગથ લિંગથી જ થઈ શકે છે. અન્ય કોઈ સ્થિતિમાં મેક્ષની પ્રાપ્તિ થઈ શકતી જ નથી.” તો શું સમજવું ?
ઉત્તર : પંદર ભેદોમાં જે વલિંગ સિદ્ધા આવેલ છે. તેને જ તેઓ નિથલિંગ સિદ્ધ કહે છે. ભગવાને દ્રવ્યલિંગથી (બાહ્ય વેશ) ણે લિંગમાં સિદ્ધ થવાનું બતાવ્યું છે. તથા ભાવલિંગ (સમ્યજ્ઞાન દર્શન ચારિવ) સંબંધી વિચારથી તે સ્વલિંગ સિદ્ધ જ થવાનું છે, પરંતુ દ્રવ્ય અને ભાવ એ બંને ભેદોનું વર્ણન કરવું ઉચિત છે.
પ્રશ્ન-૧૫દર ભાવસંગ્રહમાં એવો ઉલ્લેખ છે કે અશુભ ભાવથી નરક, શુભ ભાવથી દેવગતિ અને શુદ્ધભાવથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો શુભ અને શુદ્ધભાવમાં શું અંતર સમજવું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org