________________
૩૧
ભાગ ત્રીજો તેઓ જાગલિયા તરીકે ભાઈ બહેનરૂપે જનમ્યા હતા? તથા શું સાથે જન્મેલી બહેનની સાથે યુગલ પ્રથાથી લગ્ન થયા હતા ?
ઉત્તર ઃ ભગવાન ઋષભદેવ યુગલરૂપે જ જનમ્યા હતા. તેમના લગ્ન એક તે સુમંગલા સાથે થયા હતા. જે સહજાત (સાથે જમેલી) જમેલ હતી. અને એક લગ્ન સુનંદા સાથે થયું હતું. આ બે જ કન્યા સાથે તેમના પિતાજીએ લગ્ન કરાવ્યા હતા. ભગવાને ત્યારબાદ આ પ્રથાનું પરિવર્તન કર્યું હતું.
પ્રશ્ન-૧૫પંપ ઃ ભગવાન મહાવીર સ્વામી ગર્ભમાં નવ મહિના સાડા સાત દિવસ રાત રહ્યાં, તથા બીજા કેટલાક તીર્થકર નવ મહિના સાડા સાત દિવસ ન રહેતાં ઓછા વત્તા દિવસ સુધી રહ્યાં. એવું સાંભળ્યું છે કે પુન્યવાન પુરૂષ નવ માસ સાડા સાત દિવસ રાત જ ગર્ભમાં રહે છે. તો પછી બીજા તિર્થંકરે ઓછા વત્તા દિવસ સુધી ગર્ભમાં કેમ રહ્યાં? તથા ભગવાન મહાવીર સ્વામીનું કુલ આયુષ્ય ૭૨ વર્ષનું જ હતું. પરંતુ બીજઓનું આયુષ્ય ખુબ લાંબું હતું. તેથી તેઓને ગર્ભમાં વધારે સમય સુધી રહેવું જોઈતું હતું. છતાં તેઓ નવ મહિના સાડા સાત દિવસ જ રહ્યાં કે ઓછાવત્તા ?
ઉત્તર : આચારાંગ અધ્યયન ૨૪ સ્થાનાંગ-૯ જ્ઞાતાસૂત્ર અધ્યયન-૮ કલ્પસૂત્ર, વિષષ્ઠી લાખા પુરૂષચરિક, વગેરેમાં તીર્થકરોનો ગર્ભમાં રહેવાનો સમય સવા નવ મહિના જ બતાવ્યો છે, તે બરાબર લાગે છે. પરંતુ સારસદાળા ગ્રંથની વૃત્તિના ૨૦માં દ્વારમાં સવા નવ મહિનાથી ઓછાવત્ત કાળ બતાવેલ છે. આગમ પ્રમાણથી તે સવા નવ મહિના જ યથાર્થ માલુમ પડે છે.
ઉંમરને કારણે ગર્ભના પરિમાણમાં અંતર પડતું નથી. જેવી રીતે મીરા, ટીડબા. વિગેરે વેલોની ઉંમર બહુ ઓછી હોય છે, તથા વડ, પીપળ, આંબાના છેડેની ઉંમર વધારે હોય છે. પરંતુ અંકુર ઉત્પન થવામાં એટલું અંતર નજરે પડતું નથી; એ જ રીતે હાથી, સર્પ વગેરેની ઉંમર ખુબ મોટી હોય છે. છતાં ગાય, બળ, ઊંટ વગેરેની ઉંમર ઓછી હોય છે, પરંતુ ગર્ભકાળમાં અધિક અંતર દેખાતું નથી. આજે પણ એમ જેવામાં આવે છે કે એક દિવસ જન્મેલ બાળક મરે છે. તથા કેઈ સે વર્ષની ઉંમરે પણ મરે છે. પરંતુ બંનેના ગર્ભકાળમાં કોઈ ખાસ અંતર દેખાતું નથી. એ જ પ્રમાણે નાની મોટી ઉંમરના મનુષ્ય માટે ગર્ભકાળ સરખો સમજી લેવો. પ્રશ્ન-૧૫૫૬ : “સમક્તિ છ૫ની આ ગાથાનો કે અર્થ છે ?
“અન્ય મતિ તસ દેવતા, શિન્ય વદે નહિં, રાજા ગણુ મુગુરૂ સબલ, વૃત્તિ છેડી માંહિ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org