SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ ભાગ ત્રીજો છે એમ માને છે. ખાસ કરીને તે જીવ બે સમયથી વધારે સમય અનાહારક રહેતે નથી. પરંતુ કેઈ એકેન્દ્રિય જીવ ત્રણ સમય સુધી અનાહારક રહે છે. પ્રશ્ન ૧૫૪૬ કઈ જીવ દેવલથી ચવ્યા પહેલાં જાણે છે કે હું અમુક જ જગ્યાએ જઈને ઉતપન થઈશ. પરંતુ મન કરતાં જીવને તે સમયે, વાટે વહે છે એ અનુભવ થાય છે કે નહિ? ઉત્તર – છઠ્ઠમસ્થ જીના ઉપયોગનો કાળ અસંખ્ય સમય હોય છે અને વાટે વહેતા ત્રસ જીવને એક, બે કે ત્રણ સમય લાગે છે, તથા સ્થાવરને ચાર સમય લાગે છે, એથી વધારે નહિ, તેથી વાટે વહેતા જીવને અનુભવ થતું નથી કે હું અમુક જગ્યાએ ઉત્પન્ન થઈશ. પ્રશ્ન ૧૫૪૭ –શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ગર્ભ સાહરણ થયા પહેલાં તે જાણતા હતા કે સાહરણ થશે પરંતુ શું સાહરણ થવાને સમય પણ જાણતા હતા ? ઉત્તરઃ એક ભવથી બીજા ભવમાં જવાના જે ૧, ૨, ૩, ૪ સમય કહ્યા છે તે મૃત્યુ પામીને જવાનો સમય છે. જે કોઈ દેવ એક ગર્ભથી બીજા ગર્ભમાં લઈ જાય છે તે તેને તે અસંખ્યાત સમય લાગે છે, એટલા માટે તે પ્રસંગ પર તે રસ્તામાં તે જીવને ગર્ભ સંહરણને અનુભવ થાય છે તેથી ગર્ભનું સાહરણ કરીને લઈ જતાં પણ ભગવાન જાણે છે. એક પ્રશ્ન ૧૫૪૮ -નીચેના દેવલોકના દેવ ઉપરના દેવલોકમાં જવાની શક્તિવાળા છે કે નહિ? ઉત્તરઃ ઉપરના દેવોની નેશ્રાયથી જ તેમના દેવલેકમાં જવાની શક્તિ નીચેનાં દેવકના દેવમાં હોય છે. આ વાત પન્નવણું સૂત્રના ૨૧મા પદની ટીકામાં બતાવેલ છે. નેશ્રાય આશય તેમની અનુમતિથી અથવા ઓળખાણ વિગેરેને પરિચય આપતા અનુકુળતા મુજબ જઈ શકે છે. પરંતુ તેઓ તેમને ઉઠાવીને લઈ જાય અથવા જઈ ન શકે એવી એકાંત વાત નથી. * ટીકા-બીજા છદ્મસ્થાની વાત તે જવા દઈએ. પરંતુ ત્રણ જ્ઞાનના ધારક તીર્થકર ભગવંત પણ ચવવાના સમયે ચવવાનું જાણતા નથી કારણ કે કાળ સૂક્ષ્મ છે; શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના આચારંગ સૂત્રના ચોવીસમાં અધ્યયનના શબ્દો જુએ : વીશ એવું જાણે છે. પણ ચવી રહ્યા છે એવું તેઓ નથી જાણતા, કારણ કે તે સમય (૧,૨,૩ સમય બહુજ સૂક્ષમ હોય છે. કે આ વિષયમાં આગમ પ્રમાણ આપવામાં આવે . જેથી કોઈને એવી શંકા ન રહે કે ભગવાન સાહરણ નો સમય જાણતા હતા કે નહિ. જુઓ આચારાંગ સૂત્રના ૨૪મા અધ્યયનને પ્રથમ ઉદેશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004858
Book TitleSamarth Samadhan Part 3
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy