________________
સમર્થ- સમાધાન બુદ્ધિને પણ મતિજ્ઞાનમાં હોવા છતાં પણ સાધારણ બુદ્ધિવાળાની સ્પષ્ટ સમજણ માટે અલગ બતાવેલ છે.
પ્રશ્ન ૧૫૪૩ – ચક્રવતીથી સામાન્ય મનુષ્યનું બળ ઓછું હોય છે, તે પછી બાહુબલિછ કરતાં ભરતજીમાં બળ ઓછું કેમ?
ઉત્તર એમ તે સામાન્ય મનુષ્ય કરતાં ચકવતનું બળ વધારે હોય છે. પરંતુ કઈ કઈ વિશેષ પુન્યશાળી જીવ હોય કે જેઓએ ચક્રવતી પદ મેળવ્યું ન હોય પરંતુ તપ, સંયમ, મુનિ સેવા વગેરેથી ચકવાત કરતાં વધારે બળ પ્રાપ્ત કર્યું હોય. એ કઈ કઈ જીવ ચકવતી કરતાં વધારે બળવાન હોઈ શકે છે. આમાં હરકત જેવી કઈ બાબત લાગતી નથી.
પ્રશ્ન ૧૫૪૪ –કોઇ મનુષ્યના જીવનમાં શુભકામના ઉદયથી વર્તમાનમાં આનંદ છે. તે સામાયિક પૌષધ આદિ વ્રત ધારણ કરીને અનેક કર્મોની નિજર કરે છે. તે તેઓ કયા કમની નિજર કરે છે? કારણકે અશુભ કમતે તેને ઉદયમાં તે છે જ નહિં, તો શું તેઓ ચાલુ શુભકર્મની નિર્જરા કરે છે?
ઉત્તર – જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મહનીય તેમજ અંતરાય આ ચાર કર્મ તે એકાંતરૂપથી અશુભ જ છે. તેમાંથી મેહનીયનો ઉદય દસમા ગુણસ્થાન સુધી બાકીના ત્રણ કર્મનો ઉદય બારમાં ગુણસ્થાન સુધી નિરંતર રહે છે. તેથી સામાયિક, પૌષધ આદિ કરનાર મનુષ્યના શેષ અશુભ કર્મને ઉદય ન પણ હોય તે પણ ઉપર લખેલ ચાર કર્મોને તે ઉદય હોય જ છે. માટે તે મનુષ્ય ધર્મ કરણીથી એ અશુભ કર્મની નિરા કરે છે. ધર્મ કરણ પહેલાં અશુભ કર્મોની નિર્જરા થાય છે. છતાં આખરે શુભ અને અશુભ બને કર્મોનો નાશ કરીને મોક્ષ પામે છે. પરંતુ પહેલાં શુભને નાશ નથી થતું.
પ્રશ્ન ૧૫૪૫ –એક ગતિમાંથી બીજી ગતિમાં જતો જીવ આહારક હોય છે કે અનાહારક? જે આહારક હોય તે કેટલા સમય સુધી?
ઉત્તર – એક ગતિમાંથી બીજી ગતિમાં જો કોઈ જીવ આહારક હોય છે. કઈ અનાહારક. રસ્તામાં તો જીવ આહાર લેતું નથી પરંતુ સીધી (જુ) ગતિથી એક જ સમયમાં જઈને ઉત્પન થાય છે. તે રસ્તામાં અનાહારક હોતું નથી, કારણકે તેણે અહીંથી તે આહાર લઈને જ કાળ કર્યો અને આગળ સીધી ગતિથી જઈને, એક જ સમયમાં આહાર લઈ લીધો, આ રીતે વાટે વહેતા જીવ આહારક હોય છે અને જે અનાહારક રહે તે એક સમય, બે સમય રહે છે. તથા ટીકાકાર ત્રણ સમય સુધી અનહારક રહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org