________________
સમથ–સમાધાન ૧૨૦ પ્રકૃત્તિઓને બંધ લીધે તેનું કારણ એમ સમજવું કે પાંચ વર્ણોને બંધ જુદો જ ન બતાવતા “એક વણ” શબ્દમાં જ બતાવી દીધા છે. એ જ પ્રમાણે બે ગંધ શબ્દને ગંધ શબ્દમાં, પાંચ રસનો રસ શબ્દમાં, અને આઠ સ્પર્શને સ્પર્શ શબ્દમાં સમાવેશ બતાવી દીધું છે. પરંતુ બધા વર્ણ, ગંધ, રસ, સ્પર્શોને બંધ હોય છે. તથા એજ પ્રકારે પાંચ બંધન, પાંચ સંઘાતનેને શરીરની સાથે ગૌણ કરી દીધા છે. પરંતુ તેને પણ બંધ હોય છે તથા મિશ્ર મેહનીય અને સમકિત મેહનીયને મિથ્યાત્વ મેહનીય સાથે ગણી લીધી છે.
સૂત્રકાર બધી પ્રકૃતિઓનો બંધ ફરમાવે છે અને ગ્રંથકાર મિશ અને સમકિત મોહનીચના સ્વતંત્ર બંધનો નિષેધ કરે છે.
પ્રશ્ન ૧૫૩૫ --આઠ કમે અલગ થયા પછી દરેક જીવોમાં સમાનતા રહેવી સ્વાભાવિક છે. તથા સિદ્ધોમાં આત્મપ્રદેશની અવગાહના ત્રણ પ્રકારની છે. મોક્ષની ગતિ પણ અલગ અલગ છે. તે સમાનતામાં અંતર શા માટે ?
ઉત્તર – ચરમ શરીરી જીવોની જે અવગાહના હોય છે, તેમાં ત્રીજા ભાગના જીવ પ્રદેશોની અવગાહન કાયયોગના નિરોધ સમયે ઓછી થઈ જાય છે. કારણ કે શરીરમાં ઉદર, બદન વગેરેને જે પેલે ભાગ છે અર્થાત્ જ્યાં જીવ પ્રદેશોથી શુન્ય સ્થાન હોય તે શુન્ય સ્થાન ન રહેવાથી જીવ પ્રદેશની અવગાહનાનો ત્રીજો ભાગ અહિ તેરમાં ગુણસ્થાનકને અંતે ઓછો થઈ જાય છે. ત્યાર પછી તે જીવોના પ્રદેશની અવગાહનામાં કોઈ નવું અંતર પડતું નથી. જીવ પ્રદેશની અવગાહનામાં જે અંતર પડે છે તે ભોપગ્રાહી ચાર કર્મોની હાજરીમાં જ થઈ જાય છે. આઠે કર્મને ક્ષય થયા પછી નહિ.
મિક્ષમાં પહોંચવાની ગતિમાં પણ બધા જીવોને એક સમય જ લાગે છે. વધારે નહિ. તેથી આ પ્રકારે ગતિમાં કોઈ અંતર નથી. સ્થાનાંગ સૂત્રના દસમાં ઠાણામાં
સિદધ” તથા વિI Të વગેરે જે બતાવ્યું છે તેને ભાવ આ પ્રમાણે સમજ જોઈએ કે સિદ્ધગતિમાં પહોંચેલા જીવ સિદ્ધ છે. તે સિદ્ધોને સિદ્ધગતિમાં અને જેઓ રસ્તામાં જઈ રહ્યાં છે તે જીવોને સિદ્ધ વિગ્રહ ગતિમાં સમજવા પરંતુ તેમને ગતિ કરવામાં કઈ અંતર સમજવું જોઈએ નહિ
પ્રશ્ન ૧૫૩૭ – વીસ વિહરમાનેના જન્મ એક સમયમાં થયા છે, કે જુદા જુદા સમયે?
ઉત્તર: એક સમયમાં ચારથી વધારે તિર્થકર મેક્ષમાં જતાં નથી. તેથી તિર્થકરના જન્મ પણ એક સમયમાં ચારથી વધારે હોતાં નથી. એટલા માટે વીસ વિહરમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org