________________
૨૫
ભાગ ત્રીજો
પ્રશ્ન ૧૫૩૧ : અભવી જીવના આઠ રૂચક પ્રદેશ કર્મોના આવરણથી રહિત હોય છે કે કર્મોના આવરણ સહિત હોય છે ?
ઉત્તર :- ભગવતી શ. ૧. ઉં-૩ કાંક્ષાહનીય કર્મ “નવે મને રે કહ્યું છે, તથા શ૮. ઉ. ૮માં ઈર્યોપથિક અને સાંપરાયિક કમને બંધ “રન વે વંધરૂ” બતાવેલ છે. ઈત્યાદિ આગમ પ્રમાણેથી સ્પષ્ટ છે કે બધા ભવી અને અભવી જીવેના આઠ રૂચક પ્રદેશો પર પણ આવરણ હોય છે. કેઈ કેઈ, આઠ રૂચક પ્રદેશો પર આવરણ હોવાનું માનતા નથી પરંતુ આ વાત આગમ સાથે બંધ બેસતી નથી.
પ્રશ્ન ૧પ૩ર -કાલ સેકરિક નામને કસાઈ કુવાની અંદર ઉધે લટકેલા હેવા છતાં ૫૦૦ પાડાની હિંસા કરતે હતો. તે હિંસા કયા પ્રકારની સમજવી?
ઉત્તર :- કુવામાં લટકેલા કસાઈએ જે હિંસા કરી છે તે હિંસા ભાવહિંસા સમજવી, દ્રવ્ય હિંસા નહિ.
પ્રશ્ન ૧પ૩૩ : અજુન માળીના શરીરમાં છ મહિના સુધી યક્ષને પ્રવેશ રહ્યો તથા હમેશાં સાત જીને ઘાત કર્યો તેનું પાપ ચક્ષને લાગ્યું કે અજુન માળીને ?
ઉત્તર – અર્જુન માળીના બેલાવવાથી યક્ષ આવ્યું હતું તેથી અર્જુન માળીને પાપ લાગ્યું હતું. તથા યક્ષે વિચાર કર્યો કે જો હું નહિ જાઉં તે મારા પ્રત્યે લેકની જે શ્રદ્ધા છે તે ઉઠી જશે. આ માન–પ્રતિષ્ઠાથી યક્ષને પણ પાપ લાગ્યું. બંનેમાંથી કેાઈ નિલેપ રહ્યું નથી. બંનેને કર્મબંધન થયા.
પ્રશ્ન ૧૫૩૪-દેવોની ભાષા એક અર્ધમાગધી જ છે કે બીજી ભાષા
પણું બોલે છે !
ઉત્તર :- દેવ અર્ધમાગથી ભાષા જ બેલે છે. તેઓ ભાષા તે બીજી પણ અનેક પ્રકારની બોલે છે. પરંતુ તેમને માટે અર્ધમાગધી ભાષા ખાસ હોય છે. તે અર્ધમાગધી ભાષા છ પ્રકારની કહી છે. (૧) પ્રાકૃત (૨) સંસ્કૃત (૩) માગધી (૪) પિશાચી (૫) શૌરસેની અને (૬) અપભ્રંશ. તેને ખુલાસે ભગવતી શ. પ-ઉ–૪માં છે.
પ્રશ્ન ૧૫૩૫-કમની ૧૪૮ પ્રકૃત્તિઓ છે, તેમાં ૧૨૦ પ્રકૃત્તિઓને બધ થાય છે. તેમાં વર્ણ આદિની ૧૬ પ્રકૃત્તિએ બાદ થઈ જાય છે. અને ચાર પ્રકૃત્તિ રહે છે. જેમાં વર્ણ એક, ગંધ એક, રસ એક, સ્પેશ એક છે, તે મારી સમજ પ્રમાણે વર્ણ, ગંધ, રસ તો આવ્યા, કારણકે ત્યાં બીજાને પ્રતિપક્ષ હોય છે, પરંતુ સ્પેશ એક છે તે સમજવામાં ન આવ્યું, કારણકે ત્યાં પ્રતિપક્ષ એકનો હોય છે, બાકી છે ખુલ્લા રહે છે?
ઉત્તર : પનવણું સૂત્રના ૨૩મા પદના બીજા ઉદ્દેશામાં તે ૧૪૮ પ્રકૃતિને જ બંધ બતાવ્યું છે. તેથી આ બધી પ્રકૃતિઓને બંધ થાય છે, પરંતુ કર્મ ગ્રંથ વિગેરેમાં સ. સ. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org