________________
૨૪
સમથ–સમાધાન
પ્રબળ હોય છે. એટલા માટે આગમમાં મહાવ્રતની સાથે સાથે તેની પાંચ પાંચ ભાવના પણ બતાવી છે. માટે જ્ઞાન વગેરેને પુષ્ટ બનાવવાની ઇરછાવાળાએ ૨૫ ભાવના અથવા બાર ભાવનામાં નિરંતર રમણતા કરવી જોઈએ.
પ્રશ્ન-૧પ૩૯ઃ મૃગાપુત્રે ઘણાં વર્ષો સુધી સંયમનું પાલન કર્યું, એવું ૯૬ મી ગાથામાં લખ્યું છે, તે આ કહ્યું ચારિત્ર સમજવું ? તથા આયુષ્ય પૂર્વેનું સમજવું કે બીજું ?
ઉત્તરઃ મૃગાપુત્રે ઘણાં વર્ષો સુધી ચારિત્રનું પાલન કર્યું, એમ જે કહ્યું છે તે સામાયિક અને યથાગ્યાત ચારિત્રની અપેક્ષાએ બતાવ્યું હોય તેવો સંભવ છે. અહીંયા વર્ષોની સંખ્યાનું પૂરું પ્રમાણ સ્પષ્ટ કર્યું નથી. પરંતુ તે જમાનાના આયુષ્ય (ઉંમર) જતાં અનેક પૂર્વે સુધી મુનિપણનું પાલન કર્યું હોય એ સંભવિત છે.
પ્રશ્ન-૧૫૩૦ જિનકપી, પ્રતિમાધારી, એકલવિહારી, સ્થીર કલ્પી તેઓમાં શું શું અંતર હોય છે? તે બતાવશે?
ઉત્તર : સ્થાનાંગ સૂત્રના આઠમા સ્થાનમાં આઠ ગુણવાળા એકલવિહારી બની શકે છે. તેને જઘન્યરુપથી નવમા પૂર્વની ત્રીજી આચાર વસ્તુ સુધીનું જ્ઞાન હોવું જોઈએ. ઉત્કૃષ્ટ અસંપૂર્ણ દસ પૂર્વ સુધીનું જ્ઞાન હોવું જોઈએ. તેની ચારિત્રપર્યાય જઘન્ય ૨૦ વર્ષની તથા ઉંમર ૨૯ વર્ષથી વધારે હેવી જોઈએ. ઈત્યાદિ ગુણોવાળા આજ્ઞાપૂર્વક એકલવિહાર પડિમાને સ્વીકાર કરી વિચરી શકે છે. જિનકપી પણ એજ પ્રમાણે પરંતુ શેષકાળને આઠ મહિના સુધી જિનકપી રહીને પછી પાછા સ્થિવર કલ્પી બની જાય છે. જિનકપી, તીર્થકર અથવા સામાન્ય કેવળીના સમયમાં જ હોઈ શકે છે. તેમના ઉપકરણમાં આઠ વિકલ્પ બતાવ્યા છે. જઘન્ય (૧) રજોહરણ, (૨) મુહપત્તી (મુખ વસ્ત્રિકા), બે ઉપકરણ ઉપર લખ્યા તે તથા એક વસ્ત્ર (૩) પૂર્વોક્ત બે તથા બે વસ્ત્ર કુલ ચાર (૪) પર્વોક્ત બે તથા ત્રણ વસ્ત્ર કુલ પાંચ ઉપકરણ. પાંચ પાત્ર રાખનાર જિનકલ્પી જઘન્ય નવ રાખે છે. બે તે ભાંગા એકના તથા પાત્ર સંબંધી સાત એ કુલ , છ પહેલાનાં એટલે નવ અને એક વસ્ત્ર એમ કુલ ૧૦, સાત પહેલાના એમ નવ અને બે વસ્ત્ર કુલ ૧૧ આઠ પહેલાના નવ તથા ત્રણ વસ્ત્ર કુલ ૧૨ ઉપરોક્ત પ્રકારથી જિનકલ્પી સાધુનું વર્ણન અભિધાન રાજેન્દ્રકેષમાં છે.
પ્રતિમધારી તે પ્રતિમાઓને એટલે જેટલે સમય હોય છે એટલા એટલા સમય સુધી દશાશ્રુત સકંધમાં કહેલી પ્રતિમાઓ (પડિમાઓ)ના નિયમોનું પાલન કરે છે. તેમના પણ જ્ઞાન અને ચારિત્રના નિયમે પણ એકલવિહારીના જેવા જ સમજવા, પરંતુ આગમવિહારી આજ્ઞા આપે તે બીજા પણ પડિમાં ધારણ કરી શકે છે. સ્થવિર કલ્પી તે ગચ્છવાસી હોય છે. તેમાં નવદીક્ષિત, અધિક પર્યાયવાળા, સ્વ૫ જ્ઞાની, બહુજ્ઞાની વગેરે અનેકને સમાવેશ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org