________________
ભાગ ત્રીજો સુધી તે અનેક પ્રકારના વૈક્રિય શસ્ત્ર બનાવીને એક બીજા પર પ્રહાર કરીને દુઃખ આપે છે. તથા છઠ્ઠી અને સાતમી નરકમાં વા સમાન મજબુત મોઢાવાળા લાલ કંથવા, છાણના કીડાની જેમ ઘણાં વક્રિય રૂપે બનાવીને એકબીજાના શરીરનું છેદન કરીને, પ્રવેશ કરીને દુઃખ આપે છે. આ વાત જીવાભિગમની ત્રીજી પ્રતિપત્તીમાં નરકના અધિકારના બીજા ઉદ્દેશમાં બતાવેલ છે. સમ્યગદષ્ટિ નારકીઓ વિશેષ પ્રકારે ચાલીને સતાવતા નથી. અને એવાં કાર્યોમાં તેઓ ઉદાસ પણ રહે છે. પરંતુ મિથ્યાદ્રષ્ટિ પાસે આવીને હાથે કરીને હેરાન કરે છે અને એવાં કાર્યમાં આનંદ માને છે.
પ્રશ્ન-૧૫૨૫ : મૃગાપુત્રે કયા કયા ચારિત્રની સ્પર્શના કરી?
ઉત્તરઃ મૃગાપુત્રે દીક્ષા લેતી વખતે સામાયિક ચારિત્ર ગ્રહણ કર્યું. ત્યારબાદ ક્ષપકશ્રેણીમાં સૂક્ષ્મ સંપરા ચારિત્ર અને યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત કર્યું. આ રીતે તેને મૃગાપુત્રના ભવમાં ત્રણ ચારિત્ર પ્રાપ્ત થયા એ સંભવ છે.
પ્રશ્ન-૧૫ર૬: મૃગાપુત્રે કોની પાસે દીક્ષા ગ્રહણ કરી?
ઉત્તર : કોઈની પાસે દીક્ષા ન લેતાં તેમણે સ્વયં દીક્ષા લીધી હતી. કેઈ વસ્તુને દેખીને પ્રતિબોધ પામનારને પ્રત્યેક બુદ્ધ કહેવાય છે. મૃગાપુત્ર કે ઈ મુનિને દેખીને પ્રતિબંધ પાગ્યા. તેથી તેઓને પ્રત્યેકબુદ્ધ ગણવામાં આવે છે. પ્રત્યેકબુદ્ધ છેદપસ્થાપનીય ચારિત્ર અંગીકાર કરતાં નથી. પરંતુ સીધા સૂક્ષ્મ-સંપાયમાં ચાલ્યા જાય છે.
પ્રશ્ન-૧૫ર૭ઃ ગાથા ૯૦ થી ૯૪ સુધીની પાંચ ગાથાઓના ગુણ કયા ગુણસ્થાનમાં સમજવા ગ્ય છે?
ઉત્તર ઃ ગાથા ૦ થી ૯૪ માં બતાવેલા ગુણ શુભગી છઠ્ઠા ગુણસ્થાનવતી અને સાતમા ગુણસ્થાનવતી મુનિઓના છે. જો કે મમત્વ, અહંકાર, કષાય આદિને ક્ષય આગળ જતાં થાય છે. તથાપિ સંયમ પરાયણ અપ્રમત્ત મુનિએનું લક્ષ્ય સંયમમાં જ હોય છે, મમત્વ આદિમાં કદાપિ નહિ. તેથી શુભયોગી છઠ્ઠા ગુણથાનવાળા તથા સાતમા ગુણસ્થાનવાળાના ગુણ બતાવ્યા છે એમ સમજવું.
પ્રશ્ન-૧૫૨૮ ગાથા ૯૫ માં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને શુદ્ધ ભાવનાથી આત્માને સમ્યક પ્રકારથી ભાવિત કરવાનું લખ્યું છે. તે અહિંયા ભાવના ચાર પ્રકારમાં સમાઈ જાય છે. તો પછી અલગ અલગ કહેવાની આવશ્યતા શી છે?
ઉત્તર : અહીંયા ૯૫ મી ગાથામાં ભાવના શબ્દનો અર્થ પાંચ મહાવ્રત સંબંધી ૨૫ ભાવના અથવા અનિત્ય આદિ બાર ભાવને તેની ટીકામાં બતાવેલ છે. આ જ ભાવને અહીં સમજવી. ભાવના, જ્ઞાન આદિ ચારેયમાં હોવી જોઈએ. ભાવના વગર જ્ઞાન વગેરે અર્થશૂન્ય છે. સાધારણ ભાવનાનું જ્ઞાન સાધારણ હોય છે, અને પ્રબળ ભાવનાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org