________________
ભાગ ત્રીજો
કડાઈ તથા ઊંટના આકારવાળા વાસણને કુભિ કહે છે. કુંભિનો આકાર કડાઈ જેવા વાસણ જેવા હોય છે. આ કુંદકુ ભિની દિશા નકકી બતાવી નથી. કેટલીક જગ્યાએ આવી કુંભિઓ કુંભાતિના દેએ બનાવેલી હવા સંભવ છે. તેમાં નારકીના જીવને પુરીને કુંભજાતિના પરમાધામીઓ પકાવે છે, (શેકે છે.) બનાવેલી કુંભિઓ શાશ્વત નથી હતી. તે નાશ પણ પામી જાય છે. નવી નવી કુંભિઓ બનાવે છે. આ પ્રમાણે કુંભિક મળતી જ રહે છે.
પ્ર-૧પ૨૦ : “વજીવાણુ” તથા “કલંબવાવું ને આશય છે? તે કૃત્રિમ હોય છે કે શાશ્વત હોય છે ? “ સિંબલી (શામલી) વૃક્ષ?? કૃત્રિમ છે કે શાશ્વત છે? શું એવું વૃક્ષ મૃત્યુ લોકમાં હોય છે ! જે હોય છેતે કયાં અને કયાં નામવાનું હોય છે ? આ પ્રશ્નને શું પચાસમી ગાથા સાથે સંબંધ છે?
ઉત્તર : જ્યની રેતી, મહા દાવાનળ જેવી ગરમ તથા મરુદેશની વેળુના સમૂહ જેવી હોય એવી વજ્રવાલુકા તથા કલંબવાલુકા નદીના કિનારે તથા એવા રેતીવાળા નરક પ્રદેશમાં વાલુકા જાતિના પરમાધામી દેવ દુખ દે છે. શીબલ, સામલી, શાલ્મલી સેમરના ખાસ વૃક્ષને કહે છે. દેવકુરૂ ક્ષેત્રમાં જે મે ટુ વૃક્ષ પૃથ્વીકાયનું બતાવ્યું છે તેની આકૃતિ જેવી આ વૃક્ષની આકૃતિ સમજવી, તેનું નામ પણ શાલ્મલી છે. આ ગાથામાં બતાવેલી વાવાલુકા અને કલંબવાલુકા એ બે કૃત્રિમ નદીઓ સમજવી. આ રેતીવાળા પ્રદેશ સ્વાભાવિક હોવા છતાં તેની કંઈક વિશેષતા વધારીને વાલુજાતિના પરમાધામી દેવ નારકીના જીવને દુઃખ આપે છે. નરકમાં નદીઓ તથા વૃક્ષે સ્વાભાવિક (કુદરતી) નથી હોતા. એ બધા કૃત્રિમ હોય છે.
પ્રશ્ન ઃ ૧પ૧ - નરકમાં વૈતરણ નદીનું કથન આવે છે. તેમાં સૂયગડાંગ સૂત્ર પ્રથમ શ્રતસ્કંધના પાંચમા અધ્યયનમાં સદા જલા?? નદીનું નામ આવે છે. તેને પરમાધામીએ બનાવે છે કે તે નદી શાશ્વત છે? અસિપત્રવન શાશ્વત છે કે કૃત્રિમ? નવ્યાકરણ સૂત્રમાં વર્ણવેલ છે કે તલવારની ધાર જેવા પાંદડાઓના વન, દભવન, અણીદાર પથ્થરના વન, ઉકળતું કથીર એ બધું કૃત્રિમ હેય છે કે શાશ્વત હોય છે ? અને તે પાણી, અગ્નિ, વૃક્ષ, વગેરે કારમાંથી કઈ કારના હોય છે ?
ઉત્તર : વેતરણી, સદાજલ વગેરે નદીઓ, અસિપત્ર, ભ વગેરેનાં વન, ખારા પાણીની વાવડીઓ, શુલની જગ્યાઓ–એ બધું કૃત્રિમ–પરમાધામીઓએ બનાવેલું હોય છે. કારણ કે નરકમાં વરસાઢ થતું નથી. તેથી નરકમાં નદીઓ અને વન કુત્રિમ જ હોય એ સંભવિત છે. શો પણ પ્રાયઃ વેકિયથી ઉત્પન્ન કરેલાં, કામમાં લે છે. પ્રશ્નવ્યાકરણના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org