________________
૨૦
સમર્થ સમાધાન છે. શુભ પુદગલોને સંચાર થાય છે તે વખતે તેમનું ચિત્ત પ્રકાશ તરફ આકર્ષિત થવાને કારણે વેદના તરફનું લક્ષ ભૂલાઈ જવાથી પ્રાયઃ શબ્દ આપ્યો છે.) નિરંતર રહે છે. બાકીની બે વેદનાઓ અંતર સહિત છે.
પ્રશ્ન-૧૫૧૮: પરમાધામીદેવ નારકીના ઉદય-કર્માનુસાર જ દુઃખ આપે છે કે ઓછુંવત્ત આપે છે? તથા દુઃખ આપતી વખતે અનંતાનુ બંધીની ચેકડીમાંથી કયા કપાયનું સેવન કરે છે? તથા પાંચ ક્રિયાઓમાંથી કઈ કઈ ક્રિયા લાગે છે?. તથા તે વેદના ત્રણે નરકમાં સરખી લાગે છે કે ઓછીવત્તી? જે એક બીજાને દુઃખ દેવાવાળા નારકીઓ છે તેમની કષાયકિયા ચારેય નરકમાં સરખી છે કે નહિ?
ઉત્તર : નારકીના જીવોના ઉદય-કર્માનુસાર જ પરમાધામી દુઃખ આપે છે, ઓછું વધારે નહિ, કારણ એ છે કે ઉદયાનુસાર જ પરમાધામીઓની વિચારધારા નારકીએ પર ઓછીવત્તી રહે છે.
પરમાધામી મિથ્યાદ્રષ્ટિ હોય છે, તેથી તેમને ખાસ કરીને અનંતાનુબંધી ચિકડીને ઉદય હોય છે. અને જેનામાં અનંતાનુબંધી હોય છે, તેમનામાં ચારેય ચકડી હોય છે. પરંતુ એક સમયમાં તે એક જ ચેકડીને ઉદય હોય છે. પરમાધામીઓમાં મુખ્યત્વે અનંતાનુબંધીનો જ ઉદય સંભવિત છે. નારકીને દુઃખ દે છે તેથી તેમને ચાર કિયાઓ લાગે છે. નારકીનું મૃત્યુ થતું ન હોવાથી પરમાધામીઓ માટે પ્રાણાતિપાત કિયા વર્જિત છે. આ રીતે ત્રીજી નરક સુધીના પરમાધામીઓને માટે સમજી લેવું. આ વાત સ્થૂલદષ્ટિથી થઈ. સૂક્ષ્મદષ્ટિથી જોઈએ તે પહેલાથી બીજી નરકના પરમાધામીઓના તથા બીજીત્રીજી નરકને પરમાધામીઓના કિયા તથા કષાય પ્રબળ હોય છે. કારણ કે પહેલીની અપેક્ષાએ આગળ આગળ દુઃખ વધારે હોય છે. અને તેમનામાં ક્રૂરતા પણ તીવ્રતર હોય છે. પરસ્પર દુઃખ દેનારા નારક જીવેમાં જેઓ મિસ્યાદષ્ટિ હોય છે તેમનામાં મુખ્યતવે અનંતાનુબંધી અને ગૌણરૂપે ચારેયમાંથી કઈ પણ કષાયનો ઉદય હોય છે. સમ્યગદષ્ટિ નારકીને મુખ્યરૂપે અપ્રત્યાખ્યાનનો ઉદય અને ગૌણરૂપે અનંતાનુબંધી સિવાય ત્રણેમાંથી કોઈ પણ કષાયને ઉદય હોય છે. એ જ પ્રમાણે ચાર ક્રિયાઓ પણ સમજવી. મિથ્યાદષ્ટિના કિયા તથા કષાય આગળ આગળ તીવ્રતર સમજવા.
પ્રશ્ન-૧૫૧૯ઃ ગાથા ૪૯માં કુંદકુભિ કહેલ છે તો તે આકારમાં કેવી હોય છે ? તથા તે શાશ્વત હોય છે કે કૃત્રિમ હોય છે ? તથા તે છે દિશાઓમાંથી કઈ દિશામાં હોય છે ?
ઉત્તર : લોખંડને ગાળીને બનાવેલા વાસણને કુંદકુંભિ કહે છે. કુભિને અર્થ કોષમાં આ પ્રમાણે આપ્યું છે. ઘડાના મુખાકારે કોઠી, સાંકડા મોઢાની કોઠી, ઘડી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org