________________
ભાગ ત્રીજો પાછળના ભવનું શીખેલું સામાચિક અધ્યયન વગેરે ૧૧ અંગ, અને ચૌદપૂર્વના જ્ઞાનનું સ્મરણ થયું હતું.
પ્રશન–૧૫૧૬ : મૃગાપુત્રે કહ્યું કે મેં અનંતીવાર નરકના અનંતદુઃખ જોયા છે તો તેમણે તે વાત શ્રતજ્ઞાનથી કહી કે જાતિ સ્મરણથી ?
ઉત્તરઃ નરકના અનંતાદુઃખ અનંતીવાર ભેગવ્યાની વાત મૃગાપુત્રે જે કીધી તે પાછળના ભાવમાં શીખેલ તથા સાંભળેલ તેમજ જાતિસ્મરણ જ્ઞાનથી યાદ આવેલ શ્રતજ્ઞાનના બળથી જ કહી છે. જાતિસ્મરણથી અનંતભવોને જાણી શકાતા નથી.
પ્રશ્ન–૧૫૧૭ઃ ઉત્તરાધ્યયન સૂત્રના ૧૯મા અધ્યયનની ગાથા ૪૮-૪હ્માં ઉ દના અને શીતવેદના બતાવી તે વેદના સમુચ્ચય નરકની છે કે અલગ
અલગ છે? જે એ વેદના પૃથક બતાવી હોય તે ઉષ્ણવેદના કઈ નરકમાં તથા શીતવેદના કઈ નરકમાં ? આ વેદના કૃત્રિમ છે કે ક્ષેત્રકૃત ? ક્ષેત્રવેદના, પરમાધામી કૃત વેદના, તથા અન્ય અન્ય કૃત વેદના, એ ત્રણ વેદનાઓ છે. તેમાં નરકની કઈ કઈ વેદના છે? તથા એ ત્રણે વેદનાઓ અંતર રહિત છે કે નિરંતર છે? અંતરરહિત વેદના કઈ છે?
ઉત્તર : ગાથા ૪૮-૪૯ ની શીતષ્ણ વેદનાનું વર્ણન ક્ષેત્ર વેદનાની અપેક્ષાએ છે. દેવકૃત વેદનાની અપેક્ષાઓ નથી, પ્રથમની ત્રણ નરકમાં ઉષ્ણવેદના છે. જેથી અને પાંચમી નરકમાં શીત અને ઉષ્ણ બંને વેદના છે. પરંતુ ચોથી નરકમાં ઉષ્ણવેદનાના નરકાવાસ તથા નારકીઓ વધારે છે. અને શીત વેદનાના ઓછા છે. પાંચમી નરકમાં શીત વેદનાના નરકાવાસ તથા નારકીઓ વધારે છે અને ઉષ્ણ વેદનાના ઓછા છે. છઠ્ઠી અને સાતમી નરકમાં શીત વેદના છે.
જે નારીની નિ (ઉત્પત્તિ સ્થાન) શીત હોય છે તેનું બાકીનું વિચરણક્ષેત્ર ઉષ્ણ હોય છે. તેને માટે શીત અનુકૂળ તેમજ ઉષ્ણ પ્રતિકૂળ હોય છે. તેથી તેની વેદના ઉષ્ણની બતાવી છે. એ જ પ્રમાણે ઉષ્ણનિવાળા માટે શીતવેદના સમજી લેવી. આ બાબતે પન્નવણું સૂત્રના રૂપ મા પદમાં, સ્થાનાંગ સૂચના ૩ જા સ્થાનમાં, જીવાભિગમની ૩જી પ્રતિપત્તિ તથા પન્નવણું પદ ૯ થી સ્પષ્ટ થાય છે.
ક્ષેત્રવેદના, દેવકૃત વેદના અને અ ન્ય કૃતવેદના એ ત્રણે વેદનાઓ સાતેય નરકમાં હોય છે. પરંતુ પરમાધામકૃત વેદના ત્રીજી નરક સુધી જ હોય છે. કારણ કે પરમાધામદેવ ત્રીજી નરકથી આગળ જતાં નથી. પરંતુ વૈમાનિકદેવ સાતમી નરક સુધી જાય છે. એવું ભગવતી શતક–૧૬ ઉદેશા ૮ થી સ્પષ્ટ થાય છે. એટલે પરમાઘામીકૃત વેદના ત્રીજી નરક સુધી તથા દેવકૃત વેદને સાતેય નરકમાં હોય છે.
ક્ષેત્રવેદના તે પ્રાયઃ (જિન જન્મ આદિ પ્રસંગે એ થોડા સમય માટે પ્રકાશ થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org