________________
સમર્થ-સમાધાન ઉત્તરઃ દેવ તથા દેવની પહેલાને મનુષ્યભવ એ બે ભવ તે તેમણે જાતિ સ્મરણથી જોયા જ છે. આ બાબત તે મૂળપાઠથી પણ સ્પષ્ટ છે. પરંતુ તેમને કેટલા ભવનું જાતિસ્મરણ જ્ઞાન થયું તેને ખુલાસે જોવામાં આવ્યો નથી.
મન ૧૫૧૩ઃ જાતિસ્મરણજ્ઞાન જઘન્ય અને ઉત્કૃષ્ટ કેટલા ભાનું થાય છે? આ વાત સત્ય છે કે નહિ કે લાખાભવનું જાતિસ્મરણ જ્ઞાન થાય છે, આ બાબતમાં સૂત્રોને શો નિર્ણય છે? તેમાં સમકિતીને જઘન્ય ઉત્કૃષ્ટ કેટલા ભવોનું, તથા મિથ્યાત્વીને જઘન્ય ઉત્કૃષ્ટ કેટલા ભવેનું જાતિસ્મરણજ્ઞાન થાય છે ?
ઉત્તર : જાતિ સ્મરણ જ્ઞાન જઘન્ય પાછળના એક ભવનું થાય છે, જેમ કે મેઘકુમારને હાથીને ભવમાં થયું હતું. ઉત્કૃષ્ટ મારી ધારણમાં તથા કઈ પ્રાચીન આચાર્યોની ધારણામાં તથા ડૉ. જીવરાજ ઘેલાભાઈના ઉત્તરાધ્યયન સૂત્રમાં ૯૦૦ ભવ સુધીનું જાતિસ્મરણ જ્ઞાન થાય છે એમ કહ્યું છે. લાખે નું જાતિસ્મરણ જ્ઞાન કહે છે તે વાત પણ કર્મગ્રંથની વૃત્તિ તથા આચારાંગની વૃત્તિથી સિદ્ધ થાય છે. સમકિતી અને મિથ્યાત્વીના જાતિ સ્મરણને માટે ની સંખ્યા જુદી જુદી હશે એ જોવામાં આવ્યું નથી. ખાસ તે જાતિસ્મરણથી અંતરરહિત સંજ્ઞીના ભ કર્યા હોય એ જ દેખાય છે.
જ્યાં વચમાં અસંજ્ઞીને ભવ આવી જાય ત્યાં તે જ્ઞાન રોકાઈ જાય છે. અને જે પહેલાના ભવમાં અસંસી હોય તેમને તે તે જાતિસ્મરણ જ્ઞાન થઈ શકતું નથી. એટલા માટે જ આ જ્ઞાનને સંજ્ઞીજ્ઞાન પણ કહે છે.
પ્રશ્ન : ૧૫૧૪ : જે જે ભવનું જાતિસ્મરણ જ્ઞાન થાય છે તે તે ભાવની કઈ કઈ બાબતે તે આત્મા જાણી શકે છે?
ઉત્તર : જાતિસ્મરણજ્ઞાનથી તે જે જે ભવને દેખે છે, તે તે ભવની અનેક બાબતે જાણે છે. જેમ કે “હું અમુક ગતિમાં હતું. એ જ પ્રમાણે અમુક દેશ, ગામ, અટવી, નદી, પહાડ વગેરેમાં હતે. અમુક નામ, અમુક દરજજો, અમુક સુખમય–દુઃખમય સ્થિતિ જેના જેના સંપર્કમાં રહ્યાં, જેને જેનો પરિચય થયે, જે જે વસ્તુઓ જોઈ, અમુક ધર્મ, આરાધક, વિરાધક, નિયાણું સહિત, રહિત, શીખેલું જ્ઞાન, પાળેલો સંયમ, ઈત્યાદિ જે જે વિચારપૂર્વક કાર્યો કર્યા હોય તે તે કાર્યો તથા વસ્તુઓ યાદ આવી જાય છે. એવું જ્ઞાતાસૂત્રના પહેલા, આઠમા, તેરમા, ચૌદમા અધ્યયનથી તથા ઉત્તરાધ્યયનના તેરમા અધ્યયનથી સ્પષ્ટ થાય છે.
પ્રશ્ન-૧પ૧૫ : જાતિ સ્મરણ જ્ઞાનવાળાને પૂર્વભવે ભણેલું જ્ઞાન એજ રૂપે આવી શકે છે કે નહિ?
ઉત્તર : જે ભવનું જાતિ સ્મરણ જ્ઞાન થયું હોય તે ભવનું શીખેલું જ્ઞાન, તે ભવમાં યાદ આવે છે. જેમ કે જ્ઞાતા સૂત્રના ૧૪ માં અધ્યયનમાં તેલી પુત્ર પ્રધાનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org