________________
ભાગ ત્રીજો લોકોને ધર્મ સમ્મુખ કરી શકે છે. દીપક સમકિતી પણ આમાં આવી જાય છે. આ પ્રમાણુ તો મારી પાસે છે. પરંતુ ઠાણુગની કોઈ બીજી ચૌભંગી પણ હશે. જેથી તેનું સમર્થન થશે. મારા ધ્યાનમાં ઉ. ૪ ની સૂ, ૩૪૪ ની આ ચૌભગી આવી છે. “ચંરે જામ સંચ, ચરો નામને પાત્ર છે; પાવે છે નામ જે રૈવંતે જાવંતે ?તેના ત્રીજા ભાંગામાં ઉપરોક્ત બાબત આવતી હોય તો આપના વિચારે ફરમાવશે. આમાં ટીકાકારે ઉદાયન રાજાના ઘાતકનું ઉદાહરણ આપ્યું છે. શું તેના પ્રમાણમાં આ ઉદાહરણ આપી શકાય ?
તે સિવાય બીજી કોઈ ચીભંગી કે આગમ પ્રમાણુ હોય તે બતાવવાની
ઉત્તર : તમે કહેલી ચૌભંગીમાં ધર્મસિંહજી મહારાજ સાહેબે જે અર્થ કર્યો છે; તે પણ બરાબર છે. તેની પુષ્ટિ ટીકામાં આપેલ આદિ શબ્દથી થાય છે તમે આપેલી ઠાણુગ ૪, ૩, ૪, ની સૂ-૩૪૪ ની ચૌભંગીને ત્રીજે બેલ પણ બહુ જ અનુકુળ બેસે છે. ઉદાયન રાજાને મારનારને પણ અભવ્ય કહે છે. સૂ. ૩૪૯ માં જે સાલવૃક્ષની ચૌભંગી આપીને ચાર પ્રકારના આચાર્ય બતાવ્યા છે, તેમાં ત્રીજા નંબરના જે આચાર્ય આપ્યા છે તેમાં પણ અંગારમદક જેવા આચાર્યને સમાવેશ થાય છે. ઉદાહરણ તે કોઈ એકનું જ આપવામાં આવે છે, પણ તેમાં અનેકનો સમાવેશ થઈ શકે છે. એવી જ રીતે ૩૬૦ મા સૂત્રમાં જે અંતિમ ચૌભંગી આપી છે તેના ત્રીજા બોલને પુરુષ “ વિષને ઘડો અને અમૃતના ઢાંકણ” સમાન છે તેને પણ તેમાં સમાવેશ થાય છે. ક્ષીર મધુ સર્પિરાશ્રય લબ્ધિ પણ અભવ્યમાં હોય છે એવું રાજેન્દ્રકેષના લબ્ધિઓના વર્ણનમાં આપ્યું છે. તેની વાણી એવી મધુર તેમજ પ્રિય હોય છે તે તેની વાણીથી જીવોને બોધ કેમ ન થાય! ચુડી અને સ્તંભ જેવા નિર્જીવ પદાર્થો અથવા આગ્ન જેવા મૂક પદાર્થોથી પણ બેધ પ્રાપ્ત થયું છે, તર્યા છે. તે આશ્ચર્ય જ શું ! કેમકે વક્તા તથા તેની વાણી તથા ચુડી વગેરે તે નિમિત્ત માત્ર છે. તરવાની શકિત તે તે ભવ્ય પ્રાણીમાં છે. સમકિત સામાયિકના ભેદોમાં દિપક સમકિત જે ભવ્યોમાં હોય છે તેથી પણ એ સ્પષ્ટ થાય છે કે બીજાઓ પર પ્રભાવ અને પ્રકાશ પાડી શકાય છે. જે અભવ્ય નવ વેયકમાં જાય છે તે ચારિત્રકિયાના અવિરાધક હોય છે. ચારિત્રકિયાના વિરાધક ત્યાં જઈ શકતા નથી. તે જ પ્રમાણે તેની પ્રરૂપણ પણ વિશુદ્ધ અને બીજાને તારનારી હોય છે. અભ્યાસમાં પણ તે નવમા પૂર્વ સુધી પહોંચી જાય છે.
પ્રશ્ન-૧૫૦૨ : શું લીલોતરીની બાધા કરનાર કેરી, લીંબુ, મરચા વગેરેનું અથાણું ખાઈ શકે છે, કારણ કે તેમાં અચિત્તતા હોવા છતાં પણ લીલાપણું કાયમ રહે છે, તે મુરબાનું પણ એમ જ સમજવું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org