SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ સમથ–સમાધાન ઉપશમવાળો ૧૧મા તથા ક્ષપકવાળો ૧૨માં ગુણસ્થાનકમાં જાય છે. બંને શ્રેણિ દરમ્યાન સુથમ સંપરાય નામનું ગુણસ્થાનક તે આવે જ છે. તથા આ દસમા ગુણસ્થાનમાં સુકમ સં૫રાય ચારિત્ર જ હોય છે. ઉપર કહેલા પ્રમાણેથી સુસ્પષ્ટ છે કે પાંચમા આરામાં જન્મેલાને સુકમ સં૫રાય નથી હોઈ શકતું. એટલા માટે બંને શ્રેણિઓ પણ હોતી નથી. પરમઅવધિજ્ઞાન આવેલું પાછું જતું નથી. તે દેશમાં જતાં નથી, કારણ કે દેવામાં એટલું અવધિજ્ઞાન હેતું નથી. તેથી તેમને તે કેવળજ્ઞાન અવશ્ય પ્રાપ્ત થાય છે. એટલા માટે ટીકાકારોએ જે કહ્યું છે કે પરમ અવધિવાળાને અંતર્મુહૂર્તમાં જ કેવળજ્ઞાન થાય છે. તે કથન બરાબર છે. એટલે પાંચમા આરામાં જન્મેલાને પરમ અવધિજ્ઞાન થતું નથી. દસ બલમાંથી સાત બેલની પુષ્ટિ આગમ પ્રમાણ દ્વારા કરી, બાકી જે ત્રણ બેલ રહ્યા. (૧) આહારક લબ્ધિ (૨) મન:પર્યવજ્ઞાન (૩) જિનકલ્પ. તેની સંગતિ આ પ્રમાણે છે. પાંચમા આરામાં શ્રી ભદ્રબાહુ સ્વામી સુધી ચૌદ પૂર્વનું જ્ઞાન હતું. જો કે પુલાક લબ્ધિ તે નવ પૂર્વધારીને પણ હોઈ શકે છે. તથાપિ પાંચમા આરામાં જન્મેલાને માટે પુલાક લબ્ધિને નિષેધ બતાવ્યો છે જે ઉપર બતાવેલ છે. એ જ પ્રમાણે આહારકલબ્ધિ, મન:પર્યવજ્ઞાન તથા જિનકલ્પને નિષેધ (વિચ્છેદ) બતાવ્યો છે તે બરાબર જ લાગે છે. ઉપશમ તથા ક્ષાયિક સમકિતના બોલ દસ વિચ્છેદના બોલેમાં તે નથી. એ બંને સમકિત પાંચમા આરામાં જન્મેલાને નથી હોતું એવું મૂળ પાઠમાં કયાંય જોવામાં આવ્યું હોય એવું યાદ નથી. પરંતુ ભગવતિ શતક ૧, ૩, ૮માં આવેલ છે કે “picife i મજુર આવયં શિવ શરૂ ણય ળો વારે” તેની ટીકામાં લખ્યું છે કે “સર્વ તત ક્ષત્તેિ ઘધનારિ બાપુ: સાધુ: પુનર્વજ્ઞાતિ.” પરભવનું આયુષ્ય બાંધતા પહેલા ક્ષાયિક સમકિત આવી જાય તે તે મનુષ્ય એ જ ભવમાં મેક્ષમાં જાય છે. પરંતુ પાંચમાં આરામાં જન્મેલાને મેક્ષ થતું નથી. આ બાબત ઉપર બતાવેલ છે. તેથી આયુષ્યનો બંધ થતાં પહેલાં તે પાંચમા આરામાં જન્મેલાને આ ટીકાથી ક્ષાયક સમક્તિનો નિષેધ થાય છે. પ્રશ્ન-૧૫૦૧ સ્થાનાંગ સૂત્રના સ્થાન ચાર ઉ. ૨ માં એક ચભંગીમાં એવો બેલ છે કે એક જીવ પિતાને ભવાંત ન કરે પરંતુ બીજાને કરે. તેના ભાવનો અથ ટબાર્થમાં પૂજ્ય શ્રી ધર્મસિંહજી મ. સા. એ અભવ્યના તારેલા તર્યા એમ કહ્યું. ટીકાકારે તો અચરિમ શરીરી આચાર્યાદિ કહ્યું છે. આ આદિ શબ્દથી અભવ્યને પણ લીધા હોય તો હરકત લાગતી નથી. પરંતુ બીજા પ્રમાણથી સાબિત કરવું પડશે. તેથી મેં ભગવતિ, પન્નવણાના એ જીવોને ઉલ્લેખ કર્યો છે કે જેઓ મિથ્યાત્વી હોવા છતાં કિયાના બળથી શૈવેયક સુધી જાય છે. આવા લેકો શુદ્ધ પ્રરૂપણ કરીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004858
Book TitleSamarth Samadhan Part 3
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy