________________
સમર્થ-સમાધાન વંદન નમસ્કાર કરતાં બોલે તો તે ભાષા સાવધ હોય છે કે નિર્વધ ? ભગવાને ઉત્તર દીધે, જે મેઢાની યત્ના કરીને બોલે તો નિવઘ. હવે પૂછવાનું એ છે કે તિર્થંકર દેવ જે વખતે બોલે છે તે વખતે તેઓ કયા ઉપકરણને ઉપયોગ કરે છે? દિક્ષાથી નિર્વાણ સુધીનું વર્ણન જાણવાની ઈચ્છા છે.
ઉત્તર : જેવી રીતે મુનિઓને આહારાદિ કરતી વખતે બોલવાને પ્રસંગ આવે તે હાથ વગેરેની યાત્રા કરીને બેસે છે. એ જ રીતે તિર્થંકર દેવ સંભવતઃ હાથથી થના કરીને બેસે છે. મુનિઓને તે ઉપગની સાવધાની નિરંતર ન રહે અને કઈ વખતે ભૂલ પણ થઈ જાય છે, પરંતુ પ્રભુ તે દિક્ષા અંગીકાર કરતાં જ ચાર જ્ઞાનને ધારક હોય છે. ત્યાર પછી યથાસમયે કેવળજ્ઞાન પણ થઈ જ જાય છે. તેમના ઉપયોગમાં અસાવધાની હવા સંભવ નથી. તેથી ઉપરોક્ત પ્રકારથી જ તેમનું બેલિવું સંભવિત છે.
પ્રશ્ન : શું અપર્યાપ્ત અવસ્થામાં ઉપશમ સમકિત થાય છે?
ઉત્તર : કેટલાક તે અપર્યાપ્ત અવસ્થામાં ઉપશમ સમકિત માને છે અને કેટલાક નથી માનતા. આ પ્રમાણે આ બાબતમાં બે મત છે. પંચ સંગ્રહને મત નહિ માનવાને છે.
પ્રશ્ન : ૧૪૮૭–સેપકમી આયુષ્યવાળે પિતાનું આયુષ્ય જલદીથી કેવી રીતે ભેગવે છે ? - ઉત્તરઃ સેપકમવાળાનું આયુષ્ય મારણાંતિક સમુદઘાતથી તે નહિ પરંતુ ઉપકમ વડે જલદી ભેગવાય છે. તે સમયે મારણાંતિક સમુદઘાત પણ થઈ શકે છે. નિરૂપકમી આયુષ્ય તે મારણાંતિક સમુદઘાતથી પણ ઘટતું નથી.
પ્રશ્ન : ૧૪૮૮-વિસંયેજના કોને કહે છે?
ઉત્તર : અનંતાનુબંધી કષાચને વર્તમાનમાં ઉદય તથા સત્તા ન હોય, પરંતુ કાલાંતરમાં અન્ય પ્રકૃતિઓની સહાયતાથી પુનઃ ઉદય તથા સત્તા થઈ જાય, તેમાં જે કાળે અનંતાનુબંધીને ઉદય તથા સત્તા નથી રહેતી તેને વિસંયોજના કહે છે. ક્ષય થયા પછી તો ફરી ઉદય કે સત્તા થઈ શકતા જ નથી. પરંતુ વિસંજના થવાથી વર્તમાનમાં ઉદય અને સત્તા ન હોવા છતાં પણ કાલાંતરે ઉદય તથા સત્તા થઈ જાય છે.
પ્રશ્ન : ૧૪૮૯-તેરમા અને ચૌદમા ગુણસ્થાનકમાં પણ શું બંધ હોય છે?
ઉત્તર : તેરમાં ગુણસ્થાનકમાં એક શાતા વેદનીયને જ બંધ હોય છે. ચૌદમાં ગુણસ્થાનકમાં બંધ હેતે નથી.
પ્રશ્ન : ૧૪૯૦-તેરમા અને ચૌદમા ગુણસ્થાનમાં કઈ કઈ પ્રકૃતિઓને ઉદય રહે છે?
ઉત્તર : નીચે લખેલી ૪૨ પ્રકૃતિઓને ઉદય તેરમાં ગુણસ્થાનકમાં રહે છે. (૧) દારિક શરીર (૨) દારિક અંગોપાંગ (૩) અસ્થિર નામ (૪) અશુભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org