________________
ભાગ ત્રીજે. તેનાથી વચનનું પાપ વધારે, તથા તેનાથી કાયાનું પાપ વધારે હોય છે. બંધમાં કાયિકવૃત્તિની મુખ્યતા હોય છે કે કાય વેગની ?
| ઉત્તર : કેવળ મનનું પાપ નહિ, કેવળ વચનનું પાપ નહિ, કેવળ કાયાનું પાપ એકએકથી અધિક છે એમ નહિ. તેથી કેવળ વચનનું પાપ ઓછું નથી. જેમ કે ખરાબ ભાવ ન હોવા છતાં કુતરાઓને અશ્લીલ શબ્દોથી સંબોધે છે. તેનાથી કાયાનું પાપ ઓછું નથી. જેમ કે ચાલવામાં ઉપગ રાખીને ચાલવા છતાં જેની સુક્ષમતા તેમજ દષ્ટિની મંદતાને કારણે જીવની વિરાધના થઈ જાય. માત્ર મનના પાપની અપેક્ષાએ મનની સાથે વચન આવી જવાથી પાપ વધારે થાય છે. તેનાથી પણ અધિક પાપ ત્રણે વેગ ભેગા થવાથી થાય છે. જેઓ મનનું પાપ એ શું કહે છે, તેનું કારણ એમ સમજવું કે તે મનની સાથે વચન તથા કાયયોગ નથી. જે તેની સાથે વચન અને કાયયોગ હોય તે પા૫ પહેલાની અપેક્ષાએ વધુ થશે, માત્ર વચન અને માત્ર કાયાની અપેક્ષાએ મનનું પાપ ઓછું ન સમજવું. આ માટે જુઓ પન્નવણા પદ-૨૩ ઉ. ૨ માં કેવળ કાયયોગ ના બંધની અપેક્ષાએ કાયા અને વચનયોગ વાળાના બંધ ૨૫, ૫૦, ૧૦૦ તથા ૧૦૦૦ ગણે, બે ઈન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધી કમશઃ બંધ થવાનું બતાવ્યું છે. અને સંસી પંચેન્દ્રિય મનયુક્ત હોવાથી તેને એકેન્દ્રિયની અપેક્ષાએ ઉત્કૃષ્ટ ૭૦ કેડીકેડ ગણે બંધ થઈ શકે છે. સારાંશ એ છે કે મનને બંધ વધારે છે. તેનાથી વચનનો બંધ ઓછો અને તેનાથી કાયાને બંધ ઓછા હોય છે.
પ્રશ્ન : ૧૪૮૪-તંદલ મ જે હલકામાં હલકા અધ્યવસાયોથી મરીને સાતમી નરકમાં જાય છે, તેનો ઉલ્લેખ ભગવતિ સૂત્રના મૂળમાં કયાં છે?
ઉત્તર : ભગવતી શતક ૨૪ ઉ. ૧ માં સાતમી નરકમાં જનારા તિર્યંચ, આંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહનાવાળાથી લઈને એક હજાર જન સુધીની અવગાહનાવાળા હોઈ શકે છે. એ દરમ્યાન (ખા જેવડી અવગાહનાવાળા) તંદુલ મચ્છની પણ અવગાહના આવી ગઈ છે. અને મોના નામમાં તંદુ મરછનું નામ પન્નવણાના પ્રથમ પદમાં આવેલું છે. તથા શતક ૨૪ ઉદેશા ૧ મુજબ અંતમુહૂર્તથી માંડીને કોઇપૂર્વ સુધીના આયુષ્યવાળા તિર્યંચ સાતમી નરકમાં જઈ શકે છે. ઉપરોક્ત પ્રમાણુથી એ સિદ્ધ થાય છે કે તંદુ મરછ કરતાં ઓછી અવગાહનાવાળા તથા ઓછા આયુષ્યવાળા પણ સાતમી નરકમાં જઈ શકે છે. તે પછી તંદુલ મચ્છ સાતમી નરકમાં જાય તેમાં આશ્ચર્ય શું છે? તંદુલ મચ્છ માટે સાતમી નરકમાં જવાનું સ્પષ્ટ વિવરણ મલપાઠમાં ક્યાંય જોવામાં આવ્યું નથી. દિગંબર ગ્રંથમાં તેનું વિવરણ આપેલું છે તેમ સાંભળ્યું છે. ઉપર આપેલા પ્રમાણે થી આ ઉત્તર સાચો છે.
પ્રશ્ન : ૧૪૮૫-ભગવતિ સૂત્રમાં શ્રી ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યો કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org