SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ત્રીજો તહસિલદાર, કલેકટર, કમિશનર, રાજ્યપાલ, રાષ્ટ્રપતિ, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી વગેરે અનેક પદાધિકારીઓની નિયુક્તિ થયેલી દેખાય છે. મીલીટરી, પિોલિસ વગેરેનું કાર્ય પણ ચાલે છે ઈન્કમટેક્ષ, સેલટેક્ષ તથા બીજા કરેની વસુલાત પણ કરવામાં આવે છે તથા ટિકીટ, નોટ, સિક્કા વગેરે ભારત સરકારના નામથી ચાલે છે. આવી સ્થિતિમાં ભારત રાજા વગરનું કેમ કહેવાય? ભારતની વ્યવસ્થા રૂપાંતરિત થઈ છે, પણ રાજ્યરહિત નથી, તેથી સાધુઓનું વિચરવું યોગ્ય છે. અને ધર્મ વિચ્છેદ પણ ગયો નથી. પ્રશ્ન : ૧૪૭૮-બત્રીસ સુત્ર વાંચવા એ શ્રમણાનું કામ છે અને શ્રાવકેને માટે સામાયિક, પ્રતિકમણ તથા થોકડાઓનું જ્ઞાન જેમકે કાયના બેલ, નવતત્વ, કમપ્રકૃતિ, દંડક, ગુણસ્થાન દ્વાર, ગતિ-આગતિ, બાંસઠીયા વગેરે પરંપરાથી ચાલ્યું આવતું કાર્ય બહુમાન્ય છે. શું આ પરંપરા બરાબર છે? ઉત્તર : શ્રાવકેએ સામાયિક, પ્રતિક્રમણ તથા કડાઓનું જ્ઞાન કરવું તે તે છે જ, તે ઉપરાંત સૂત્રનું પઠન પાઠન પણ કરી શકે છે, કારણ કે શ્રાવકોને માટે પણ જ્ઞાનના ચૌદ અતિચાર બતાવ્યા છે, તેથી તથા સમવાયાંગ તથા નંદી સૂત્રના “ય પરિષદા તવોરદાળા” આ પાઠથી તથા ઉત્તરાધ્યયનના નિચે વચને પાવર સેવિ વિપ તથા સીરવંતા વદુહુ એ પાઠોથી તથા અન્ય સૂત્ર પાઠથી શ્રાવકે સૂર વાંચવું ઉચિત સાબિત થાય છે, તેથી યેાગ્ય શ્રાવક ગુરૂ આશા-નિર્દેશ અનુસાર સૂત્ર વાંચી શકે છે. પ્રશ્ન : ૧૪૭૯-શું મારણાંતિક સમુદઘાત એ આયુષ્ય કર્મની ઉદીરણું છે? ઉત્તર : એકાંતરૂપથી તે નહિ, પરંતુ અપેક્ષાથી મારણાંતિક સમુદઘાતને આયુષ્યકર્મની ઉદીરણા કહી શકાય. તે સમજણપૂર્વક અથવા સ્વાભાવિક રૂપે પણ હોઈ શકે છે. એ જ રીતે ઉદીરણાના બે ભેદ પણ કરી શકાય છે. (૧) સમજણપૂર્વક (૨) સ્વાભાવિકરૂપે. એ પણ ધ્યાન રાખવું જોઈએ કે વેદનીય અને આયુષ્ય કર્મની ઉદીરણ છઠ્ઠા ગુણસ્થાનકથી આગળ નથી. પ્રશ્ન : ૧૪૮૦–શું ૐ નમો અરિહંતાણું બોલવું ઉચિત છે ? ઉત્તર : ઓમકાર એ મૂળમાં તે અન્ય તિથીઓને મંત્ર છે. એમ ઉત્તરાધ્યયન વગેરે સૂત્રોથી સ્પષ્ટ થાય છે. નમસ્કાર મંત્ર તે અનાદિકાળથી છે. જ્યારે તેનું રૂપ “નમે અરિહંતાણું” ગણધર ભગવંતેએ બતાવ્યું છે, તે પછી કેઈએ તેમાં વધઘટ કરવી એ શું ઉચિત મનાય ? ઈતિહાસમાં ઉલ્લેખ છે કે સિદ્ધસેન દિવાકરે સંસ્કૃત ભાષાને વ્યાપક પ્રચાર જાણીને નમસ્કાર મંત્રનો સંસકૃત અનુવાદ કરવા પ્રયત્ન કર્યો હતું. પરિણામે તેમને ભારે પ્રાયશ્ચિત આપવામાં આવ્યું હતું. શું એ શબ્દ જોડનાર ભગવંતની આશાતના નથી કરતા! પ્રિયધર્મીઓએ આમ ન કરવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004858
Book TitleSamarth Samadhan Part 3
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy