________________
સમર્થ- સમાધાન યથાર્થ સ્વરૂપની દઢતાપૂર્વકની શ્રદ્ધા એ જ સમ્યગદર્શનનું ઘર છે, તેથી આ વિષયમાં તમારા વિચારે બરાબર છે.
પ્રશ્ન : ૧૪૭૦--તત્વજ્ઞાનને પરિચય કરવાથી જણાય છે કે અઢીદ્વિપમાં પ્રવર્તતા અવસર્પિણી તથા ઉત્સર્પિણી કાળના ભાવેન તિપચકની સાથે ગાઢ સંબંધ હોઈને ક્ષેત્રમાં ભિન્ન ભિન્ન પ્રકારની હાનિવૃદ્ધિ થતી હોવાથી શાસ્ત્રોનો ક્ષેત્ર સંબંધી વિષય શ્રદ્ધાની સાથે જ સંબંધ રાખે છે એ શું બરાબર છે? : : ઉત્તર ઃ જે કે પ્રત્યેક દ્રવ્યના સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવ જુદા હોય છે, છતાં પણ સંયોગથી અન્ય દ્રવ્યોને પ્રભાવ બીજા દ્રવ્ય પર વ્યવહાર દષ્ટિથી પડે છે તે પ્રમાણે ભારત અને અરવતક્ષેત્રમાં થતાં અવસર્પિણી–ઉત્સર્પિણીકાળને જીવ અને પુદગલ દ્રવ્ય પર પ્રભાવ તો પડે જ છે, તે પ્રભાવને લીધે વ્યવહારનયથી ભરત, ઈરવતમાં જન્મ લેતાં મનુષ્ય વગેરેના આ યુગ, અવગાહના, દુઃખ, સુખ, રૂક્ષતા, સ્નિગ્ધતા, વગેરેનું વિવેચન કર્યું છે એમ પ્રતીત થાય છે. પરંતુ તેના નામથી બીજી જ વસ્તુ બતાવે તે ઠીક લાગતું નથી. 1} : પન : ૧૪૭૧-શું એવું સમજવું કેગ્ય છે કે યુગલિક ક્ષેત્રમાં કાળનો પ્રભાવ પડી શકતો નથી. અર્થાત્ તેમને ત્યાં દસ કલપવૃક્ષની ઋદ્ધિ એવા પ્રકારની છે કે તેઓ ચંદ્ર સૂર્યાદિના પ્રકાશની આવશ્યકતા અનુભવતા નથી. તો પછી શું કર્મભૂમિની સાથે જ કાળનો સંબંધ હોઈ શકે છે? ' ઉત્તર : જુગલિયાના ક્ષેત્રમાં એક ગૃહ-દંડ ગૃહ-યુદ્ધ, ચંદ્રગ્રહણ, સૂર્ય ગ્રહણ વગેરે જ્યોતિષી સંબંધી કેટલીક ચીજોનો પ્રભાવ પડતો નથી. જુલિયાના ક્ષેત્રમાં દીપશીખા તેમજ તિશીખા નામનું ચોથું અને પાંચમું કલ્પવૃક્ષ અનેક જગ્યાએ આવેલ છે તેના પ્રભાવથી ત્યાં (યુગલિક ક્ષેત્રમાં) અંધકાર રહેતું નથી. તેનું કારણ એ છે કે તેમને જોતિષીઓની અપેક્ષા રહેતી નથી. આ અપેક્ષાએ ત્યાં તિષીઓ ને પ્રભાવ ન માનવે એ જ બરાબર પ્રતીત થાય છે. , ૨- પ્રશ્ન : ૧૪૭ર-ર૮ નક્ષત્રોમાંથી અભિજિત નક્ષત્રને દ્રવ્ય તથા બાકીનોને ગુણ પર્યાય રૂપે સમજવા એ ઉચિત છે કે નહીં?
ઉત્તર : ૨૮ નક્ષત્રોમાંથી અભિજિત નક્ષત્રને દ્રવ્ય રૂપ અને બાકીના નક્ષત્રોને તેના ગુણ પર્યાય રૂપ માનવા એ ઠીક નથી, કારણ કે ૨૮ નક્ષત્રોનાં નામ, તેમના સ્વામિદેવોના નામ, તથા નક્ષત્રના તારાઓની સંખ્યા, તથા તેમનું સંસ્થાન (આકાર) વગેરેનું વર્ણન શાસ્ત્રમાં બતાવ્યું છે, તેથી તેમને જ્યોતિષી દેવ સમજવા બરાબર છે. પરંતુ એક નક્ષત્રને દ્રવ્ય માનીને બાકીના નક્ષત્રોને ગુણ પર્યાય રૂ૫ માનવા એ હક નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org