________________
સમર્થ–સમાધાન પ્રશ્ન ૨૦૬૦-અગ્નિમાંથી તરત જ કાઢવામાં આવેલા ધગધગતા ગેળાને સચિત માનીએ તો શું તે જીવ અગ્નિના હોય છે? તે પુદગલ લેવાનું છે કે અગ્નિનું છે? સેનાના કડાને પૃથ્વીકાયનું શરીર કહી શકાય? કે તેજસ્ કાયનું શરીર કહી શકાય?
ઉત્તર-એવો ગેળો સચિત તેમજ અગ્નિકાયના જીવાળો છે. ગેળાનું લેહ-પુદ્ગલ તે સમયે અગ્નિકાયિક છએ ગ્રહણ કરેલું છે. ઠંડા થયા પછી ગોળ તથા સોનાનું કડું
પૂર્વભાવ પ્રજ્ઞાપના ની અપેક્ષાએ પૃથ્વીકાયિક શરીર કહેવાય છે. જુઓ ભગવતી સૂત્ર શ ૫. ઉ. ૨
પ્રશ્ન ૨૦૬૧ પહેલી નરક તથા ભવનપતિ, વાણવ્યંતરમાં અસંડીના અપર્યાપ્ત જીવ વર્તમાનમાં સંજ્ઞનું આયુષ્ય વેદતા હોવા છતાં પણ અસંસી કેમ કહેવાય છે? દેવમાં બે જ વેદ છે કે જ્યારે અસંજ્ઞી એક નપુસક વેદી જ હોય છે તે ભવનપતિ, વાણવ્યંતરમાં જીવના ત્રણ ભેદ (૧) સંસીને પર્યાપ્ત (૨) અપર્યાપ્ત (3) અસંસીને અપર્યાપ્ત કેમ કહેવાય છે?
ઉત્તર–પહેલી નક, ભવનપતિ, વાણવ્યંતરમાં ઉત્પન્ન થયેલ અસંજ્ઞી પંચેન્દ્રિય જીવ જ્યાં સુધી મન પર્યાપ્તિ ન બાંધે ત્યાં સુધી તે અસંજ્ઞી કહેવાય છે. આ બાબત ભગવતી શ. ૬, ઉ. ૪, શ. ૧૮, ઉ ૧ તથા પ્રજ્ઞાપના ૫૮ ૨૮ વિગેરેથી સ્પષ્ટ છે. મન:પર્યાપ્તિ બંધાતા પહેલા તે જીવ અસંજ્ઞી પંચેન્દ્રિયને અપર્યાપ્ત ગણાય છે. જે સંસી જીવ ઉત્પન્ન થાય છે, તે પહેલાં અપર્યાપ્ત ત્યારબાદ સંસીને પર્યાપ્ત કહેવાય છે. આ પ્રમાણે ત્રણ ભેદ કરવા સર્વથા ઉચિત છે. દેવમાં ઉત્પન્ન થયેલ અસંજ્ઞી જીવમાં નપુંસક વેદ અલપકાલિન તેમજ ઉદયરૂપે હેવાથી તેને નગણ્ય કરીને દેવગતિમાં બે વેદ જ માનવામાં આવ્યા છે.
પ્રશ્ન ૨૦૬૨-પ્રત્યેક તથા સાધારણ એ બને વનસ્પતિ સુક્ષ્મ હેય છે કે નહિ ?
ઉત્તર-સુમ વનસ્પતિકાયમાં પ્રત્યેક શરીરી જીવ લેતા નથી, પરંતુ સાધારણ છે. જ હોય છે.
પ્રશ્ન ૨૦૬૩-ધર્માસ્તિકાયની સ્વપર્યાય કઈ છે?
ઉત્તર-ધર્માસ્તિકાયમાં અનંત જીવ તથા પુદ્ગલેને ગતિ કરવામાં નિરંતર સહાયતા દેવાને જે ગુણ છે તેને ધર્માસ્તિકાયની સ્વપર્યાય કહે છે. અથવા અગુરૂ લઘુરૂપ શક્તિ એ પણ સ્વપર્યાય છે.
પ્રશ્ન ર૦૬૪-એક જીવની અપેક્ષાએ મતિજ્ઞાનની અનંતપર્યાય કેવી રીતે હોઈ શકે છે? સ્વપ્નના પુદ્ગલ ક્યા પ્રકારના હોય છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org