________________
*
*
*
—
—
———
—
—
—
ભાગ ત્રીજો
૧૮૧ પ્રશ્ન ૨૦૫૮-વરસીતપનું પારણું અક્ષય તૃતીયાએ (વૈશાખ સુદ-૩) કરવા માટે કર્યો આધાર છે?
ઉત્તર-પ્રથમ તિર્થંકર ભગવાન રાષભદેવજીનું વર્ણન જબુદ્વિપ પ્રજ્ઞપ્તિ સૂત્રના બીજા વૃક્ષસ્કારમાં આ પ્રમાણે છે. જે તે વિભા પઢને મારે પઢને પજવે વિતદુસ્તે तस्स ण चितबहुलस्स । णवमीपक्खेणं दिवसस्स पच्छिमे भागे....मुंडे भवित्त। अगाराओ अणगारियं पव्वईए । - ગ્રીષ્મ ઋતુના પ્રથમ માસના પ્રથમ પક્ષની નવમી અર્થાત્ ફાગણ વદ ૯ના રોજ ભગવાન રાષભદેવે દીક્ષા અંગીકાર કરી હતી.
ભગવાનના પારણાનું વર્ણન શ્રી સમવાયાંગ સૂત્રના પાછળના સમવામાં આ પ્રમાણે છે.
संवच्छरेण भिक्खा लद्धा, उसमेण लोहनाहेण ।
सेसेहि बीयदिवसे लद्धाओ पढम भिक्खाओ॥ ભગવાન ઋષભદેવનું પારણું બાર મહિના પછી થયું. આ વાત નિર્વિવાદ રૂપે બધા મતે સ્વીકારે છે. જે પારણું અક્ષયતૃતીયાએ થયાનું માનીએ તે તેર મહિના ને નવ દિવસ થઈ જાય છે. પારણું બાર મહિના પછી માનવું એ એટલા માટે પણ યુક્તિ સંગત છે કે બાર મહિનાથી વધારે ઉત્કૃષ્ટ તપ કોઈ પણ તિર્થંકરના સમયમાં હેત નથી. ચિવશમા તિર્થંકરના શાસનકાળમાં ઉત્કૃષ્ટ તપ છ માસને જ છે. (જુઓ વ્યવહાર સૂત્ર ઉદેશક-૧)
વૈશાખ સુદ ૩ ના પારણુની પરંપરા કેમ ચાલી એ જાણવામાં નથી. તેમજ એ દિવસને માટે કઈ આમિક પ્રમાણ પણ નથી. બની શકે છે કે દેરાવાસી બંધુઓની દેખાદેખીથી આ પરંપરા ચાલી આવતી હોય. તત્વ કેવળી ગય છે.
પ્રશ્ન ૨૦૫૯-લવણ સમુદ્ર સિવાય બીજા સમુદ્રોની ઉંડાઈ, પ્રમાણઅંગુલથી એક હજાર જે જનની છે, તે લવણું સમુદ્રની ઊંડાઈ કેટલી છે? તથા કયા અંગુલ પ્રમાણુથી છે?
ઉત્તર--બીજા સમુદ્રની ઉંડાઈ કિનારાથી લઈને બધી જગ્યાએ કુવાની જેમ સમાનરૂપે એક હજાર એજનની છે. લવણું સમુદ્રનું માપ પણ પ્રમાણ અંગુલથી છે. લવણ સમુદ્ર બધી જગ્યાએ એક સરખે ઉંડે નથી. તળાવના ઘાટની માફક ધીરે ધીરે ઉંડાઈ વધી છે. જંબુદ્વિપ અથવા ઘાતકીખંડના કિનારાથી ૯૫ અંગૂલ જતાં એક અંગુલ ઉંડો હોય છે. યાવત્ ૫ ગાઉ જવાથી એક ગાઉની ઉંડાઈ વધે છે. એ જ પ્રમાણે ૫ હજાર જન જવાથી એક હજાર જન ઉંડાઈ છે. બે લાખમાંથી વચ્ચેની દસ હજારની સમભૂમિમાં ૧૦૦૦ એજન ઉડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org