________________
૧૭
સમર્થ-સમાધાન ઉત્તર-એ એકાંત નિયમ નથી કે નિદાન (નિયાણું) મિથ્યાત્વમાં જ હેય. સમક્તિમાં પણ નિયાણું કરવામાં આવે છે.
પ્રશ્ન ૨૦૨૫-શું, નિસરૂચિ પૂર્વભવમાં ગુરૂગમથી થાય છે કે આ આપ બોધ પામેલાને જ થાય છે? બીજાઓને શું નથી થતી? અને જે થાય છે તે “સમુચાશબ્દની સાર્થકતા શી છે?
ઉત્તર–જેને આ ભવમાં ગુરૂ વિગેરેના ઉપદેશ વગર સ્વતઃ જાતિ મરણ વિગેરે દ્વારા જીવાદિ પદાર્થોને બોધ થયો હોય તેને નિસર્ગરૂચિ કહે છે. પહેલા ભવમાં ગુરૂથી બોધ પામ એ એકાંત જરૂરી નથી.
પ્રશ્ન ૨૦૨૬-એક જીવને એક સમયમાં એક જ ઉપગ હોય છે, છતાં તે એક સાથે ૨૦ પરિષહનું વેદન કેવી રીતે કરી શકે છે?
ઉત્તર-જેવી રીતે એક જીવ એક સમયમાં આઠેય કર્મોનું વેદન કરે છે, એવી જ રીતે પરિષહોને માટે પણ સમજવું. પરંતુ યુગપદ અનેક ઉપગ હેતાં નથી.
પ્રશ્ન ૨૦૨૭–દસ પ્રકારની સમાચારીનો ક્રમ ઉત્તરાધ્યયનમાં “શાક્ષિાથી લીધો છે, જ્યારે ભગવતીમાં ઈચ્છામિચ્છાથી લીધો છે? ઉત્તરામાં “અભ્યસ્થાન નવમી સમાચારી છે. જ્યારે ભગવતીમાં છંદના અને નિમંત્રણને અલગ અલગ ગણુને અભ્યસ્થાનને સવથા લીધું નથી, તે આ બંનેનું અંતર સ્પષ્ટ રીતે સમજાવશે ?
ઉત્તર-અનુગ દ્વાર સૂત્રમાં પૂર્વાનુપૂવથી સમાચારને ક્રમ ઈચ્છા મિચ્છા સહકારથી બતાવ્યો છે. એ જ કમથી ભગવતી તેમ જ સ્થાનાંગસૂત્રમાં બતાવ્યું છે. સમાચારીને આ જ પૂર્વાનુપૂવ ક્રમ છે. તે અનુગદ્વાર સૂત્રથી સ્પષ્ટ છે. ઉપસંપદાથી ઇચ્છાકાર સુધી ઉલટું ગણવું, એ પશ્ચાનુપૂવી કમ છે. અને અનાનુપૂવીમાં સમાચારીના ૩૭,૨૮,૯૮ ભાંગા બને છે. ઉત્તરાધ્યયનમાં અનાનુપૂવીના કેઈ એક ભાંગાથી વર્ણન છે.
પ્રશ્ન ૨૦૨૮-શુ, સંયમ સ્થાનમાં ક્યાયને ક્ષયોપશમ થ ઈદ છે? ચારિત્રના પર્યવ આત્યંતર ભેદની અપેક્ષાએ છે કે બાહ્યભેદની અપેક્ષાએ છે?
ઉત્તર-સંયમના સ્થાનમાં કષાયને ક્ષયે પશમ થવે ઈષ્ટ છે. કષાયના પશમની વિચિત્રતાને કારણે જ અનેક સંયમના સ્થાને બને છે. જે કષાયને ક્ષય અથવા ઉપશમ થઈ જાય તે એક સ્થાન બને છે. ચારિત્રના પર્યવ કિયાના બાહ્ય ભેદની અપેક્ષાએ નથી. બલકે અંતરંગ વિશુદ્ધિના અંશને સયમ પર્યવ કહે છે. ચારિત્રિક વિશુદ્ધિને કારણે પ્રગટ થયેલ સૂક્ષમતમ અંશને પર્યવ કહે છે. જે કેવળ જ્ઞાનીઓ દ્વારા પણ અવિભાજ્ય હોય છે. બધા સંયમ સ્થાનમાં પર્યવ એક સરખા હેતાં નથી, પણ કમ સે કમ અનંત તે હોય જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org