________________
સમર્થ-સમાધાન ઉત્તર–કેટલાયે અસંસી સમાં વિષ હોય છે અને તે સંસી સની અપેક્ષાએ ઓછું હેવાને સંભવ છે.
પ્રશ્ન ર૦૧૨-જીવનું કંપન હોય ત્યાં સુધી તેનો મોક્ષ થતું નથી, તે જેઓ સમુદ્ર વિગેરેથી સિદ્ધ થાય છે તો તેમના શરીર પાણીના પ્રવાહમાં હાલતા ચાલતા હશે?
ઉત્તર-કોઈપણ જીવને મેક્ષ સયોગી અવસ્થા (૧૩માં ગુણસ્થાન સુધી)માં નથી થતે. જીવનું કંપન સ્વ પ્રગથી સગી અવસ્થામાં જ થાય છે તેથી જ્યાં સુધી કંપની હોય ત્યાં સુધી મોક્ષ થતું નથી. નદી, રમશાન વિગેરેમાં અગી અવસ્થામાં જે કંપની થાય છે તે પર પ્રયોગથી થવાને કારણે સાચું કંપન કહેવાતું નથી અને જેગોનો નિષેધ થઈ જવાથી ચૌદમાં ગુણસ્થાનમાં સ્વ કંપન થતું નથી.
પ્રશ્ન ૨૦૧૩-પાંચમા આરાના અંત સુધી બે સાધુ તથા બે શ્રાવક હશે એ ઉલ્લેખ કયાં છે?
ઉત્તર-ભગવતી શ.૨૦ ઉ.૮ શતક ૨૫ ઉ. ૭માં પાંચમા આરાના છેડા સુધી ભારતમાં સાધુ, સાવી હેવાને ઉલ્લેખ છે. પરંતુ કેટલી સંખ્યામાં તે ૨૫માં શતકની ટીકામાં બતાવ્યું છે.
પ્રશ્ન ૨૦૧૪-સાતમી નરકને ઉત્કૃષ્ટ આયુષ્યને બંધ ઉત્કૃષ્ટ હલકા પરિણુથી થાય છે. પ્રજ્ઞાપના પદ-૨૩ ના આ કથનથી પૂછવાનું એ છે કે સમકિતથી પડેલે જીવ જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ કરે છે ત્યારે તે, મેહનીય વિગેરે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિને બંધ કરે છે કે નહિ?
ઉત્તર- સમક્તિથી પડેલે જીવ સાતમી નરકનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાંધતી વખતે હલકા પરિણામવાળો હોય છે. પરંતુ મોહનીય વિગેરે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ કરતે નથી, કારણ કે સાંભળવામાં એવું આવ્યું છે કે એકવાર સમ્યગદષ્ટિ થતાં પાછો મિથ્યાત્વમાં પણ ચાલ્યા જાય તે પણ તે જવ અંતઃક્રોડાકોડી સાગરોપમથી (એકથી ઓછું) વધારે કર્મને બંધ કરતે નથી.
પ્રશ્ન ૨૦૧૫-નિશીથ સૂત્રના બીજા ઉદેશામાં લઘુ મૃષાવાદનો માસિક ઉદ્દઘાનિક દંડ બતાવ્યો છે. જે સાધુ-સાધ્વી કપડુ શીવવા માટે સેય માંગીને લાવે, જે તેઓ પાત્ર સાધવા વિગેરેનું કામ કરે તે તેને નિશીથના પ્રથમ ઉદેશામાં માસિક અને ઉદ્દઘાતિક દંડને પાત્ર કેમ બતાવ્યા છે? કે જ્યારે તે દેશ પણ લઘુ મૃષાવાદ જ દષ્ટિગેચર થાય છે?
ઉત્તર-નિશીથ ઉરમાં જે ઉદ્ઘાતિક માસિક પ્રાયશ્ચિત બતાવ્યું છે તે માત્ર અનાગ (ઉપગ ન રહેવાથી) તેમજ સહસાકાર (જલદી) સાથે સંબંધિત છે. કપડા સીવવાનું કહીને લાવવામાં આવેલી સોયનો, જે પાતરા વગેરેને ટાંકા લગાવવામાં ઉપયોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org