________________
ભાગ ત્રીજો
૧૬૮ કરે તે તે સેય તુટી જાય, વળી જાય અથવા તેનું નાકું તુટી જાય વિગેરે નુકશાનની આશંકા રહે છે. તેથી આ દષ્ટિને ધ્યાનમાં રાખતા પ્રથમ ઉદેશકમાં અન ઉદ્ઘાતિક પ્રાયશ્ચિત આપવામાં આવ્યું છે. બીજી વાત એ છે કે બીજા ઉદેશામાં વર્ણવેલ લઘુ મૃષાવાદ તે સાધુસમુદાય સુધી જ સીમિત રહે છે. છતાંય પ્રથમ ઉદેશક મુજબ સેય વિગેરેનો ગૃહસ્થ સાથે પણ સંબંધ છે. ધર્મની અવહેલના તે થાય છે જ, સાથે સાથે સાધુ સાધવીને સોય વિગેરે મેળવવામાં મુશ્કેલી પણ હોય છે, તેથી મુનિ ગૃહસ્થને ત્યાંથી કઈ પણ વસ્તુ લાવે તે તે વસ્તુને એજ કાર્યમાં ઉપયોગ કરવાને વિવેક રાખે.
પ્રશ્ન ૨૦૧૬-શાતર પિંડ ગ્રહણ કરવામાં છે દેશ છે તથા અવિધિથી યાચેલ અથવા અનર્થ (નિપૂજન) સેય વિગેરે ગ્રહણ કરવામાં વધારે દેષ છે એમ બતાવવાનું શું કારણ છે ?
ઉત્તર–ભગવાને શય્યાતરપિંડx ગ્રહણ કરવાને નિષેધ, દુર્લભ શય્યાદિ કારણોથી કર્યો છે, તથા તેમાં આધાકર્મ, અવિધિ વિગેરે દોષ ન હોવાને કારણે તેનું લઘુ માસિક પ્રાયશ્ચિત બતાવ્યું છે. જે શય્યાતર પિંડમાં પણ વધારે દોષ લગાડે તે બૃહદ ક૫ ઉ. ૨ સૂત્ર-૧૬ પ્રમાણે “સે તુળો વીરૂમના બાવક રૂ પિટ્ટા મgઘારૂયં” અનઉઘાતિક ચાતુર્માસિક પ્રાયશ્ચિત પણ બતાવ્યું છે.
ગૃહસ્થના હાથને બળાત્કારે ખેંચીને સેય વિગેરે લેવા રૂપ અવિધિ-ગ્રહણમાં ગૃહસ્થની સાથે સંપર્ક વધે છે. તથા તે ગૃહસ્થની ઈચ્છા ઓછી હોવાથી અથવા નહિ હોવા છતાં પણ તેની પાસેથી લીધેલી સેયને માટે તેઓ મનાઈ કરતાં નથી, તેથી તેને દુઃખ થાય છે. તથા સાધુઓ પર પ્રતીતિ ઓછી થાય છે અથવા સાધુઓને પ્રભાવ ઓછું થાય છે.
નિષ્ણજન (અનર્થ) સેય લેવાથી તે એવાઈ જવાને ભય રહે છે તથા સાધુને કઈ બીજી વસ્તુની શોધ કરવાની હોય તથા તે સોયને બહાને શોધે એથી પણું કર્યું?
* શય્યાતર પિંડને દશવૈકાલિક અ. ૩ માં અનાચાર બતાવ્યા છે. . શ્રી અમુલખઋષિજી મ. સા. અનુવાદિત બૃહક૫ પૃ. ૨૫ ઉપર શય્યાતર પિંડના નરના દેષ છે.
આહાર આપનારા તો ઘણું છે, પરંતુ શૈયા આપનાર બહુ થોડા હોય છે. તથા શય્યાતરના ઘરનો આહાર લે તે મકાન મળવું જ મુશ્કેલ થઈ જાય. અન્ય સ્થાનેથી વસ્તુઓ લાવતાં ત્યાંથી જ લેવાથી પ્રમાદ વધે છે કે સમજે કે તેઓ તેના ઘરે ઉતર્યા છે તેથી તેઓ જ આહારની વ્યવસ્થા કરશે.” વારંવાર એક જ ધરે જવાથી લોકોને શંકા રહે છે કે આ સાધુ આ ઘરમાં વારંવાર કેમ જાય છે? પૂ. શ્રી ઘાસીલાલજી મ. સા. પણ બૃહક૯૫ “ ભાષ્ય અવયુરી”ના પૃષ્ઠ ૪૭-૪૮ પર શય્યાતર પિંડનો શાસ્ત્રમાં સર્વથા નિષેધ બતાવ્યો છે. તથા શય્યાતરપિંડ ગ્રહણ કરનારને લૌકિક તથા લેકોત્તરલેકમર્યાદા તથા જિન મર્યાદાનું ઉલ્લંઘન કરનાર બતાવ્યા છે. સુ.સ -૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org