________________
ભાગ ત્રીજો
૧૫૭
સમાધાન : તેમને ચૌદ પૂર્વમાંથી કેટલું જ્ઞાન વિસ્તૃત થઈ ગયું. હુશે અથવા કાંઈક ઓછું ભણ્યા હશે. તેમને ચૌદ પૂર્વીનું સંપૂર્ણ જ્ઞાન નહિં હોવાના સંભવ છે.
(૨) પહેલું ઉદાહરણુ અપરિપૂર્ણ ચૌદ પૂર્વી નું હતુ. હવે જ્ઞાતા ધ કથાંગ અ. ૧૪ નું તેતલી પુત્રનું ઉદાહરણ મેાજુદ છે. પાટ્ટિલ દેવ વડે પ્રતિધ પામતા તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેમણે વિચાર કર્યાં–હું મહાવિદેહ ક્ષેત્રની પુષ્કલાવતી વિજયની પુ ડિરકીણી રાજધાનીમાં મહાપદ્મ નામના રાજા હતા. એક સ્થિવર મુનિની પાસે દિક્ષા લઈને યાવત્ ચૌદ પૂર્વાનુ અધ્યયન કરી મહાશુક્ર કલ્પ નામના સાતમા દેવલેાકમાં જન્મ લીધા. ત્યારબાદ સ્વયં દીક્ષિત થવાથી તથા વિચારણા કરવાથી તેમને ચૌદપૂર્યાં સ્મૃતિમાં આવી ગયા.
પ્રભવ, શય્ય ભવ વિગેરે પૂર્વાચાર્યાં પણ ચૌદ પૂર્ણાંધારીએ હતા તથા તેઓ સ્વર્ગમાં
ગયા છે.
પ્રશ્ન ૧૯૬૪-તારાઓની વચમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર બતાવ્યું છે, તે તે અંતર આગળ પાછળની અપેક્ષાએ સમજવુ` કે ડાબી જમણી અને બાજુ સમવું? જો એમ છેતે ફ્રૂટ વિગેરે વ્યાઘાતિક સ્થાનેા પર તારાઓ એક બીજાથી દૂર કેમ હડી જાય છે ?
ઉત્તર-તારાનુ વ્યાઘાત વગર જે જઘન્ય ઉત્કૃષ્ટ અંતર બતાવ્યું છે તે માત્ર તારાના રસ્તામાં જ નહિ સમજતાં બધી બાજુ સમજવુ જોઇએ તથા જ્યાં જ્યાં ફૂટાદિ (શિખર) વ્યાઘાત (નડતર) છે ત્યાં તેટલું માંડલાના આકારે આકાશ તારાઓથી ર્હુિત હાવાનુ સંભવિત છે. તે તારા વગરનું આકાશ જ્યાઘાતિમ કહેવાય છે અને ત્યાં તારાઓનું અંતર ( ભલે વચમાં કચાંય પણ શિખર ન આવતા તેનું માંડલાકારે આકાશ હાવાથી ) વ્યાઘાતિમ કહેવાય છે.
પ્રશ્ન ૧૯૬૫-ઉત્તર વૈક્રિયથી જે લાખ યેાજનનુ` રૂપ બતાવવામાં આવે છે તે ઉત્સેધાંગુલ અપેક્ષાથી છે કે પ્રમાણાંગુલની અપેક્ષાથી છે ? જે ઉત્સેધાગુલથી માનીએ તે પ્રમાણાંગુલની અપેક્ષાએ તા ૧૦૦ ચાજન જ થાય છે એટલા શરીરથી જ શુ, અસુરકુમારના ઈન્દ્ર ચમરેન્દ્ર એટલે બધા ઉત્પાત કર્યાં હતા?
ઉત્તર-ચમરેન્દ્રની ઉત્તર વૈક્રિયની અવગાહના પણ ઉત્સેઘાંગુલથી સમજવી. શક્તિવિશેષને કારણે ઉત્સેધાંગુલના શરીરથી જ સ કાર્યો થઈ શકે છે.
પ્રશ્ન ૧૯૬૬-શું, ક્ષાયક સમ્યક્ત્વ કેવળી અથવા શ્રુતકેવળીના પાદમૂલ સિવાય બીજે કયાંય હોઈ શકતું નથી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org