________________
૧પ૬
સમર્થ-સમાધાન વિગેરે કરે તે કમેને ઉપચારથી પ્રાણાતિપાત વિગેરે કહે છે. જો કે કર્મ ચતુ પશી રૂપી છે. તેથી તેને પણ રૂપી બતાવેલ છે. તે તે કર્મ પુદ્ગલના ઉદયથી જ તે પાપ કરવામાં આવે છે. એટલા માટે ક્રોધાદિના પરિણામોને અરૂપી નથી કહ્યાં.
પ્રશ્ન ૧૯૬૧-છ૩ ગુણસ્થાનક કરતાં પાંચમાં ગુણસ્થાનકના અધ્યવસાય નીચા જ હોય છે કે ઉચા પણ હેઈ શકે છે? કામદેવ વિગેરેને દૈવિક ઉપસર્ગોને સહન કરતી વખતે જે અધ્યવસાય હતા તેથી મૂળ ગુણમાં દોષ લગાડતાં તે અથવસાય ઉચા હોય એમ કેમ સમજવું ? જે નીચા સમજીએ તો શું, છઠ્ઠા ગુણસ્થાનકવાળાના અધ્યવસાય ઊંચા છે?
ઉત્તર–છઠ્ઠા ગુણસ્થાનમાં પૂર્વ સંગ્રહિત સંયમ પર્યવ વિશેષ તેમજ વિશુદ્ધ હોય છે. આવી સ્થિતિમાં જે તેઓ મૂળગુણના પ્રતિસેવી બની જાય તે તેમના સંયમપર્યવ પાંચમા ગુણસ્થાનવાળા કરતાં વિશુદ્ધ હોય છે. હા. જે બંને અવસ્થામાં મૃત્યુ થઈ જાય તે પાંચમા ગુણસ્થાનવાળા આરાધક ગણાશે, છઠ્ઠા ગુણસ્થાનકવાળા નહિ.
પ્રશ્ન ૧૯૬ર-જયાં સુધી અકર્કશ–વેદનીયને બંધ ન થાય ત્યાં સુધી શુ, કર્કશ વેદનીયને બંધ ધ્રુવ, નિશ્ચિત જ રહે છે? તથા અકર્કશ વેદનીય કર્મનાં ઉદય, ઉદીરણું તથા સત્તા કયા ગુણસ્થાનકમાં હેવાને સંભવ છે?
ઉત્તર-અઢારે પાપોને સંપૂર્ણ ત્યાગ કરવાથી અકર્કશ–વેદનીયને બંધ થાય છે. જ્યાં સુધી અકર્કશ વેદનીયના બંધને પ્રારંભ ન થાય ત્યાં સુધી જીવ શાતા--અશાતારૂપ બંનેમાંથી કઈ પ્રકૃતિ બાંધતા રહે છે. અનારંભી જીવને જે બંધ થાય છે તે અકર્કશ વેદનીયને જ છે. વિશિષ્ટ પ્રકારની સાત વેદનીય છે. અ ને તેને બંધ થતો નથી. અકર્કશ વેદનીયનો ઉદય ચોથાથી ચૌદમા ગુણસ્થાન સુધી, ઉદીરણ ચેથાથી છઠ્ઠા ગુણસ્થાન સુધી અને સત્તા પહેલાથી ચૌદમા ગુણસ્થાન સુધી હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
પ્રશ્ન ૧૯૯ર-શું, ચૌદ પૂર્વધરે મેક્ષમાં ન જતાં દેવલોકમાં પણ જાય છે ખરા?
ઉત્તર-દષ્ટિવાદની પરાકાષ્ટાવાળા તે એજ ભવમાં મોક્ષે જાય છે એવી ધારણા છે. છતાં ભિન્ન અથવા અભિન્ન ચૌદ પૂર્વધર દેવલોકમાં પણ જાય છે. તેને માટે આગમિક પ્રમાણે નીચે પ્રમાણે છે.
(૧) ભગવતી સૂ. શ.૧૧ ઉ.૧૧ માં મહાબલ ચરિત્રમાં મહાબલકુમારનું વિસ્તૃત વર્ણન છે. તેઓ ધર્મ શેષ નામના અણુગારની પાસે પ્રવર્જિત થઈને સામાયિક આદિ ચૌદપૂર્વેનું અધ્યયન કરીને તથા બાર વર્ષની શ્રમણુપર્યાય પાળીને પાંચમાં બ્રહ્મ દેવલોકમાં ઉત્પન્ન થયા.
શક : ચૌદ પૂર્વધન જઘન્ય ઉપપાત છઠ્ઠા દેવલેકમાં હોય છે, છતાં મહાબલ પાંચમા દેવલેકમાં કેમ ઉત્પન્ન થયા ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org