________________
ભાગ ત્રીજો
૧પપ ઉત્તર-આનપની વિગેરે આઠેય વ્યંતરના સ્થાન પણ પ્રજ્ઞાપના સૂત્રના હિસાબથી રત્નકાંડના હજાર એજનના ક્ષેત્રમાં ઉપર તથા નીચે ૧૦૦-૧૦૦ જન છેડીને મધ્યના આઠ જનમાં સમજવા તથા પિશાચ વિગેરેના ઈન્દ્રોથી તેમના ઈન્દ્રો જુદા જુદા બતાવ્યા છે. તેથી તેઓને ભેગા મળેલા ન સમજતાં અલગ અલગ બતાવેલ છે.
પ્રશ્ન ૧૯૫૭-કઈ પણ જીવ મનુષ્ય અથવા તિર્યંચમાંથી નીકળીને નરકમાં જાય પછી ફરીથી મનુષ્ય અથવા તિર્યંચ બને, પાછો નરકમાં જાય, આ રીતે તે નરકના ભાવ વધારેમાં વધારે કેટલીવાર કરે છે? એવી જ રીતે કઈ જીવ નરકની જગ્યા પર દેવના ભવ કરે તે વધારેમાં વધારે કેટલીવાર કરી શકે છે?
ઉત્તર-શા (પ્રજ્ઞાપનાનું કાર્ય સ્થિતિ પદ વિગેરે)માં પંચેન્દ્રિય તેમજ સંજ્ઞીની કાયથિતિ તે જોવામાં આવે છે, પરંતુ તમારા પ્રશ્ન મુજબ ત્રિરંગી ભાંગની કાયરિથતિ જેવામાં આવી નથી. તેથી તેઓના ભવોની ઉત્કૃષ્ટ સંખ્યા કેવી રીતે બતાવી શકાય?
પ્રશ્ન ૧૯૫૮-શું, લોકાંતિક દેવેના અધિપતિ સમ્યગદષ્ટિ અને એકાવતારી જ હોય છે?
ઉત્તર-એમ માનવું સ્થાનાંગ ૩ની ટીકાને આધારે છે.
પ્રશ્ન ૧૯૫૯-ભાવ મન રૂપી છે કે અરૂપી ? જે આપણે ભાવ મનને રૂપી માનીએ તે તેને જ્ઞાનરૂપ માનવું ચગ્ય છે કે જડરૂપ માનવું ચગ્ય છે? જે જ્ઞાનરૂપ છે તે તે રૂપી કેવી રીતે ? જે તેને જડરૂપે માને તે દ્રવ્ય મન કરતાં તેની ભિન્નતા કેમ થઈ?
ઉત્તર-મન રૂપી જ છે. અરૂપી નહિ. ભગવતી શ ૧૩ ઉ. ૭ તેમજ શ. ૧૨ ઉ. પમાં મનને રૂપી બતાવ્યું છે. શ. ૧૨ ઉ૫માં તે મનના પાંચવર્ણ, બે ગંધ, પાંચ રસ તથા ચાર સ્પર્શ બતાવેલ છે. છદ્મના ચિંતનરૂપ મનને ભાવમન કહે છે. તથા મનથી પૂછેલા પ્રશ્નોના ઉત્તર કેવળી ભગવંતે જે મનથી આપે છે તે દ્રવ્ય મન છે.
પ્રશ્ન ૧૯૬૦-ભગવતી શ. ૧૨ ઉ. ૫ માં ૧૮ પાપને ચાર સ્પર્શવાળા કઈ અપેક્ષાએ કહ્યાં છે? શું તેમાં એવી અપેક્ષાઓ રહી છે કે (૧) જે કર્મોના ઉદયથી પાપ થાય છે તેની અપેક્ષાએ (૨) પાપ કરવાથી જે કર્મોને બંધ થાય છે તેની અપેક્ષાએ અથવા (૩) આના કરતાં અલગ એવી કઈ અપેક્ષા છે? જેમકે આત્મ પરિણામ રૂપ લેશ્યા અરૂપી છે, તેવી જ રીતે ભાવિક આત્મ પરિણામરૂપી ક્રોધ વિગેરેને અરૂપી કેમ ન કહી શકાય?
ઉત્તર-પ્રશ્નકથિત પ્રારંભની અને અપેક્ષાઓ આ સંબંધમાં બરાબર છે. કારણકે પ્રાણાતિપાત વગેરેથી જે કર્મોને બંધ થાય અથવા જે કમેના ઉદયથી જીવ પ્રાણાતિપાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org