________________
સમ–માધાન ગુજરાતી ટીકાનુવાદ પ. ૧૩૪૫ માં એકેન્દ્રિયોને મિથ્યાદર્શન શલ્યથી વિરક્ત કેમ કહ્યાં છે ?
ઉત્તર-પ્રજ્ઞાપના પદ ૨૨માં એકેદ્રિને મિથ્યા દર્શન શલ્યથી વિરક્ત કહ્યાં નથી. કારણ કે પાછલા ભાંગા તથા આલાપકને જેવાથી તેનું સમાધાન થઈ જાય છે. ' - પ્રશ્ન ૧૯૪૪-જેને પૂર્વભવમાં જ્ઞાનરૂચિ તે હેય છે પણ ક્રિયારૂચિ હેતી નથી તેને આગળના મનુષ્યભવમાં પણ ક્રિયારૂચિ નથી થતી, એ
: ઉત્તર-એવું એકાંતરૂપે તે કહી શકાય નહિ. પરંતુ સામાન્ય રીતે જેને પૂર્વ ભવમાં ક્રિયારૂચિ હતી નથી તેને આ ભવમાં પણ મંદ હેવાની સંભાવના છે. . ૩૫ પ્રશ્ન ૧૯૪૫-જીવને પિતાના પાપના અઢારગણું ફળ ભોગવવા પડે છે, આવી માન્યતામાં સત્યને કેટલે અંશ છે?
: ઉત્તર-જેટલું પાપ કરે છે તેનાથી અઢારગણું તેનું ફળ ભોગવવું પડે છે. આ બાબત સાંભળવામાં આવી નથી. તથા સંભાવના પણ ઓછી જ છે. કારણકે તેનાથી વધારે અથવા ઓછું બન્ને પ્રકારે ફળ ભેગવવું પડે છે.
આ પ્રશ્ન ૧૯૪૬ શ્રાવકને સંવત્સરીની બત્રીસ, ચૌમાસીની સેળ, પાખીની પાંચ સામાયિક, પ્રતિકમણના પચ્ચખાણ પછી આપવામાં આવે છે, એવી
જ રીતે દેવસી પ્રાયશ્ચિત રૂપે શ્રાવકને પ્રાયશ્ચિત આપવું જોઈએ શું? ૧. * ઉત્તર-શ્રાવકને નિયમિતરૂપે દૈનિક પ્રાયશ્ચિત આપવાની પ્રથા જોવામાં આવી નથી.
પ્રશ્ન ૧૯૪૭-બે છએ કેઈ સામાન્ય પ્રાયશ્ચિતના સ્થાનનું સેવન કર્યું, અને લજજા, ભય અથવા કોઈ પણ કારણથી સમજો કે આલોચના કરી શકયા નહિ. પણ એક વ્યક્તિએ ગુરૂદેવને કહ્યું-આ દેશ કેઈનાથી થઈ ગયો છે તેણે મને પવથી પૂછાવ્યું છે કે તેનું પ્રાયશ્ચિત કેટલું આવશે? આપ શ્રી ફરમાવે તે હું તેને લખી મોકલું. ગુરૂએ પ્રાયશ્ચિત લખાવ્યું તથા બનેએ તેને ગ્રહણ કર્યું. આ જીવ આરાધક હોય છે કે નહિ? - ઉત્તર-આવી સ્થિતિમાં આરાધક હોઈ શકે નહિ,
પ્રશ્ન ૧૯૪૮-અપર્યાપ્ત અવસ્થામાં ચક્ષુદર્શનનો કેઈ આચાર્ય નિષેધ કરે છે. ઇન્દ્રિય પર્યાતિ બંધાયા પછી પર્યાપ્ત અવસ્થા પહેલાં ચક્ષુદર્શન હેય તે શી હરકત છે? પ્રશ્ન એ છે કે જ્યારે અપર્યાપ્ત અવસ્થામાં થતજ્ઞાન થઈ શકે છે કે જે જ્ઞાન વિશિષ્ટ છે, છતાં સામાન્ય ચક્ષુદર્શનની બાબતમાં શી હરકત છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org