________________
સમર્થ-સમાધાન પ્રશ્ન ૧૦૪-શ્રી કૃણુ, અભયકુમાર વિગેરેના અડ્ડમ તપને કઈ નિર્જરાને હેતુ કહ્યો છે?
ઉત્તર–જો કે કૃષ્ણ, અભયકુમાર વિગેરેએ દેવની સાધના માટે અઠ્ઠમની આરાધના કરી, તેથી તે અકામ નિર્જરા થવા સંભવિત છે. દશવૈકાલિક અ. ૯ ઉ. ૪માં ચાર પ્રકારની તપ સમાધિ બતાવવામાં આવી છે.
" च उनिहा खलु तवसमाही भवइ, तंजहा--नो इहलोग टूठयाए तवमहिट्ठिज्जा २ नो परलोगट्ठयाऐ तवमहिहिज्जा ३ नो कित्तिवण्णसहसिलोगट्टयाए तवमहिद्विज्जा ४ नन्नत्थ णिज्जरट्ठयाए तवमहिहिाजा ।
અર્થ–આલેક, પરલેકના સુખને માટે અથવા કીર્તિ, વર્ણ, શબ્દ, પ્રશંસા વિગેરેને માટે તપશ્ચર્યા ન કરે, માત્ર કમેની નિર્જરા સિવાય અન્ય કોઈ પણ કાર્યને માટે તપસ્યા ન કરે.
પ્રશ્ન ૧૯૭પ-દસ પ્રકારના પ્રાયશ્ચિતેમાં શ્રાવકને કેટલા પ્રાયશ્ચિત સુધી આવે છે?
ઉત્તર-મુત્ય પર્વમ્ જેવા પ્રાયશ્ચિત સિવાય આઠ પ્રાયશ્ચિત સુધી આવવાની સંભાવના રહે છે.
પ્રશ્ન ૧૯૭૬-કેવાય કુશીલનું ઉત્કૃષ્ટ કાળમાન પૂર્વકોડમાં દેશે ઉણું બતાવ્યું છે, તે શું, તેમને આટલી લાંબી સ્થિતિમાં પણ માનસિક અતિચાર નથી લાગતા? અથવા માનસિક અતિચારેને નગણ્ય ગણીને ગણવામાં આવ્યા નથી?
ઉત્તર-ધ્યાનમાં એવું આવ્યું છે કે કષાયકુશીલપણુમાં અતિચારોની સંભાવના નથી, તેથી માનસિક અતિચારે પણ લાગતા નથી.
પ્રશ્ન ૧૯૭–જે કઈ વ્રતધારીથી અસંસી કે સંજ્ઞી પંચેન્દ્રિય જીવની ઘાત થઈ જાય તો ક્યું પ્રાયશ્ચિત આવે છે?
ઉત્તર-સામાન્ય પ્રકારે કોઈ શ્રાવકથી અસંજ્ઞી પંચેન્દ્રિયનું મૃત્યુ થઈ જાય તે પાંચ સામાયિકનું પ્રાયશ્ચિત આવે છે અને સંજ્ઞી પંચેન્દ્રિયનું મૃત્યુ થઈ જાય તે પાંચ દયા અથવા પાંચ ઉપવાસ અથવા પાંચ આયંબિલ જે યોગ્ય હોય તે પ્રાયશ્ચિત આવે છે.
પ્રશ્ન ૧૯૩૮-સ્વદાર સંતેષ વ્રત લઈને બીજા નિમિત્ત વગર પોતાના ભાની પ્રબળતાને કારણે નિયમનો ભંગ કરે અથવા પરસ્ત્રી ગમન કરે તે તેનું શું પ્રાયશ્ચિત આવે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org