________________
ભાગ ત્રીજો
પ્રશ્ન ૧૯૨૯–૧ભ્યારે ઔદારિક શરીરી અન્ય છ અગ્નિકાયથી જીવ રહિત થઈ જાય છે તો વાયુકાય અગ્નિની ઉણુતાથી અચિત કેમ થતી નથી? પિંડ નિયુક્તિમાં કહ્યું છે કે આષાઢના દિવસે માં ઉષ્ણતાના કારણે વાયુ અચિત્ત થાય છે?
ઉત્તર-ભગવતી સૂત્ર શ. ૧૯ ઉ. ૩ માં બતાવ્યું છે કે વાયુકાયની અવગાહનાથી તેજસૂકાયની અવગાહના અસંખ્યાતગુણી છે, આથી એ સ્પષ્ટ થાય છે કે તેજસૂકાયથી વાયુ હણાતું નથી. તેથી અગ્નિથી અન્ય અચિતવાયુ સચિતવાયુને હણી શકે છે. દા. ત. પંખાથી ઉત્પન્ન થયેલે અચિતવાયુ આસપાસમાં રહેલા સચિતવાયુની ઘાત કરે છે.
પ્રશ્ન ૧૯૦૦-શું, પૌષધ વગરનો માસખમણ તપ પૌષધથી ઓછો છે?
ઉત્તર-સમકિતી જીવ વિદ્યા સાધવી, દેવને બેલાવો વિગેરે સાંસારિક કારણ વગર જે કર્મ નિર્જરને અથે તપશ્ચર્યા કરે છે, તે મા ખમણ દેશવિરતિથી થાય છે. જેને કારણવશ તે પૌષધ ન કરી શકે તે પણ સામાન્ય નયથી માસખમણનું ફળ વધારે હેવા સંભવ છે.
પ્રશ્ન ૧૯૩૧-જે વરસાદના અભાવે દુખિત મનુબે, પશુઓ તથા પક્ષીઓને જોઈને કેઈ શ્રાવક વરસાદ વરસે એવી ઈચ્છા કરે તથા વરસાદ થયા પછી પ્રસન્ન થાય તો તે અર્થદંડ છે કે અનર્થ દંડ છે?
ઉત્તર- કે આ પ્રકારના ચિંતનને અર્થદંડમાં લઈ શકાય છે. તે પણ તેને આ દયાન તે કહેવું જ પડશે તથા સામાયિક, પૌષધ વિગેરેમાં તે આ પ્રકારનું ચિંતન કરવાનો નિષેધ છે.
-
ક
પ્રશ્ન ૧૯૨-રતિ અને અરતિ એ બને તેવા છતાં પણ તેને એક પાપમાં જ કેમ ગણેલ છે?
ઉત્તર-કઈ પદાર્થ પર એક વિષયની અપેક્ષાએ રતિ છે, તે એ જ વિષયાંતરની અપેક્ષાએ અરતિ કહી શકાય છે એ જ રીતે જેના પર અરતિ છે તેના પર રતિ થઈ જાય છે. તેથી ઉપચારમાં બનેમાં એકપણું કહી શકાય છે.
પ્રશ્ન ૧૯૯૩-શું, ચેથા ગુણસ્થાનવાળા સકામ નિર્જરા કરી શકે છે?
ઉત્તર-થા ગુણસ્થાનમાં સકામ નિર્જરા તથા અકામ નિર્જરા બને હોવાનો સંભવ છે. પંચપરમેષ્ઠિનું સ્મરણ, વંદન, નમસકાર, સમકિતની નિર્મળતા, શ્રુતશક્તિ તેમજ પ્રવચનપ્રભાવના વિગેરે વિગેરે ગુણેના કારણે સકામ નિર્જરા કરી શકે છે, એવી જ રીતે દેહદપતિ, વિઘાસિદ્ધિ વિગેરે સાધનાથે કરવામાં આવતી નિર્જરા એ કામ નિર્જરા હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org