________________
સમથે-સમાધાન ગુણ પર ચિત્તની અત્યંત નિશ્ચલતાના કારણે માત્ર ધ્યાન જ હોય છે કે અનુપ્રેક્ષા પણ હોય છે? . * ઉત્તર-લે કે શુકલ ધ્યાનના બીજા પાયામાં કોઈ એક જ ગુણ પર ચિત્તની અત્યંત નિશ્ચલતાના કારણે ધ્યાન થાય જ છે. તથાપિ તે વિવક્ષિત ગુણને તે વિચાર હોય જ છે. અને વિચાર થતો હોવાથી ત્યાં પણ અનુપ્રેક્ષા સમજવી જોઈએ.
પ્રશ્ન ૧૯૨૬-ધ્યાન તેમજ અનુપ્રેક્ષાને શું સંબંધ છે?
ઉત્તર-ધ્યાન એ અનુપ્રેક્ષાનું કારણ છે. અને અનુપ્રેક્ષા ધ્યાનનું કાર્ય છે. ચિત્તની એકાગ્રતા હોવી એ ધ્યાન છે. તથા એકાગ્રતાથી વિશિષ્ટ પ્રકારની વિચાર શ્રેણીનું કહેવું તે અનુપ્રેક્ષા છે. તેથી અનુપ્રેક્ષા એ કાર્ય છે તથા થાન તેનું કારણ છે.
પ્રશ્ન ૧૯૨૭-અનુગ દ્વારમાં કહ્યું છે કે આવશ્યકમાં જે અનુક્યુ (ઉપગ રહિત) છે તેને પણ ઋજુસૂવનય આવશ્યક માને છે. તે શું, આ નય પ્રમાણે સામાયિકમાં બેઠેલી વ્યક્તિનું ચિત્ત વ્યાપારાદિમાં ગયું હૈય તે તેને સામાયિકવાળી વ્યક્તિ સમજવી?
ઉત્તર-સામાયિકના પાઠના શુદ્ધ ઉચ્ચારણ તેમજ સ્તવન, સઝાય વિગેરેનું પઠન પાઠન કરતાં પણ જે તે ઉપગ રહિત હોય તે અજુ સૂવનય પ્રમાણે તે વ્યક્તિ સામાયિકવાળી કહી શકાય છે, પણ ભાવ નથી કહી શકાય નહિ.
પ્રશ્ન ૧૯૨૮-વિષ્ણુકુમાર મુનિએ વૈક્રિય શરીર બનાવીને પિતાના પગ કયાં ક્યાં મૂકયા? આ બાબતમાં આગમને અનુકુળ એવી કથા કઈ છે? - ઉત્તર-વિપકુમારની કથા મૂળ પાઠમાં તો છે જ નહિ. તેમની કથામાં મતભેદ જાણવા મળે છે. “ઉલ્લેધ–અંગુલથી” સ-અધિક લક્ષ જનનું વક્રિય કરી શકાય છે. તેથી વિષ્ણકુમારનું વૈક્રિય શરીર સ-અધિક લાખ જોજનથી વધારે સમજવું નહિ ભરતક્ષેત્રના લવણ સમુદ્રની ખાડીની પૂર્વ પશ્ચિમ દિશામાં પગ મૂકે એમ સમજવું. રાજેન્દ્ર કોષના “ વિષકુમાર” શબ્દથી આ બાબત સ્પષ્ટ થાય છે. સમ્યગ્દર્શન પત્રમાં લખ્યું છે કે “ તથાસ્તુ ” કહીને વિષ્ણુકુમાર મુનિએ પૈક્રિય લબ્ધિથી પિતાનું શરીર વધાર્યું તથા એક લાખ જન પ્રમાણ શરીર વધારીને ભયંકર દશ્ય ઉપસ્થિત કર્યું. બેચર પ્રાણીઓ ભયભીત બનીને અહિં તહિં ભાગવા લાગ્યા. પૃથ્વી કંપાયમાન થઈ. સમુદ્રમાં ખળભળાટ છે. ગૃહ, નક્ષત્ર આદિ તિષી તેમજ વ્યંતર દેવ દેવીઓ સ્તબ્ધ તથા ચકિત થયા. વિષ્ણુકુમાર, નમુચિને પૃથ્વી પર પાડી દઈને પિતાને એક પગ સમુદ્રના પૂર્વ કિનારે તથા બીજો પગ પશ્ચિમ કિનારા પર રાખીને ઉભા રહ્યા. અહિંયા વચમાં (જંબુદ્વિપની જગતી) કોષ્ટક ન ગણતાં તેને ભાવ બરાબર બેસે છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org