________________
સમય-સમાપન
વિચારણા કરી લેવી યોગ્ય છે. સામાન્ય રીતે તે દસમા ગુણસ્થાન સુધી નિરંતર પુન્ય તથા પાપ બંનેયને બંધ થાય છે જ. આ પ્રશ્ન ૧૯૧૭-જેવી રીતે સાધુનું જઘન્ય જ્ઞાન, પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિરૂપ આઠ પ્રવચન માતાનું છે, એવી જ રીતે અવિરતી તથા દેશ વિરતીનું જઘન્ય જ્ઞાન શું હોઈ શકે છે?
ઉત્તર-અવિરતી સમ્યદષ્ટિને દેવ, ગુરૂ, ધર્મને સંક્ષિપ્ત બોધ તથા દેશ વિરતીને આ જ્ઞાનની સાથે તેનું સંક્ષિપ્ત જ્ઞાન, એ બંનેનું જઘન્ય જ્ઞાન હેઈ શકે છે.
પ્રશ્ન ૧૯૧૮-એવું કયું પ્રમાણ છે, કે જેથી એમ માની શકાય કે જિનક૯૫ મહાવિદેહ ક્ષેત્રમાં પણ છે?
ઉત્તર-અભિધાન રાજેન્દ્ર કષના “જિન” શબ્દના અર્થમાં મહાવિદેહ ક્ષેત્રમાં પણ જિનકલ્પી સાધુઓ હોવાનું બતાવ્યું છે. તથા ભગવતી શ ૨૫ ઉ. ૬, ૭ થી પણ મહાવિદેહમાં જિનકલ્પ માનવામાં કઈ હરકત નથી.
પ્રશ્ન ૧૯૧૯-દસ પ્રકારના પ્રત્યાખ્યાનના ભંગ કરતા છ ઉત્તરગુણવિરાધક જ હોય છે કે મૂળ ગુણની પણ વિરાધના કરે છે ?
ઉત્તર-આમ તે ભગવતી સૂત્ર. શ. ૨૫ ઉ. ૬માં દશ પ્રકારના પ્રત્યાખ્યાનને ઉત્તરગુણે કહ્યાં છે. તેથી તે ઉત્તર ગુણેની વિરાધના છે. પરંતુ તેમાં પણ ભંગ કરતાં કરતાં અનાચારની હદ આવી જાય તે પંચાશક ગાથા ૮૮૪ના પ્રમાણુથી તે મૂળ ગુણવિરાધક પણ હોઈ શકે છે.
" सव्वेवि य अइयारा संजलणाणं तु उदयओ हुँति ।
मुलच्छेनं पुण होइ बारसण्हं कसायाणं ॥" અર્થ–સળ પ્રકારના કષાય બતાવ્યા છે. તેમના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાનાવરણ તથા સંજવલનના ભેદથી ચાર ચાર પ્રકારથી કેધ માન માયા લે ભ થાય છે. અહિંયા પંચાશકના કર્તા કહે છે કે સંજવલન કષાયને ઉદય રહે ત્યાં સુધી અતિચારોને સંભવ છે, બાકીના બાર કષામાં (અનાચાર થવાથી) મૂળ ગુણેને જ છેદ (નાશ). થઈ જાય છે. તે
પ્રશ્ન ૧૯૨૦-છઠ્ઠા ગુણસ્થાનમાં નીચગોત્રના ઉદયને અભાવ કેવી રીતે માની શકાય? કે જ્યારે દીક્ષિત વ્યક્તિ નીચ જાતિ તથા નીચકુળની હેય?
ઉત્તર સ્વાભાવિક રીતે છઠ્ઠા ગુણસ્થાનમાં નીચ ગોત્રને ઉદય હેતું નથી. નીચ જાતિ તથા નીચ કુળમાં ઉત્પન્ન થયેલ જીવ પણ જે છઠ્ઠા ગુણસ્થાનને પ્રાપ્ત કરી લે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org