________________
પણ ત્રીજે. ઉત્કૃષ્ટ હે જરૂરી નથી. અશાતા વેદનીયને અબાધાકાળ જઘન્ય અંતમુહુર્તને પણ બતાવેલ છે.
પ્રશ્ન ૧૯૧૩-જુગલિયા મનુષ્ય કઈ ભાષા બોલે છે? તથા તે ભાષાનું જ્ઞાન તેઓ કયા પ્રકારે કરે છે?
ઉત્તર-જગલિયા પ્રાયઃ પોતાની પૂર્વ પરંપરાથી ચાલી આવેલી ભાષા બોલે છે, જે શ્વાષા તેઓ તેમના માતાપિતા વિગેરે દ્વારા શીખે છે. -
પ્રશ્ન ૧૯૧૪-ધર્માત્મા જે ક્રોધાદિ કષાય તથા નેકષાય કરે છે તે પૂર્વકૃત કર્મોદયને કારણે કરે છે કે વર્તમાન પુરૂષાર્થની મંદતાથી કરે છે?
ઉત્તર-ધમી પૂર્વ કર્મના ઉદયથી કાંધ વિગેરે કરે જ છે. છતાં પુરૂષાર્થના અહપતાને કારણે તે કાલ પર તેઓ વિજય મેળવી શકતા નથી. કેટલાયે ધર્મપ્રેમી જને ઉદયમાં આવેલાં કર્મો પ૨ પુરૂષાર્થ દ્વારા વિજય પ્રાપ્ત કરે છે, એટલા માટે જ શાસ્ત્રમાં ઈન્દ્રિય નિગ્રહ તેમજ કષાય વિજય પર ભાર આપે છે. આ પ્રશ્ન ૧૯૧૫-અંતગડ દશાંગ સૂત્રમાં વર્ણવેલા બધા મહાત્માઓને આયુષ્યનું અંતમુહુર્ત બાકી રહેતાં જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે ?
ઉત્તર-નંદીસૂત્રના ટીકાકારે અંતકૃત શબ્દની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે “તિર્થંકર વિગેરે જેઓએ સંસાર તથા સંસારના કારણે ભૂત કર્મોને અંત કરી દીધું છે તે અંતકૃત કહેવાય છે. અંતકૃતિનું વર્ણન જેમાં છે અને અંતકૃતદશા સૂત્ર કહે છે. છતાં તેને અર્થ એ નથી કે અંતકૃતમાં વર્ણવેલા બધા મહાત્માએ અંતમુહુર્ત રહેતાં જ કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય. ૪
પ્રશ્ન ૧૯૧૬-પથિકી ક્રિયા સિવાય બાકીની ૨૪ કિયાએ માત્ર પાપબંધક જ છે કે પાપ તથા પુણ્ય એ બન્નેયની બંધક છે? જે તેને માત્ર પાપની જ બંધક માનીએ તે પુણ્યબંધવાળી ક્રિયાઓ કઈ કઈ છે?
ઉત્તર-જેમકે પ્રવેગ ક્રિયા (ઉગ કિયા)માં બંને પ્રકારના પ્રવેગ સંમિલિત છે. તથા તે બંને ક્રિયાઓ બંધન છે. એવી જ રીતે અન્ય ક્રિયાઓ માટે પુષ્ય અને પાપની
* સમવાયાંગ સૂત્રમાં આપેલા અંતકૃત સૂત્રના પરિચયમાં પહેલું કેવળજ્ઞાન પ્રાપ્તિનું વર્ણન છે. પછી લેખના વિગેરેનું વર્ણન છે. જે બધાને આયુષ્ય અંતમુહુત બાકી રહેતાં કેવળજ્ઞાન થાત તે મહિના મહિનાની સંલેખનાનું વર્ણન પહેલાં કેમ આવત? તથા અંતમુહુર્ત આયુષ્ય બાકી રહેતા જ કેવળજ્ઞાન થાય એ કલ્પના માત્ર છે, તથા કદાચ ગજસુકુમાર મુનિરાજના ચરિત્રથી આ કલ્પના ઉભી . થઈ છે. પરંતુ આ કલ્પના સમાજમાં કયાંક કયાંક છે ખરી. તેનું સમાધાન થાય તે હેતુથી અહિંયા અમે જમવાયાંગ સૂત્રનો ઉલ્લેખ કર્યો છે.
સ. સ -૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org