________________
Sto
સમર્થ–સમાધાન પ્રશ્ન ૧૮૯૫-શું, મારણતિક સમુદઘાતથી નિરૂપકમી આયુષ્યવાળાને અન્ય સમયમાં પણ આયુષ્ય કર્મની ઉદીરણું થવા સંભવ છે? જો થઈ શકે તે અન્ય સમયમાં ઉદીરણું હેવાને કારણે તેને સેપક્રમ આયુષ્યવાળે કેમ ન માનવો !
ઉત્તર-પહેલાથી છઠ્ઠા ગુણસ્થાન સુધી સર્વજીના ઉદયમાન આયુષ્યકર્મની અંતિમ આવલિકાને છેડીને બાકીના સમયમાં આયુષ્યકર્મની ઉદીરણ થાય છે. તેથી નિરૂપકમી આયુષ્યવાળાને પણ સ્વાભાવિક ઉદીરણ તો થાય છે, પરંતુ તેનાથી અન્ય વધારે પ્રયત્ન વડે જે આયુષ્ય કમની ઉદીરણ થાય છે તે નિરૂપકમી આયુષ્યવાળાને થતી નથી. આ કારણથી નિરૂપક્રમી આયુષ્યવાળાને સ્વાભાવિક ઉદીરણું હોવા છતાં પણ તે સેપકમી આયુ વાળે કહેવાતું નથી.
છઠ્ઠા ગુણસ્થાનથી આગળ આ પ્રકારના અધ્યવસાયને અભાવ છે, તેથી સ્વાભાવિક ઉદીરણું પણ થતી નથી.
પ્રશ્ન ૧૮૯૬-તિર્થકરોના ભિન્ન ભિન્ન લક્ષણ કઈ અસાધારણ પ્રતિભાના દ્યોતક હોય છે? તે લક્ષણેની સફળતા બતાવવાને ઉદ્દેશ ફરમાવશે?
ઉત્તર-શામાં વર્ણવેલા લક્ષણોમાંથી પ્રત્યેક તિર્થંકરના ૧૦૦૮ ઉત્તમ લક્ષણ હેય છે. તેમનામાંથી અમુક તિર્થંકરના અમુક જગ્યાએ અમુક લક્ષણ હોય છે. જયારે અન્ય તિર્થંકરોના લક્ષણ અન્ય સ્થાને પર હોય છે, પરંતુ આ મુખ્ય લક્ષણ શરીરમાં સ્પષ્ટ દેખાવાથી તે તે તિર્થંકરના તે તે લક્ષણે બતાવ્યા છે. આ લક્ષણોની બીજી કોઈ ખાસ વિશેષતા જાણી નથી.
પ્રશ્ન ૧૮૯૭-અટવીની યાત્રાથી નિવૃત્ત પુરૂષો પાસેથી આહાર લેવાનો નિશીથ ઉ. ૧૬ માં નિષેધ કર્યો છે, તે તેનું શું કારણ છે?
ઉત્તર–આનું કારણ નીચે પ્રમાણે ધ્યાનમાં આવ્યું છે. અટવીની યાત્રાથી નિવૃત્ત થયેલ પુરૂષ પાસેથી અસન વિગેરે લેવાથી તેમણે લાવેલી જંગલની ખાસ ખાદ્ય વસ્તુ તથા બાકીના આહારને પ્રાપ્ત કરવાની ઈચ્છા તેના પુત્રાદિની હોય છે. જે તે આહાર સાધુ લે તે તેને અંતરાય પડે છે ! આહાર વિગેરે નહિ મળવાથી તે બાલક રૂદન કરે છે. એ બાળકના આ કરૂણવિલાપ દેખીને તે યાત્રી સાધુઓ પર ગુસ્સે થાય છે તથા મનમાં પશ્ચાતાપ પણ કરે એ સભવિત છે અથવા તે પુત્રાદિને રાજી કરવા માટે તે પુરૂષ નો આરંભ કરે વિગેરે કારણે જાણીને અરણ્ય નિવૃત્ત વ્યક્તિ પાસેથી આહાર લેવાને નિષેધ કર્યો છે.
પ્રશ્ન ૧૮૯૮–ઉવવાઈ સૂત્રમાં “અભિગ્રહ” ભિક્ષાચરના ભેદમાં બતાવ્યું છે અને ઉત્તરાધ્યયનમાં ઉણાદરીમાં બતાવ્યો છે, તે તેનું શું કારણ છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org