________________
ભાગ ત્રીજો
૧૩૯ છે. કારણ કે બસને હિસાબે સ્થાવરના પ્રાણ, પુન્યાઈ, ગ, વિગેરેની અપતા છે. શું એવું પણ કહેવાય છે કે એક પ્રત્યેક વનસ્પતિની હિંસાની અપેક્ષાએ અનંત સાધારણ જીની હિંસા સામાન્ય નયથી ઓછી છે?
ઉત્તર-સાધારણ રીતે સ્થાવરની હિંસાને હિસાબે ત્રસની હિંસામાં પાપ વધારે લાગે છે. પરંતુ જેની સંખ્યાનો નિર્દેશ કરવો એ બરાબર નથી.
નિશીથ સૂત્રના દસમા ઉ.માં મુનિને, અનંતકાયવાળો આહાર કરનારને ગુરૂ ચાતુ મસિક પ્રાયશ્ચિત કહ્યું છે, પરંતુ બારમા ઉ.માં પ્રત્યેક શરીરીને આહાર કરનારને લઘુચાતુર્માસિક પ્રાયશ્ચિત કહ્યું છે. આ સૂત્રથી અનંતકાયમાં પ્રત્યેક શરીરીથી વધારે પાપ છે, એ સ્પષ્ટ થઈ જાય છે. તેથી પ્રત્યેકની હિંસા કરતાં અનંતકાયમાં ઓછું પાપ કહેવું ઉચિત નથી.
પ્રશ્ન ૧૮૯૩-જે સમયે જીવ ઉત્કૃષ્ટ રૂપે સંકિલષ્ટ પરિણામવાળો હોય, એ સમયે પણ અગુરૂ લઘુ વિગેરે ધ્રુવબંધીની પુચ પ્રકૃતિને બંધ કયા કારણે કરે છે? અનુપ્રેક્ષાદિ શુભભાવમાં પાપ પ્રકૃત્તિઓને બંધ થાય છે. તેનું કારણ તે દસમા ગુણસ્થાન સુધી કષાયનું દેવું માનવામાં પણ આવે છે, પરંતુ કિલષ્ટ અધ્યવસાયમાં પુન્યને બંધ કેમ થાય છે, એ સમજાતું નથી.
ઉત્તર-જેવી રીતે અનુપ્રેક્ષાની સાથે કષાય હોવાને કારણે પાપ-પ્રકૃત્તિઓને બંધ થાય છે, એવી જ રીતે ઉત્કૃષ્ટ સંકિલષ્ટ પરિણામની સાથે તેજસુ અને કાશ્મણ શરીર હોવાથી પુન્ય પ્રકૃતિએ પણ બંધાય છે.
પ્રશ્ન ૧૮૯૪-પ્રહાર કરવાથી એ જ વખતે અથવા છ માસની અંદર કઈ જીવ મૃત્યુ પામી જાય તે પ્રહાર કરનારને પાંચ ક્રિયાઓ લાગે છે તથા પછીથી મરે તો ચાર ક્રિયાઓ લાગે છે. આથી શું એમ માનવું કે આયુષ્ય કમ છ માસ સુધી ઘટી શકે છે? આયુષ્ય કર્મની સ્થિતિની ઘાત થાય છે કે નથી થતી? કદળની જેમ આયુષ્યની સ્થિતિનો જલદી ભેગા થાય છે કે નહિ?
ઉત્તર-જે છ માસમાં ઘવાયેલો જીવ મૃત્યુ પામે તે પાંચ ક્રિયાઓ લાગે છે. આ કથન સામાન્ય વ્યવહારનયની અપેક્ષાએ સમજવું જોઈએ; નહિ તે ક્યારેય પણ તે જીવ પ્રહારને કારણે મૃત્યુ પામે છે તે સમયે જ પ્રાણાતિપાત-ક્રિયા લાગે છે. વ્યવહારનયનું કથન હોવાથી એ નિર્ણય ન કરી શકાય કે છ મહિના સુધી આયુષ્ય ઘટી શકે છે.
આયુકર્મને સ્થિતિ-ઘાત તેમજ પ્રદેશઘાત છ% ની અપેક્ષાએ માનવામાં આવે છે છે. વિશિષ્ટ જ્ઞાનીઓએ તે જેવું બનવાનું છે એવું જ જોયું છે, તેથી રિથતિઘાત વ્યવહારનથી થઈ શકે છે એવું મારા ધ્યાનમાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org