________________
૧૩૦
સમર્થ-સમાધાન મુદ્દગલ પાણીમાં વધારે છે, છતાં પણ તેમાં રૂક્ષતા છે. તેને સુકવવામાં ઘણે સમય તેમજ શ્રેમની અપેક્ષા રહે છે.
અથવા પાપડ બનાવવા માટે નાના નાના લુવા (ગુંદલા) બનાવવામાં આવે છે. ગરમીની મોસમમાં જલદી સુકાઈને તેના પર છાલ (પરપોટી) જામી જાય છે અને પછી તેને વાટવામાં મુશ્કેલી પડે છે. તેથી તેના પર તેલને લેપ કરવામાં આવે છે. તે ગુલ્લામાં પાણીની સરખામણીમાં તેલ ઘણું ઓછું છે, તે પણ તે ચિકાશ તે ગુલ્લાને તાજું તથા મુલાયમ રાખે છે. લેટ સુકાઈ ન જાય તેને માટે પણ ઘીને લેપ કરવામાં આવે છે. . . કહેવાનો હેતુ એ છે કે આયુષ્ય કર્મથી અન્ય પરમાણુંઓની જે વિશેષાધિતા કહી છે તે પણ પરમાણુઓની સ્નિગ્ધતા-રૂક્ષતાથી જ બનેલી સમજવી. વિશેષ જ્ઞાની કહે તે જ પ્રમાણ છે.
પ્રશ્ન ૧૮૬૨-ભગવાનની વાણુને “કામિત પુરણ કહ૫મ સમ” કહેલ છે, તે તે કઈ ઈચ્છાની પૂતિ કરનાર સમજવી? ' ઉત્તર-કામિતને અર્થ ઈચ્છિત થાય છે. બધા જીવો સુખને છે છે તથા સાચું સુખ એ જ છે કે જેની પાછળ દુઃખની પ્રાપ્તિ ન હોય. અથવા નિરાબાધ શાશ્વત સિદ્ધિ સુખરૂપ ઈચ્છાની પૂર્તિ કરવાથી ભગવદુવાણીને એવી જ કહેવી ઉચિત છે. - પ્રશ્ન ૧૮૬૩-નામથુણુંના પાઠમાં સર્વ તીર્થકરને “આઈગરાણું ? ધર્મની આદિ કરનાર કેમ કહ્યાં છે? કારણ કે ધર્મની આદિ તે પ્રથમ તિર્થકર દ્વારા જ કરવામાં આવે છે.
ઉત્તર-એક તીર્થકરથી બીજા તીર્થકર સુધી દ્વાદશાંગીરૂપ પૂર્ણ શ્રુતજ્ઞાન રહેતું નથી, એટલા માટે દ્વાદશાંગીરૂપ શ્રુતજ્ઞાનની નવી રચના કરવાની અપેક્ષાએ બધા તીર્થકરને આદિ કરનાર કહેવાય છે. - પ્રશ્ન ૧૮૬ -ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ બાદ તેમના પટ્ટધર * સુધર્મા સ્વામીને જ કેમ બનાવ્યા? - ઉત્તર–ગૌતમ સ્વામીને એ જ દિવસે કેવળજ્ઞાન થઈ જવાથી પાછળ સુધર્મા જ રહ્યાં હતાં. તેમનું આયુષ્ય લાંબું હતું, તેથી તેઓ ધર્મની જાહેરજલાલી (પ્રભાવના) કરશે. તેથી તેમને પટ્ટધર બનાવ્યા.
પ્રશ્ન ૧૮૬૫-અગિયાર અંગેમાં ઉપાસક દશાંગ સૂત્ર છે, એવી જ રીતે કેઈના શાસનમાં ઉપાસિકા દશાંગ પણ હોય છે કે નહિ? તે જ ભગવાનના અગિયાર ગણધરોમાં ગૌતમ સ્વામી તેમજ સુધમવામી ઉપરાંત નવ ગણધર ભગવાનની હાજરીમાં જ મેક્ષ ગયા હતા. જ્યારે વીર ભગવાને મોક્ષ પધાર્યા ત્યારે (પ્રાતઃકાળ લમસમ) ઇન્દ્રભૂતિ (ગૌતમસ્વામી)ને કેવળજ્ઞાન થયું, તેથી તેઓ પાટપર બિરાજયા નહિ. કારણકે સૂત્ર–પરંપરા ચલાવવી એ છદ્મસ્થાને વ્યવહાર છે. કેવળીઓનો વહેવાર નથી, તેથી સુધર્માસ્વામી વીરભગવાનના ઉત્તર-અધિકારી થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org