________________
ભાગ ત્રોએ
પ્રશ્ન ૧૮૬૦–શું, ઉપાદાન પાસે નિમિત્ત ગૌણ છે?
ઉત્તર-એમ તે નિમિત્તની અપેક્ષાએ ઉપાદાનને અધિક બળવાન બતાવ્યું છે, પરંતુ ઉપાદાનને બળવાન સમજીને નિમિત્તની ઉપેક્ષા કરવી જોઈએ નહિ. નિમિત્તના સામાન્ય અને વિશેષના ભેદથી બે પ્રકારે છે. કેટલાય નિમિત્તો એટલા સામાન્ય તથા સાધારણ હોય છે કે જેના વગર પણ ઉપાદાનની સિદ્ધિ થઈ જાય છે. પરંતુ તેથી વિપરીત, કેટલાયે વિશિષ્ટ નિમિત્તે એવાં હોય છે કે જેના વગર ઉપાદાનની સિદ્ધિ થઈ શકતી જ નથી. દા. ત. રોટલી બનાવવા માટે ચૂ, એરસીયે, વેલણ, કથરોટ વિગેરે સાધારણ નિમિત્ત છે. એ . વગર પણ કોઈ વ્યક્તિ પથ્થર અથવા કપડામાં આટો ટુંપીને વગર એરસીએ જ રોટલી વણી લે છે, છતાં કેટલાક અનિવાર્ય નિમિત્તો હોય છે કે જેના વગર રોટલી બની જ શકતી નથી. જેમ કે પાર્ણ, અગ્નિ વગેરે. એટલા માટે ઉપાદાનને સર્વોપરિ સમજીને નિમિત્તની અવહેલના કરવી જોઈએ નહિ.
પ્રશ્ન ૧૮૬૧-જે સમયે જીવ આઠે કર્મોને બંધ કરે છે તે સમયે ક્યા કર્મના વિભાગમાં તે કમ પરમાણું વધારે આવે છે ? તેનું અ૯પ બહત્વ તથા કારણ ફરમાવશો ?
ઉત્તર-જે સમયે જીવ આઠેય કમેને બંધ કરે છે તે સમયે સૌથી ચેડા કર્મપરમાણું આયુષ્ય કર્મના પેટામાં આવે છે. કારણકે તેની રિથતિ બધા કર્મ કરતા ઓછી છે. નામ કર્મ તથા ગોત્રકર્મના પેટમાં આયુષ્યને બદલે વિશેષાધિક કર્મ–પરમાણું આવે છે. પરંતુ બન્નેની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ ક્રોડાકોડી સાગરોપમની બરાબર હેવાને કારણે સરખી આવે છે, તેનાથી પણ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય તેમજ અંતરાયની વિશેષ અધિક તેમજ પરસ્પર સરખી છે. કારણ સ્પષ્ટ છે કે સ્થિતિની ઉત્કૃષ્ટતાની અપેક્ષાએ ત્રણેયની સરખી ૩૦ કડાડી સાગરોપમની છે. તેનાથી પણ મોહનીય કર્મના ભાગમાં વિશેષ અધિક કર્મ પરમાણું આવે છે. કારણકે તેની સ્થિતિ સૌથી વધારે ૭૦ ક્રોડાક્રોડી સાગરે પમની હોય છે. તેનાથી પણ વેદનીય કર્મના વિભાગમાં કર્મ પરમાણું વિશેષાધિક છે.
શંકા–વેદનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ અશાતા વેદનીયની અપેક્ષાએ ૩૦ ક્રોડાક્રોડી સાગરપમની છે તથા મિહનીયની ૭૦ ક્રોડાકોડી સાગરોપમની છે, તે પછી વેદનીયના કમ પરમાણું મેહનીયથી વધારે કેવી રીતે થશે?
સમાધાન-મોહનીય કર્મની અપેક્ષાએ તેના પુદ્ગલે રૂક્ષ હોય છે. એટલા માટે સ્થિતિ છેડી હોવા છતાં પણ કર્મ પરમાણું વધારે રહે છે. આ બાબતને સમજાવવા માટે દષ્ટાંતની કલ્પના કરવામાં આવે છે.
કઈ જગ્યાએ એક શેર પાણી તથા પાત્રમાં (વાસણ) ઘી રાખ્યું છે, તે ગરમીથી પાણી જલદી સુકાઈ જશે, પરંતુ ઘી નહિ સુકાય, એવી જ રીતે જોવામાં આવે તે પરમાણુ
સ. સ.-૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org