________________
ભાગ ત્રીજો
૧૨પ પુણુઠા-પુજાથે, પ્રશંસાના ભાવે વગર માત્ર પુન્યને માટે શ્રમણ, યાચો વગેરેને આપવામાં આવે તેને પુજાથે કહેવાય છે.
વર્ણમઠ-વનપકાર્ય (વાચકને માટે જે માત્ર વાચક-ભિખારી વગેરેને આપવામાં આવે તેને વનીયકાથે કહેવાય છે.
સમણુઠા-શ્રમણ અર્થે બૌદ્ધ વગેરે અન્ય મતાવલંબીઓને જ અથવા શાય વગેરેને જ આપવા માટે હોય તે શમણાર્થે ” છે. તેથી પુણ્યાર્થ અથવા શ્રમણાર્થમાં જેને સાધુ કહે છે તેઓ એક જ છે. પરંતુ આપનારની ભાવનામાં અંતર છે *
પ્રશ્ન ૧૮૪૭ શું મનુની જેમ યુલિયા તિર્યંચને પણ એક જ યુગલ ઉત્પન્ન થાય છે? તથા તેઓ પણ શું સુગલિક હોય છે?
ઉત્તર-હા; જુગલીયા તિર્યંચને પણ એક જ યુગલ જન્મે છે. તથા સંધિકાલ ન હોય તે જુગલિયા જ હોય છે.
પ્રશ્ન ૧૮૪૮–ઉત્તરા. આ. ૧ ગા પ માં સાધુને મૃગની ઉપમા કેમ આપવામાં આવી છે? અહિંયા તે સુવર તથા કુતરીની સાથે સરખામણી છે !
ઉત્તર-બીકાનેરથી પ્રગટ થયેલ ઉત્તરા. સૂત્રમાં ગા. પ અન્વયાર્થ તથા ભાવાર્થ આ પ્રમાણે આપ્યું છે. જેમકે સુવર ચોખાને કુંડને ત્યાગીને વિષ્ટા ખાય છે, એ જ પ્રકારે મૃગની સમાન અજ્ઞાની સાધુ પણું શીલ-સદાચારને છેડીને દુઃશીલ અર્થાત્ દુષ્ટ આચારમાં પ્રસન્ન (રમણીય) રહે છે. ભાવાર્થ માં લખ્યું છે ત્યાં અવિનીત સાધુને મૃગની ઉપમા આપી છે, જેમકે મૃગ તૃણ, ઘાસ વગેરે પ્રત્યક્ષ સુખને દેખે છે, પરંતુ પાસે રહેલા બંધન તથા મૃત્યુના દુઃખને વિચાર કરતાં નથી. એટલા માટે અવિનીત સાધુ મૃગની જેમ અજ્ઞાની છે.
અહિંયા સંયમ પ્રવૃત્તિમાં બરાબર ન હોવાથી સાધુને મૃગ (ભેળા, અજાણ)ના પદથી સંબંધિત કર્યા છે.
પ્રશ્ન ૧૮૪૯–શું સાધુ પધ લઈ જ ન શકે?
ઉત્તર-સ્થવિર કલ્પીઓ માટે નિર્દોષ તેમજ નિર્વઘ ઔષધિ લેવાનું નિશીથ સૂત્રથી સાબિત થાય છે. ઉત્તરા. અ. ૨ ગા. ૩૦ના ભાવ જિનકલ્પીઓ તથા અભિગ્રહધારીઓની અપેક્ષાએ છે. જ્ઞાતા ધર્મકથાગ સૂત્રના શૈલક અધ્યયનમાં સ્થીર કલ્પી શૈલક રાજર્ષિના ઔષધોપચારનું વર્ણન છે. તેથી નિર્વઘ ઔષધિ સાધુ ગ્રહણ કરે છે.
માત્ર શ્રમણ શબ્દને વ્યવહાર અન્ય મતાવલંબીઓને માટે થાય છે. સાધુને માટે શ્રમણ-નિગ્રંથ વિશેષણ લાગે છે. ગ્રંથનો અર્થ ગાંઠ થાય છે. જેઓ બાહ્ય તેમજ અત્યંતર મેહ, લેભ, કપટ વિગેરેની ગથિી રહિત છે, તેઓ “ના નિવ” કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org