________________
૧ર્જ
સમર્થ-સમાધાન પ્રશ્ન ૧૮૪૧-શું, સાધુઓની જેમ શ્રાવકોએ પણ “આવરૂહી” કહેવું તથા ચેવિસંથથ્થો કરવા જોઈએ?
ઉત્તર-દયા, પૌષધ વગેરેમાં શ્રાવકે બહાર જતી વખતે આ વસ્તહી, તથા નિરિસહી કહેવું જોઈએ. તથા સામાયિક લેતી વખતે કે પાળતી વખતે તથા પ્રતિક્રમણ કરતાં તથા સે ડગલાથી બહાર પરઠવવા માટે જતાં, વિસંવ અવશ્ય કરવું જોઈએ. એવી જ રીતે ક્યાંય પણ જઈને ઘરે આવેલ હોય તે પણ ચેવિસંસ્થવ કરવામાં હરકત નથી.
પ્રશ્ન ૧૮૪ર-શું બરફ અનંતકાય છે?
ઉત્તર-બરફમાં જે અપકાયના જીવો છે, તે પ્રત્યેક કાયવાળા તથા ગેદના જીવ અનંતકાળવાળા છે. રાત્રિ ભજનના ત્યાગવાળાએ બરફનું પાણી પીવું જોઈએ નહિ. બરફના ટુકડા પર રંગ નાંખતા મિશ્રિતની શંકા રહે છે.
પ્રશ્ન ૧૮૪૩-શું, આયંબિલમાં છાશ લઈ શકાય છે?
ઉત્તર-આયંબિલમાં ગાય વિગેરેની છાશ પણ કામમાં લઈ શકાય નહિ; કારણ કે આયંબિલમાં મીઠાની સાથે સાથે અંબિલ-અ૩-ખાટા પદાર્થોને ઉપયોગ કરવાની પણ મનાઇ છે.
પ્રશ્ન ૧૮૪૪–લોઢાના સળીયાવાળે નાને માટે દરવાજો, જાળીવાળે દરવાજે વગેરે સાધુજી આજ્ઞા વગર ઉઘાડી શકે કે નહિ?
ઉત્તર–જે ઘરમાં સાધુ-સમાજ પર વિશ્વાસ હય, જેઓ ધાર્મિક પ્રવૃત્તિવાળા હોય તથા જ્યાં સાધુને આવવા માટે પ્રતિબંધ ન હોય તે ઘરના નાના મોટા દરવાજા બહારના માણસની આજ્ઞાથી ખેલી શકાય છે. તથા એકવાર આજ્ઞા મળતાં બીજી વખતે પણ આજ્ઞા વગર ખેલી શકાય છે.
પ્રશ્ન ૧૮૪૫-જે મકાનમાં અંધકાર વધારે હોય તથા સ્વાભાવિક રીતે દિવસે પણ બત્તી બળતી હોય ત્યાંથી આહાર પણ લઈ શકાય કે નહિ?
ઉત્તર–જે ઘરમાં સ્વાભાવિક પહેલેથી જ બત્તી કરેલી હોય ત્યાં આહાર પાણીને માટે જવામાં કઈ હરકત નથી. સાધુને આહાર આપવા માટે બત્તી કરી હોય તે આહાર લેવાને પ્રશ્ન જ નથી, કારણ કે ત્યાંથી આહાર લેવાય જ નહિ.
પ્રશ્ન ૧૮૪૬-દશ. અ. ૫. ઉ. ૧ ગા. ૪૭ થી ૫૪ સુધીમાં આવેલા રાગટ્ટા, પુળટ્ટા, વળીમા, સમળાનો અર્થ ફરમાવશે?
- ઉત્તર–આ શબ્દોના અર્થ આ પ્રમાણે ધ્યાનમાં આવ્યા છે-દાણુઠા-દાનને અર્થે, પિતાની પ્રશંસાને માટે શ્રમણ-યાચો (શાક્યાદિ) વગેરેને આપવામાં આવે તે દાનાથે કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org