SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭ હાગ ત્રીજો પર્યને સમજવા માટે ઉદાહરણ-જેમ કે કાળા રંગના પરમાણું અનેક (અનંત) હોય છે તે બધામાં કાળાપણું સમાન ન હોવા છતાં ઓછુંવત્ત પણ હોય છે. તે ઓછા વન નું અંતર સમજાવવા માટે જ્ઞાનીઓએ બતાવ્યું છે કે નાનામાં નાને કાળાપણાનો અંશ જે પરમાણુમાં હોય તે એક ગુણ કાળે. એવી રીતે બે અંશ જેનામાં હોય તે બે ગુણ કાળો યાવત્ અનંત અંશ જે પરમાણમાં હોય તે અનંતગણુ કાળાં. એવી જ રીતે અન્ય વર્ણ, ગંધ, રસ, સ્પ વગેરેને માટે જે તેમાં ભળે છે તે સમજી લેવું. જેમ પરમાણુઓની બાબતમાં કહ્યું એમ અન્ય પુદ્ગલેને માટે પણ સમજવું જોઈએ. જીવમાં જ્ઞાન–ચારિત્ર આદિના પર્યવ ૧, ૨ યાવત્ અસંખ્ય નથી હોતાંઓછામાં ઓછા જઘન્ય હશે, તો પણ તે અનંત જ હશે. તેથી એક એક સંયમ-સ્થાનના અનંત અનંત પર્યવ બતાવ્યા છે. પ્રશ્ન ૧૮૨૧-અધ્યવસાય, વેશ્યા, પરિણુમ તથા ધ્યાન, એમાં શું અંતર છે? તેનો ખુલાસો કરશે? ઉત્તર–પૈસા વગેરેનો પરિભોગ કરવા માટે તેની પ્રાપ્તિ સંબંધી ભાવ યુક્ત ક્રિયાને અધ્યવસાય કહે છે. પરિણામ તે કષાય, વેશ્યા, ગ, ઉપગ જ્ઞાન આદિ અનેક પ્રકારના હોય છે. તેમાંથી એક જાતિના (કૃષ્ણદિ લેશ્યરૂપ) આત્માના પરિણામને લેશ્યા કહે છે. લાંબા સમયની આગળ પાછળની વિચારણાથી પેદા થયેલ આત્માના ભાવને “પરિણામ કહે છે. તથા દ્રવ્યની પૂર્ણ અવસ્થા (પર્યાય) છૂટીને નવી અવસ્થા ઉત્પન્ન થાય તેને પણ પરિણામ કહે છે. દ્રવ્યના ઉત્તર-પર્યાય રૂપ ધર્માતર કરવું તે પરિણામ છે. બીજો અર્થ જીવ અને અજીવ બન્નેને લાગુ પડે છે. આ બાબત પન્નવણા સૂત્રના ૧૩મા પદમાં સ્પષ્ટ છે. પ્રશ્ન કથિત પરિભાષા પહેલી છે. શુભ કે અશુભામાં ચિત્તની સ્થિરતાને ધયાન કહે છે. પ્રશ્ન ૧૮૨૨-તિષીઓના ચાર ક્ષેત્ર ક્યા કયા છે? ઉત્તર–મેરૂ પર્વતની બે તરફ દિવસ તથા બે તરફ રાત હેવાથી તિષીઓના ચાર ક્ષેત્ર બની જાય છે. અથવા મનુષ્યક્ષેત્રના તિષી ચર (ચાલતા) છે. એટલા માટે તિષીઓનું ચરક્ષેત્ર પણ મનુષ્યક્ષેત્ર જ છે. પ્રશ્ન ૧૮૨૩-ઢાળ, ચોપાઈ (રાસ), સ્તવન વગેરે ફિલ્મી રાગમાં તથા મેહક શબ્દથી બનાવે તેમને દેષ કે પ્રાયશ્ચિત લાગે છે કે નહિ? ઉત્તર–તાન, સ્વર, મૂચ્છના વગેરેથી યુક્ત એવા ગાયન બનાવે કે ગાય, તે નિશીથ ઉ. ૧૭ મુજબ લઘુચૌમાસી પ્રાયશ્ચિત બતાવ્યું છે. સામાન્ય ગાયનને માટે નહિ. જેમકે rigીયા ના ઉત્તરાધ્યયન અ. ૧૩માં બતાવેલ છે. પ્રશ્ન ૧૮૨૪-જે કઈ સાધુ-સાઠવી પિતાની ઉપાધિ સ્થિરવાસ રહેલા સાધુ-સાધ્વીને સેંપીને વિહાર કરે તથા આવીને સ્થિરવાસવાળાના શાતરના ઘર સ્પશી શકે છે કે નહિ ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004858
Book TitleSamarth Samadhan Part 3
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy