________________
૧૧૬
સમર્થ–સમાધાન પ્રશ્ન ૧૮૧૮ ભગવતી શ. ૨૫ ઉ. ૬ માં વર્ણવેલ સંયમ-સ્થાન તથા ચારિત્રપર્યવ એ બેમાં શું અંતર છે? તથા સંયમ સ્થાન ચારિત્રની શુદ્ધિ અથવા અશુદ્ધિની અપેક્ષાએ કહે તો પછી ચારિત્ર પર્યવ કેમ કહ્યું?
ઉત્તર-ચારિત્રની ઓછી વધારે શુદ્ધિ-અશુદ્ધિની અપેક્ષાએ બનેલા ભેદોને સંયમસ્થાન કહે છે, તથા તે સંવલન કષાયના મંદ, મંદતર અને મહતમ એ ત્રણ કષાય અધ્યવસાયને કારણે હેય છે. અનંતાનુબંધીની ચિકડીની બાર કષાના ઉદયમાં તે ચારિત્ર હેતું જ નથી. સંજવલન કષાયના ઉદયમાં ચારિત્ર હોય છે. સંજવલન કષાયની મંદતાથી જે જઘન્ય વિશુદ્ધિ થઈ તે સંયમનું પ્રથમ સ્થાન છે. તેનાથી કંઈક વધારે કષાય હઠવાથી વધારે શુદ્ધિ થઈ તે બીજું સ્થાન થયું. એ પ્રમાણે જેમ જેમ કષાય ઓછી થતી જાય છે, તેમ તેમ સંયમ સ્થાન વધતાં જાય છે. સંજવલન કષાયના અસંખ્ય સ્થાન હોવાથી સંયમ સ્થાન પણ અસંખ્ય હોય છે. કષાદયના અભાવવાળા યથાખ્યાત ચારિત્રનું સંયમ સ્થાન એક જ છે. તેથી આ સુસ્પષ્ટ છે કે જેમ જેમ સંજવલન કષાયના અંશ હઠતા જાય છે તેમ તેમ ચારિત્રના નવા નવા ઉંચા ઉંચા સ્થાન પ્રાપ્ત થતાં જાય છે.
એક એક સંયમ સ્થાનમાં અનંત અનંત પર્યવ હોય છે. પ્રત્યેક સંયમ સ્થાનમાં સંયમને જે ગુણ હોય છે તે ગુણના માત્ર જ્ઞાનરૂપ બુદ્ધિવડે કરેલ નાના નાના ખંડને
પર્યવ” કહે છે. એમ અનંત અનંત પર્યવ એક એક સંયમ સ્થાનમાં હોય છે. અર્થાત્ ગુણના અવિભાગી અંશને પર્યવ કહે છે. જેમ જેમ સંયમ સ્થાન વધારે વિશુદ્ધ થશે તેમ તેમ તેના પર્યવ પણ વધારે હશે. એટલા માટે નિર્ચ ૧, ૨નાતક યથાખ્યાત ચારિત્રનું સંયમ સ્થાન તે એક છે, પણ પર્યવ બધાની અપેક્ષાએ અનંતગુણ અધિક છે.
પ્રશ્ન ૧૮૧૯-કષાય-કુશીલ, પુલાક, બકુશ તેમજ પ્રતિસેવના-કુશીલ, એમાંથી કેણુ તીર્થમાં જ હોય છે, વગર તીર્થના નહિ?
ઉત્તર-કષાય-કુશીલ, નિગ્રંથ, સ્નાતક એ ત્રણે ( નિગ્રંથ) દેષ રહિત સાંયમવાળા હોય છે. બાકીના પુલાક વગેરે ત્રણેય સદેષ સંયમવાળા હોય છે.
અતીર્થમાં સાધુ અથવા તે તીર્થકર હેય છે, અથવા પ્રત્યેક બુદ્ધ હોય છે. તે સિવાય કોઈના ઉપદેશથી જ સંયમ પ્રવૃત્તિ કરે છે, તે તેઓ તે દે રહિત કષાય કુશીલ વગેરે ત્રણેયમાં હોય છે. સદોષ પુલાક વગેરેમાં નથી. તેથી પુલાક વગેરે ત્રણ પ્રકારના તે કેવળ તીર્થમાં જ હોય છે. બાકીના કષાય-કુશીલ વગેરે તીર્થ તથા અતીર્થ બને માં હોય છે.
પ્રશ્ન ૧૮૨૦–અધ્યવસાય અને પર્યાવમાં શું અંતર છે?
ઉત્તર-અધ્યવસાય તે જીવને જ હોય છે, પરંતુ પર્યવ તે જીવ અને અજીવ બન્નેને હોય છે. ગુણોના અવિભાગી અંશને પર્યવ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org