SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ સમર્થ સમાધાન સ્વભાવગુણુ વ્યંજન પર્યાય કેવળજ્ઞાન વગેરે અનંત ચતુષ્ટય રૂપ છે. આ બન્ને ગુણે એક સાથે રહી શકતા નથી અર્થાત્ સ્વભાવગુણ પ્રગટ થાય તે વિભાવગુણ નષ્ટ થશે. પ્રશ્ન ૧૮૦૫-જ્યારે પરમાણુ પુદગલમાં ચાર મૂળ સ્પર્શ જ હોય છે, તે તેનાથી બનેલા સ્કંધમાં આઠ સ્પર્શ કેવી રીતે હોઈ શકે? ઉત્તર-પરમાણુમાં ચાર મૂલ સ્પર્શ હોય છે, તે ભગવતી શ. ૧૨ ઉ. ૪, શ. ૧૮ ઉ. ૬, શ. ૨૦ ઉ. ૫, વગેરેથી પ્રમાણિત છે. ઘડિયાળના એક એક કાંટામાં ચાલવાની શક્તિ હોતી નથી, પરંતુ બધાને વ્યવસ્થિત કરવાથી તે ઘડિયાળ સમય બતાવવા લાગી જાય છે. સૂતરના એક દેરામાં હાથીને બાંધવાની શક્તિ હોતી નથી, પરંતુ તે દેરાથી બનેલી મજબુત રસીથી (દોરડાથી) હાથીને બાંધી શકાય છે. એ જ પ્રમાણે અનેક પર માણુઓના સંગથી બાકીના ચાર આશ ઉત્પન્ન થાય છે. પ્રશ્ન ૧૮૦૬-પાંચ ભામાં યેય (ધ્યાન કરવા યોગ્ય) રૂપ કયું છે? ઉત્તર-ક્ષાચિક ભાવ તે એકાંત દય જ છે. કેઈ અપેક્ષાથી પશમિક તેમજ લાપશમિક ભાવ પણ ધ્યેયરૂપ હોય છે. પ્રશ્ન ૧૮૦૭-“બસંજ્ઞ સમય વિટ્ટા પુજા મા નરિત !” તથા Trg શ રમä એ પણ પાઠ છે. પદાર્થ જ્ઞાનમાં પ્રથમ સમય-દર્શન થાય છે, પછી અર્થ, અવગ્રહ અને વ્યંજનાવગ્રહ થાય છે. સિદ્ધાંત સાથે તુલના કરતા બંનેની સ્થિતિ કેટલા સમયની છે ? તે ફરમાવશે ? ઉત્તર-વ્યંજનાવગ્રહની સ્થિતિ અસંખ્ય સમયની છે. જઘન્ય આવલિકાના અસંખ્યા. તમાં ભાગ પ્રમાણ સમોની તથા ઉત્કૃષ્ટ ૨ યાવત્ ૯ શ્વાસોચ્છવાસની છે. મિશ્ર ગુણસ્થાનની પણ એટલી જ સ્થિતિ છે. આ બાબત કર્મગ્રંથ પ્રથમ ભાગની ચેથી ગાથાથી સ્પષ્ટ થાય છે. “મસંગ સમગ્ર વિદ્યા જા જાળમrછત્તિ” આ નંદીસૂત્રને પાઠ વ્યંજનાવગ્રહને માટે છે. તથા “વહું રામચં” આ પાઠ અથવગ્રહ માટે છે. જીવને જ્યારે ચ૨ ઇન્દ્રિઓ (આંખ વગર) વડે પદાર્થનું સામાન્ય જ્ઞાન (દર્શન) થાય છે, તે પહેલા અસંખ્યાતા સમય સુધી વ્યંજનાવગ્રહ, પછી એક સમયને અર્થાવગ્રહ, પછી ઈહા, વિચારણ) વગેરે થાય છે. પ્રશ્ન ૧૮૦૮-પાંચે ય ઇન્દ્રિના સામાન્ય જ્ઞાનને દર્શન કહે છે. આ જ્ઞાનને અતિશતની જેમ એક સાથે ગ્રહણ ન કરતાં ચક્ષુદર્શન, અચક્ષુદર્શન એવા ભેદ કેમ કર્યા? ઉત્તર–લેકમાં જેવાને વ્યવહાર આંખ વડે જ પ્રસિદ્ધ છે. બાકીની ઇન્દ્રિઓ વડે નહિ. માટે આંખથી થનારા સામાન્ય બોધને ચક્ષુદર્શન નામથી અલગ કહેલ છે. બાકીની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004858
Book TitleSamarth Samadhan Part 3
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy