________________ સમર્થ સમાધાન પ્રશ્ન ૧૭૯૫-મહાશતક શ્રાવકે ગૌતમ સ્વામીને શ્રમણ ભગવંત કેમ કહ્યું કે જ્યારે તેઓ કેવળજ્ઞાની ન હતા? ઉત્તર-છદ્મસ્થને શ્રમણ ભગવંત કહેવામાં કોઈ હરકત નથી. શાસ્ત્રોમાં અનેક જગ્યાએ સાધુઓને શ્રમણ ભગવંત કહ્યાં છે. તે પછી ગૌતમ સ્વામી ઉચ્ચ સંયમી હતા તેથી તેમને શ્રમણ ભગવંત કહ્યા એ સર્વથા ઉચિત જ હતું. પ્રશ્ન ૧૭૯-આનંદ શ્રાવકને અવધિજ્ઞાનને પરિષહ કેમ કહ્યો? ઉત્તર--શ્રાવકને અવધિજ્ઞાન તે થાય છે, પરંતુ આપે કહ્યાં મુજબ એટલું મોટું ન હતું એવું જે ગૌતમ સ્વામીનું નિષેધ રૂપ ફરમાન હતું તે આનંદ શ્રાવકને પરિષહ રૂપ થયું એમ સમજવું જોઈએ. પ્રશ્ન ૧૭૯૭–બ્રહ્મદત્ત ચક્રવતિએ પિતાના પૂર્વના પાંચ ભવ કેવી રીતે જાણ્યા ? ઉત્તર-બ્રહ્મદત્ત ચક્રવર્તિએ જાતિ સ્મરણ જ્ઞાનથી પાંચ ભવ જાણ્યા હતા. પ્રશ્ન ૧૭૯૮-શું, જાતિસ્મરણ પણ જ્ઞાન જ હોય છે? ઉત્તર-અતિ મરણ જ્ઞાન તથા અજ્ઞાન અને પ્રકારના હોય છે. જે જાતિ મરણ અજ્ઞાન છે, તે મતિ અજ્ઞાનને ભેદ છે. અને જાતિસ્મરણ જ્ઞાન એ મતિજ્ઞાનને ભેદ છે. પ્રશ્ન ૧૭૯-ગૌચરના દેશોમાંથી મૂળદોષે કયા સમજવા ઉત્તર-આધાકર્મ, શિક, પુતિકર્મ, અધ્યપૂર્વક, મિશ્રજાત, પ્રભૂત, કીતકૃત, કવિયં, રઈય, કતારબત્ત, દુભિખભત્ત, સિજ જાયર પિડ, મૂલકર્ણ વગેરે અનેક દેશે મૂળગુણેને દુષિત કરે છે. બીજા કેટલાક સાધારણ દેશે ઉત્તરગુણોને દુષિત કરનારા હેવા છતાં પણ તેમાં બેદરકારી કરવાથી તેમજ એ દેષો વારંવાર લગાડવાથી તે પણ મૂલગુના ઘાતક બની જાય છે. તેથી સાધકે ડગલે ને પગલે ધ્યાન રાખવું જોઈએ. પ્રશ્ન ૧૮૦૦-જે સાધુ દે વારંવાર લગાડતા હેય તથા મૂળગુણેની વિરાધના થઈ રહી હોય, આવી સ્થિતિમાં આરાધના માટે શું કરવું જોઈએ? ઉત્તર-આરાધના કરવા માટે આગળના દેશની આલેચના વડે શુદ્ધિ કરીને “અઝરણા કરમુકિતા” ભવિષ્યમાં ભૂલ નહિ કરવા માટે સાવધાન રહે. એ જ કરવું ઉચિત છે. પ્રશ્ન ૧૮૦૧-વારંવાર જવા છતાં પણ જેનું ઘર અસૂઝતું થતું હોય તેવી વ્યક્તિ સાથે વાત કરવી જોઈએ કે નહિ? ઉત્તર–પિતાની જ કેઈ જરૂરી વાત હોય તો તે વાત જુદી છે, નહિ તે વાત કરવી જોઈએ નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org